SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૩ ] : “જોકે શત્રુઓ ધણા છે પરંતુ ખુદાઈ સહાયતા અમારી સાથે છે.” અમારા સાથીઓએ પણ એવા નિયમ પાળવા જોઇએ કે, દીલમાં કાઇપણ રીતે ચુપચુ થાય નહીં, ને એક મન તથા એક તરફ મેઢાં કરી, આ ફેાજ કે જેની ઝંડી ...રાતા રંગની છે તેના ઉપર એકદમ જયઅર્થે ટુટી પડે. કેમકે એવું જણાયુ છે કે, મુહમ્મદહુસેન મીરજાએ રાજ્યના દાવેદાર બની પેાતાનાં નિશાનેા શતા રંગનાં કર્યા છે અને ઘણાજ અભીમાનને લીધે પાતાની ફ્રેાજથી જુદા પડી ઘણીજ ઉતાવળથી આવેછે. તે વખતે શાહ ફુલીખાન મેહરમ તથા હુસેનખાંએ બાદશાહને અરજ કરી કે, આ વખતે ઘેાડા કુદાવી દેવા જોઇએ, કે જેથી આ અભીમાનીને શિક્ષા મળે. બાદશાહ મહાબુદ્ધિથી ઘેાડાને ધીમે ધીમે ચાલથી કુદાવતા જતા હતા. તે એટલે સુધી કે એઉ ફાળે પાસે પાસે આવી લાગી પરંતુ કરેલી ગોઠવણુ ટકી શકી નહીં. કેટલાક વગરમનના માણસા rr :) આ પ્રથમ ટુકડી ઉપર ટુટી પડયા. જ્યારે શત્રુ પાસે આવી લાગ્યા ત્યારથીજ બાદશાહ ઘેાડા કુદાવવાનું ધારતા હતા. જે વખતે ધાડા કુદાવવાના હતા તેજ વખતે હાપા ચારણે કહ્યું કે આ વેળા અશ્વ નાખવાના છે. એટલું કહેતાંમાં તા ઘોડા નાખીજ દીધા. કહેવું ને નાખવું એજ સમયમાં થયુ. આ બહાદુર બાદશાહ પેાતાના શરા લડવઆ સહિત તલવાર તાણીને એકદમ ત્રુ ઉપર અલ્લાહો અકબર ને નાદ પેાકારી ટુટી પડ્યેા. આ વખતે શત્રુઓએ છેડેલાં ખાણા કે જે બાદશાહી લશ્કર ઉપર આવતાં હતાં તે પૈકીનાં એક બાજુથી એવા તેા ધાંધાટ ઉત્પન્ન થયા કે, શત્રુના નામીચા હાથી પૈકી એક હાથી ગભરાને ગાંડા બની નાસી ગયા. એથી શત્રુની પડતી તથા ભાગનાસનું એ પણ એક કારણ થઇ પડ્યું. આ રણુસ ગ્રામના સિંહ બાદશાહ એકલાજ રણસંગ્રામમાં ઉભા રહો. તેની સેવામાં તારાચંદ તથા ખિલાવરખાન શિવાય કોઈ હતું નહીં. આ એકલાપણાના અવસરમાં તેના કેટલાક લુહરામ નાકરા સહિત મુહમ્મદ હુસેન મીરજા બાદશાહની ઉપર આવી પહેાંચ્યા. સંગ્રામમાં કેટલાક બહાદુર લોકોથી ઘણાં અક્બરની જવાંમરદી, જાણવાજોગ બહાદુરીનાં કામેા થયાં. આ ઝપાઝપી વેળાએ એક શત્રુ બાદશાહ ઉપર આવી પહોંચ્યા અને ધેડાને તલવાર મારી, જેથી ઘેાડા એપગે થઈ ગયા. બાદશાહે ડાબા હાથથી ઘેાડાની લગામ ખેચી * ઝાલીને તેને સામે ઉભેા કર્યા અને ઝડપથી તે શત્રુને ખરછે! માર્યાં, તે ખભાતી
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy