________________
[ ૧૧૩ 1 શવ્વાલ માસની તારીખ ૨૩ ગુરૂવારના દિવસે મજકુર સનમાં કિલાવાળાઓએ લજવાઈ ગએલાં ભરતક બાદશાહના પગ આગળ મુક્યાં અને ખુદાને પાડ માન્ય. જાનમાલ અને આબરૂ સર્વની બચી ગઈ. પરંતુ એક અભીઓ વારંવાર બકતો અને હઠા મશ્કરી મચાવી પિતાનું કામ કરતા હતા તેથી તેની જીભ કાપી નાખવાને હુકમ થયો. બીજે દિવસે બાદશાહ કિલાની ભેટ લેવાને ગયા અને મોટી સુલેમાની તોપો કે જે આકાશની ગર્જનાની ઉપમાલાયક હતી તે બધી તેને પોતાની રાજધાની આ ગ્રામાં લઈ જવાની આજ્ઞા કરી, તે તોપ સુલતાન સુલેમાન કોનસ્ટેટીપલના સુલતાનની હતી. તેણે હિંદુસ્તાનમાં આવેલા ફિરંગીઓના બંદરોને જીતી લેવાને મનસુબે મોટી તોપ તથા ભારે લશ્કર મે કહ્યું હતું, પરંતુ ગુજરાત વિગેરેના રાજકર્તાઓની મદદ નહીં મળવાથી નિરાશ થઈ અત્રેથી પરત ગએલો અને તોપોને સાથે લઈ જઈ શક્યો નહીં. તે બધી તોપ સુરતના કિલ્લામાં રહી ગઈ હતી.
આ સંક્ષેપને લઘુ વિરતાર એ છે કે, એક રાત્રે બાદશાહ પિતે સુશોભીત સભામાં તે ઘણું આનંદમાં હતો તે વખતે રજપુતાના શૂરાપણાની વાતો ચાલતી હતી કે, તે લોકોમાં જીવની કાંઇ પણ બુજ કે કિંમત જ નથી. જેમકે કેટલાક રજપુતે, એવી બરછી કે જેની બેઉ તરફ તિવ્ર ણી હોય તેવી એક માણસના હાથમાં આપે છે, ને તે તેને કઠણ મજબૂત પકડી ઉભું રહે. પછી તે બહાદુર લોકો કે જેઓ બરાબરીના હોય તેઓ બરછીની અણીને પિતાની છાતી સામી મુકી તેની આગળ દેડે છે, કે જેથી બેઉની પેઠે થઈ બરછીની અણીએ પાર થઈ જાય છે. તેવી રીતે બાદશાહે પોતે પોતાની ઉપયોગી તલવારની મુઠને દીવાલે મુકી અને તલવારની અણી પોતાના પેટ તરફ રાખીને કહ્યું કે હું પોતે મારી જોડીઓ રાખતું નથી કે રજપુતોની રીતે કસરત કરું. મારે માટે તે એજ ઠીક છે કે એજ તલવારથી વાર કરૂં. આ જોઈ હજુરીઆએ અચરત પામી ગયા કોઈમાં એકપણ શબ્દ ઉચ્ચારવાની શક્તિ રહી નહીં અને વાત કરવાની હિમ્મત પણ ન રહી. આ વેળાએ રાજા રાજા માનસીંગ ખરો માનસીંગે ખરા અંતરના પ્રેમને લીધે હિમ્મતથી શુભેચ્છક. દોડી જઈ એવા જોરથી તલવાર ઉપર હાથ માર્યો કે તલવાર બાદશાહના હાથમાંથી છુટી દુર પડી, અને અંગુઠાના
1 Sultan Solomon the terror of Europe.