SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ [_૧૦૮ 1 તે દૂરથી જણાયા. થોડીક વટ ગયા પછી મહીનદીના કાંઠા ઉપર ડગલાએ પહેરવાને હુકમ કર્યો તે વખતે બાદશાહ સાથે ચાલીસ માણસેાથી વધારે માણસા નાહાતા. આ બિના એવી છે કે ખરા આપતકાળને વખતે ફાજ આવી પહેાંચવાની ખબર તેજ વખતે મળી; પરંતુ અમીરા તરફ ઢીલ કરી આવવાના કારણથી ગુસ્સામાં આવી આજ્ઞા કરી કે આ માણસેાને લડાઇમાં સામેલ થવા દેવા નહીં. ત્યારબદ જ્યારે એમ માલુમ પડી અવ્યુ કે મેડા આવવાનું કારણ માત્ર રસ્તા ભુલ્યાથી બનેલું છે; તે સિવાય કેાઇ જાતની કસુર નથી ત્યારે છેવટે સલામ કરવાનું માન તે લોકોને મળ્યુ. પછી સઘળું લશ્કર ભેગુ મળ્યું. આ લશ્કર અને સિપાહી સરકારી સ્વારીમાં ભળી ગયા અને મહીનદી ઉતરવામાં કુંવર ફાનસીંગ કેટલાક માણસે। સાથે આગેવાન થયા. ઇબ્રાહીમ હુસેન મીરઝા આ બાદશાહી જય પામતા સિપાહીએ કે જેઓ ખરેખાત ભાગ્યના તેજસ્વિ પ્રકાશમાં ચળકી રહ્યા હતા તેને જોઈ બાદશાહના દાને એળખી ગયા. પેાતાના વહાલા મિત્રને કહેવા લગ્યા કે, જુઓ ! એજ બાદશાહ છે કે જે, ઘણા ઉમગભર ઉતાવળમાં આવેછે, પે તે ભાગ્યમાં અભાગીએ હાવાને લીધે તેજ વખતે લડાઇની તૈયારી કરવા માંડી અને કેટલાક માણસા, કે જેમના માથા ઉપર મેાત સરનાલની લાઈ. ભમતું હતું તેની સાથે ટેકરા ઉપર તાપ લઇને તત્પર ઉભા થયેા. જ્યારે તે કર્મી બાદશાહ નદી ઉતરી રહ્યો (આ જગ્યા ગુજરાતી ખેલીમાં કોતરવાળી કહેવાય છે તે હતી તેમાં જવાનું હતુ.) ત્યારે જયના ખંતીલા શુરા આગળ વધવાની આતુરતામાં ગાઢ વણાની યુક્તિ ભુલી ગયા અને દરેક જણને જેમ કાલ્યું તેમ રસ્તા ખાળી જવાનું મન થયું. હવે શહબાઝ સરકારી સ્વારીના ચેક માણસને હિમ્મત કરી નદી ભણી આવેલા સરનાલ દરવાજા ઉપર ચઢી ગયા અને કેટલાક લોકો કે જે તેને વધતે અટકાવવાને અડચણ કરતા હતા તે ઉપર મુકઅલ નામના લમાન ગુલામ કેટલાક શુરાઓને લઇને તેમની ઉપર ગયા, તેણે મેાત ભમતા માણસાને તલવારથી મારી નાખી ધુળધાણી કરી દીધા; અને તે ફેજ કે જે બાદશાહની સાથે હતી તેને લઇ કસભાની અંદર તે બાદશાહ દાખલ થઇ, કસબાની ગલીએ કે જે લોકોથી ચિકર ભરેલી હતી અને આખુ સરનાલ લેાકેાથી ભરપુર હતું તેમાંથી
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy