SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૨ ] પહોંચ્યો ત્યારે તેણે સુરત તરફ ધ્યાન પહોંચાડ્યું. ભરૂચ મુકામે તાહીરખાન ભારફતે રામનગરનો ગરાસીઓ આવી મળ્યો. તેણે બારહજાર રૂપીઆ, ચાર ઘોડા અને બે મુઠો પેશકશી દાખલ ભેટ આપી. તેને ઘોડા તથા પિશાકથી માન આપ્યું, તે ઉપરાંત પંદરસો પગારનું માન આપ્યું અને એવો ઠરાવ કરી દીધો કે એકહજારની ફેજથી નાઝીમ (મેનેજર) સાથે બાદશાહના કામમાં હાજર રહેવું. ગુલરૂખબેગમ પોતાના દીકરા મુઝફફરહુસેનને લઈ, મેહેરઅલી સાથે દક્ષિણથી આવે છે, વજીરખાન અહમદાબાદમાં કિલ્લેબંધ થાય છે, સરનાલની લડાઈ, બાજબહાદુરની ઇમહીમહુસેનમીરાના હાર, પાટણથી રાજા ટોડરમલનું આવવું, વજીરખાનને દીકરા મુઝફફરહુસેન ટોડરમલ લડવા તૈયાર કરે છે, હુલ્લડખોર નાસી ખં, મીરજાનું બંડ. ભાત જાય છે, ગુલરૂખબેગમની સૈઈદ હાશમ ઉપર ખંભાત આગળ ફત્તેહ, ધોળકા આગળ ગુલરૂખબેગમ બહાદુરી દેખાડે છે, રાજા ટોડરમલ પિતાના પુત્ર સહિત કેદીઓને હજુરમાં મોકલે છે, અને ડુંગરપુર વાળો સહસમલ રાજા ટોડરમલને મળી શકશી આપે છે. બાદશાહે ગુજરાત સર કરવા વખતે સુરતના કિલ્લાને ફતેહ કરવાને વાસ્તે ચઢાઈ કરી હતી તે વેળાએ ઇબ્રાહીમહુસેન મીરઝાના દીકરા મીરઝા કામરાનની દીકરી ગુલરૂખબેગમ : પિતાના દીકરા મુઝફફરહુસેન મીરઝાને લઈ દક્ષિણ દેશ તરફ જતી રહી હતી. તે દેશમાં તે કેટલોક કાળ સુધી ભટકતી રહી, અને વિયોગનો પથરો મીરઝાઓનાં કાર્ય સિદ્ધ થવામાં આડે આવ્યો. તેનું વર્ણન તેને ઠેકાણે લખવામાં આવ્યું છે. આ વેળાએ તે બેગમ પિતાના દીકરાને લઇ કેટલાક લુચ્ચાઓ કે જેમાં મહેરઅલી નામના આગેવાન હતો તેની સાથે મળી ગઈ. તે હુલ્લડખોરો ગુજરાત દેશના દુઃખ વધારનાર બની ગુજરાત ભણી પીડા તથા તોફાનની ઝંડી ઉડાવતા આવ્યા અને ખુદાઈ કૃપા આવી રીતે મદદે આવેલી હતી કે–બાદશાહે આ બનાવ બનતાં પહેલાં રાજા ટોડરમલને ગુજરાતની જ તપાસણીના અર્થે અને કેટલાક બંદોબસ્તને વાસ્તુ અત્રે મોકલ્યો હતો. લખવા મતલબ કે વજીરખાનની પાસે સન્યા ઠીક નહોતી અને વળી તેના કરમાં ટંટાના આતુર (કજીઆખોર) અને દગાખોર હતા. તેથી લાચાર થઈ સમયસુચકતાપુર્વક દર્શ કબુદ્ધિ વાપરી કિલ્લેબંધ થવામાં તેને હાપણ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy