________________
| [ ૧૩૮ ] પગલાં વિષેનું વર્ણન જુદા પુસ્તકમાં છે કે જે બાદશાહની આજ્ઞાથી લખાયું છે. તે રિસાલે કદમીઆના નામથી પ્રસિદ્ધ છે.
એતો સિદ્ધ છે કે તે દિવસથી ઘણા કાળ સુધી તે ઘુમટ લેકોની પ્રદક્ષિણાનું કામ હતું. પરંતુ આ શહેરની ગેરબંદોબસ્તી ઉલટ પલટની વેળા પછી અસાવલ વિગેરેની વસ્તી ઉજડ થઈ તેથી સૈઈદ મજકુરના વારસોએ તે પવિત્ર પગલાંને ત્યાંથી શહેરમાં પધરાવ્યાં. હમણાં તે તેઓના કબજામાં છે. મેં (આ ઇતિહાસકર્તાએ) દર્શનનો લાભ લીધો છે.
મતલબ કે શાહફખરૂદીન ઉજેનથી પાટણની અમલદારી ઉપર જાય અને તરસુનખાનને દરબારમાં મોકલી દે. હાજી ઇબ્રાહીમ સરહિંદી ગુજરાતનો ન્યાયાધિશ કર્યો, આસેફખાનને ગુજરાતની બક્ષીગીરી આપવામાં આવી, તેને એવી આજ્ઞા થઈ કે પ્રથમ કાયદા પ્રમાણે માળવાની સન્યાને દાઘ દઈને ત્યાંથી ગુજરાત જઈ શહાબુદદીન તથા કલીજખાનથી મળી ગુજરાતના લશ્કરને પણ દાધ દેવી.
કેટલાક દિવસ પછી સુલતાન મુઝફફર ગુજરાતી કે જે, બાદશાહની સાથે કેદી દાખલ રહેતો હતો, તે ત્યાંથી નાસી ગુજરાતમાં આવ્યો અને રાજપીપળામાં આવેલા તરવારી મુકામ કે જે ત્યાંની રાજ્યભૂમી છે ત્યાં રહ્યો. કુતબુદદીન મુહમ્મદખાનની નજર તેની ઉપર ગઈ અને તે આ વખતે ભરૂચમાં હતો, તેથી ત્યાંથી નિકળી સેરઠમાં આવેલા સુરધાર પ્રગણુમાંના ગઢડા ગામમાં લુણીઆ કઠીની પાસે જતો રહ્યો અને ગુપ્ત રહી દિવસ કાઢવા લાગ્યો.
આ રાજ્યસત્તાનો કેટલોક કાળસુધી શહાબુદદીન એહમદની સારી રાજ્યનિતીથી હુલ્લડો શાંત રહ્યાં અને લોકોમાં સુખશાંતી વર્તાઈ. ફતે ખાન સરવાની કે જે અમીનખાન ગેરીને ચઢીઆ સેનાપતિ હતા અને સોરઠ દેશ એ ગોરીના તાબામાં હતો. તે અમીનખાનથી રીસાઈ શહાબુદ્દીન એહમદખાનની સેવામાં આવ્યો અને એવી હઠ લીધી કે જે મારી સાથે લશ્કર મોકલો તો જુનાગઢ તથા સોરઠદેશ અમીનખાનથી ખેંચી લઈ બાદશાહી અમલદારેના તાબામાં લાવી આપું,
શહાબુદ્દીન એહમદખાને પોતાના ભત્રીજા મિરઝાજાનને આ કામના વાતે ચારહજાર શુરા સ્વારથી નિમી દીધો. ફખાન લશ્કર લઇ સોરઠ તરર નિકળે, જ્યારે તે દેશની સરહદમાં પહોંચ્યો ત્યારે અમીનખાન ગોરીએ