SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] વાતે મને સોંપાઈ હતી. તેને પાંચ માસ કરતાં વધુ ગર્ભ રહેલ હતા જેથી તે પડ્યો નહીં અને તેણીએ આ પુત્રનો જન્મ આપ્યો. તેને હું છાનોમાને પાળતો હતો. હાલમાં આ છોકરા સિવાય આ રાજ્યો કોઈ બીજે વારસ નથી. સઘળા લોકોએ પણ કબુલ કરી તેને રાજ્યાભિષેક કર્યો અને તેનું નામ સુલતાન મુઝફફર ઉર્ફે મુઝફફર નહતુ મુકયું. કેટલાક માસ પછી તેમાદખાએ ફતેહખાં બલુચથી વેર લેવાને મુસાખાન અને શેરખાન કે જેઓ પાટણમાં હતા તેમની ઉપર લશ્કર સહિત ચઢાઈ કરી. પરંતુ સુલતાન સન ૯૬૯ હિજરી. અહમદના ખૂન થવાના કારણથી તેની બીક રાખી હતી. જ્યારે તે પાટણ નજીક પહોંચ્યો ત્યારે મુસાખાન અને શેરખાનથી લઈ થઈ, તેમાં થોડીકજ મારફાડથી એતેમાદખાનને હાર મળી. અમીરો વગરલડાઈએ હારી ગયા અને અહમદાબાદ પાછા આવતા રહ્યા. ત્યાર બાદ ફરીથી સન્યા ભેગી કરવાની તજવીજે ઘડવા લાગ્યો. જોકે ઘણી ગોઠવણો કરી પરંતુ અમારે પૈકી કોઇએ તે ઉપર ધ્યાન દીધું નહીં અને દરેક પિતાના તાલુકામાં જઈને બેઠા. એતેમાદખાન પોતાને જે લશકર મળી આવ્યું તે લઈને બીજી વખત મુસાખાન તથા શેરખાન ઉપર ગયો અને તેમાં પણ હાર પામી પાછો અહમદાબાદ આવ્યું. આ લડાઈ સન ૪૬૮ હિજરીમાં થઇ. હવે અમીરમાં માંહોમાંહે કુસંપ અને તાણમતાણી ઉઘાડી રીતે થવા લાગી. એતેમાદખાન થોડા લશકર સાથે બહાર નિકળ્યો, અને ઇમાદુલ મુલ્ક દીકરા ચંગીઝખાંએ તે શહેરને કબજામાં લીધું. તેને સીધી લોકોએ મારી નાખે. આ વર્ણનનો વિસ્તાર અને આ દેશની ગરબડ ઉભી થવાની કેફીઅત મિરાતેસિકંદરીમાં લખાએલી છે. સિવાય મરહમ અકબરશાહનું આ દેશ ઉપર લશ્કર લઈ આવી સર કરવું અને મુઝફફરના અંત વિષેની હકીકત મેટા ખાન મિરઝા અઝીઝ કેકલતાશની સન ૧૦૮૦ માં બીજી વારીના વર્ણનમાં વર્ણાશે. ( જે ખુદા સહાય થશે તે ) હવે વર્ણનકાળ તે આવ્યો છે કે, સુંદર ભટકાત કલમ રૂપી મુશકી ઘોડાની લગામ, જેઓ મરહુમ અકબરશાહથી છતાયું તથા તે હાકો કે જે ગુજરાત દેશ જીતવાના પ્રારંભથી વખતો વખત નમાયા હતા તેમની ભણી મજકુર લગામ મરડાય; અને એ
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy