SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૭ ] પરત આવતી વખતે મજકુર સૈદ તે પેગમ્બર સાહેબનાં પગલાં કે જે મક્કામાં હતાં તે સાથે લાવી સુરતમાં આવી પહેોંચ્યા અને રાજ્યધાની તર” રવાને થવાની સામગ્રી કરી, પગલાંને અંબાડીમાં પધરાવી તથા બ્રાહીમના ધામનુ પેાશણુ ઢાંકી સાતસેાએંશી હાજીએ સાથે રાજ્યધાની ફતેહપુર કે જે તે વેળાએ રાજપાટનુ ઠેકાણું ઠરાવવામાં આવ્યું' હતું તે તરફ્ જવા નિકળ્યા અને આ અતિ કલ્યાણકારી પવિત્ર પ્રાપ્તિ સૉંપાદન થવાની અરજીએ દરબારમાં મેકલી; આ વધામણી સાંભળી બાદશાહ અનહદ ખુશ થયેા અને વિવેકપુર્ણાંક · વખાણુ સાથે તે મુખી ઉપર આજ્ઞાપત્ર માકલી એવી ખબર કરી કે જ્યારે રાજધાનીથી એક મજલને અતરે તે આવે ત્યારે એકદમ ખબર આપવી કે તેને જઇ ભેટવાની ક્રિયા વિવેકપુર્વક કરવામાં આવે. . જ્યારે મજકુર સૈદ્ધ એક મજલને અતરે પહેોંચ્યા ત્યારે બાદશાહને અરજ કરવામાં આવી; જેથી બાદશાહ પોતે ખાસ સ્વારી અને સામગ્રી માકલી સઘળા દરબારીઓસહિત ભેટવા માટે ગયા. ત્યાં ખુલ્લા વગરરાકટાકના દરબાર ભર્યાં ને સધળા ગરીબ અને તવગરાએ ભેટનેા લાભ લીધા. બીજે દિવસે પાતે જાતે પાતાની ઉપયેાગી ચાદરમાં પગલાંને વિ’ટાળા પહેલાં પેાતાને ખભે મુકી, આશરે સા ડગલાં પગે ચાલતાં શહેર તરફ લઇ ગયે, તે પછી તે અશરાક્ મુખીને આપવામાં આવ્યાં અને અમારામાંથી દરેક પ્રધાનેએ તથા મુખ્ય ન્યાયાધિશે તથા ફાજીએ . તેવીજ રીતે એક પછી એક તે પગલાંને રાજ્યધાની સુધી પહોંચાડયાં અને એક વર્ષ સુધી ખાસ ખાદશાહી મહેલની પાસે પધરાવેલાં રાખ્યાં. ધણા લોકો તેનાં દનનો લાભ લેતા હતા. જ્યારે સને ૯૮૮ માં શાહઅશ્રુતુદ્દાખને ગુજરાતમાં પાછા પૂરવાની પરવાનગી મળી ત્યારે દરખાસ્ત કરી કે ગુજરાત મકકાનું દ્વાર છે. જો આના હેાય તે પગલાં લઇ જઇ તેનુ ધામ ખાંધુ' અને તેની ઉપર ઘુમટ કરી દઉં અને તેની સેવા આ દાસને કરવાની આજ્ઞા મળે ઘણીવાર એ અરજ કર્યાથી બાદશાહે તેની વિનંતી કૃપા કરીને સ્વીકારી જેથી મજકુર સૈદ પગલાંને અહમદાબાદમાં અસાવલે લાવી જ્યાં તેનું ધર હતુ ત્યાં જોશીના અભિપ્રાયને અનુસરીને:તથા કારીગરાના મત પ્રમાણે ધામ તથા ઘુમટ બાંધવામાં શકાયે. તે ઇમારત છ વર્ષમાં પુરી બંધાઈ રહી.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy