________________
* [ ૮૮ ]
ધર્મઅધ્યક્ષ શાહજહાન બાદશાહે એક રાજ્યસન રત્નજડિત્ર મયુર આ કારનું એક કરોડ રૂપીઆની કિમતનું તૈયાર કરાવ્યું ને તેની ઉપર બિરાજ્યો. તે પહેલાં ખુદાની બંદગી કરી ધાર્મિક વચને ઉચાર્યા, અને પાસે મિસર દેશ અને હાથી દાંતનું રાજ્યસન હતું તે ઉપરથી દાવો કરવા લાગ્યો કે હું મોટો ખુદા છું. એવી રીતે લબાડ શબ્દોથી પિતાની જીભને
અપવિત્ર કરી ત્યારબાદ હું આવા રાજ્યસનનો ધણી છું અને રાજ્યનો સત્તાકે, ધારી છું તોપણ ખરેખરો પૂજ્ય જે ખુદા છે તેના દાસપણાનો દાવો કરી શકતો નથી. અરે ! હું કેવો ! મને જે પવિત્ર ખુદાથી પૂર્ણ આશા છે તે આ મારા વંશને સંસારના અંત સુધી રાધારણ આસન ઉપર નિત્યે ચાલુ રાખે.
ગ્રહચક્રને લીધે હેરફેર તથા ઘંઘાટા જે આખી સૃષ્ટીમાં ઉત્પન્ન થયા તેમને જે તત્વશોધક ચક્ષુથી જોઈએ તે ઇરાન તથા તુર્કીસ્તાન કરતાં હિંદુસ્તાનની બાદશાહતમાં ખુદાને ઉપકાર માનવા જોગ એ છે કે હજી સુધી એ દેશને ધણી ઉભે છે સન ૮૦૧ હિજરી. અને એનું કારણ માત્ર ખુદાની મહેરબાની અને આ નામીચા ખાનદાનની શુભેચ્છા શીવાય બીજું કંઈ નથી.
અમીર તેમુર, સાહેબ કિરાન અને ગુજરાત.
એમણે હિન્દુસ્તાનના રાજ્યને જીતી લીધું અને એક આખું વર્ષ આ દેશ તેમના તાબા તળે રહ્યો. તેઓ આ સાલના છેવટમાં સમરકંદની રાજ્યધાની તરફ ગયા. આ વખતે દિલીનો બાદશાહ સુલતાન અહેમુ હતો કે જે સાહેકિરાની સન્યાના ધસારાને લીધે હાર પામી ગુજરાત ભણી ઝફરખાં પાસે ગયો હતો. ઝફરખાંએ હજી સુધી પોતે સુલતાન છે એ વાવટો ઉો નહોતો કર્યો ને મુઝફફરશાહ બન્યો નહોતો. જ્યારે પિતાને જેવી આશા હતી તેવું તેનાથી ન મળવાથી તે માળવા તરફ કુચ કરી ગયો. એ બધું મિરાતે સિકંદરીમાં લખેલું છે. જ્યારે રાજ્યસત્તાનો વખત ઝહીરૂદીન મુહમ્મદ બાબર બાદશાહ ( સાહેબ કિરન અમીર તેપુર ગોરગાનનો દીકરો) નો આવ્યો ત્યારે પોતાની રાજ્યધાની કાબુલથી હિન્દુસ્તાન સર કરવા નિકળ્યો અને સન ૪૩૨ માં દિલી તથા આગ્રાની રાજધાની જીતી લીધી અને સન ૯૪૨ હિજરી.