________________
[ ૧ર૦ ] દમ બેસી ગયો. તે વખતે રાજા ભગવંતદાસે આવી ગુજરાતની છતની શુભ વચનીક વધામણી કહી અને એવી અરજ કરી કે, જય પામવાનાં ત્રણ ચિન્હો પ્રગટ થયાં છે, કે જેઓ હિંદુસ્તાનના દરેક અનુભવીના ધાર્યા પ્રમાણે ઘણી વારતવીક જ્યની નિશાનીરૂપ છે. પ્રથમ એ કે, આવા અવસર ઉપર ભાગ્યશાળીનો ઘોડો બેસે, બીજી નિશાની એ કે, જય પામતા લશ્કરની પેઠે વાયુ વાય અને સામા લશ્કરવાળાઓના સન્મુખે પહોંચે અને ત્રીજું ચિન્હ એ કે ઘણા કાગડા અને ગીધ સાથે ચાલે; તે અમારી સાથે આવે છે. એ સાંભળી બાદશાહને આનંદ થયો.
હવે શત્રુની સન્યાની સંખ્યા વીશહજાર માણસની લગભગ વધારે હતી અને બાદશાહની સેવામાં માત્ર કેટલાક ગણ્યા ગાંઠયા માણસો હતા. તેઓ સાથે ઘણો લાંબો પંથ કાપી નવ દહાડાની અંદર ઘણી દઢતાથી બુધવાર તારીખ ૫ જમાદીઉલ અવ્વલને દહાડે રણસંગ્રામ પર આવી પહોંચ્યો.
જ્યારે બાદશાહી ફોજ શત્રુઓની નજીક જઈ પહોંચી અને મોટાખાન (સુબો) તથા ગુજરાતના લશ્કરના આવવાનું કંઇપણ ચિહ જણાયું નહીં તે વખતે ખુદાની સહાયતા ઉપર મનને દ્રઢ કરી યુદ્ધનું કામ આરંભી નગારાં ઠેકવાની આજ્ઞા કરી, શત્રુઓ અક્કલના આંધળા, પિતાના ઘણું માણસો છે એમ સમજીને અભિમાની બનેલા હતા અને બાદશાહી લશ્કરને પૂર્ણ રીતે ઘેરી લઈ શેરખાન પિલાદીની આવવાની વાટ જોતા હતા. જ્યારે સરકારી સન્યા સાબરમતી નજીક પહોંચી ત્યારે આજ્ઞા આપી કે, જે પ્રમાણે ફાજની ગોઠવણી કરવામાં આવી છે તે પ્રમાણે પાણીમાં ઉતરી આગળ વધવું. અમીરો ગુજરાતના લશ્કરની વાટ જોઈ આગળ વધ્યા અને આતુર જોતાં ઉભા રહ્યા. આ વેળાએ આશરે ત્રણસો ગુજરાતી વાર કે જેઓ સરખેજથી ભુલા પડ્યા હતા, તે જોવામાં આવ્યા. તે વખતે બાદશાહે ખાસાના બંદુકવાળી જેવા કે સાલીવાહન, કદરકુલી અને રણજીત–તેઓને હુકમ કર્યો કે આ દુષ્ટ શત્રુઓ ઉપર બંદુકો ચલાવો. આ હુકમ થયેલે સાંભળી તે લેકો ન ટકી શકવાથી નાસી જઈ પિતાના મોરચાઓ તરફ જતા રહ્યા. હવે તે રણભૂમીઉપર ભુંગળો તથા રણશીંગાં ને કાના નાદથી ગર્જના થઈ રહી હતી; તેથી કેટલાક શત્રુઓને એમ લાગ્યું કે આ શેરખાન પિલાદી આવતો હશે, અને કેટલાક એમ ધારતા હતા કે કલાનખાન પાટણથી મોટાખાનની દિકે