SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૫ ] અર્થ–મઠક પ્રદક્ષિણા કરવાને જ્યારે બેહરામે જોતી પહેરી.- ધાર્મિક મૃત્યુથી રસ્તામાં તેનું કામ પૂરું થયું. એ બનાવ વિષે આસ્માનના ફરીશ્તાએ વર્ષ બતાવવા કહ્યું કે સજીવન મતથી મુહમ્મદ બેહરામ ભરાયેસારપછી હુસેન કુલીખાનની યોજનાથી, જેને ખાનજહાનની પદવી હતી તેના શબને કાઢી ત્યાંથી પવિત્ર મશહદ શહેરમાં લઈ જઈ દાટવામાં આવ્યું. ઓચિંતા બનાવથી પાટણના લુચ્ચાઓએ લુટફાટ કરવા હાથ લાંબા કરી બીરમખાનના લશ્કરમાંથી કંઇપણ મુક્યું નહિ. ખ્વાજા મલેક અને બીજી એક ટોળીએ બીરમખાનના પુત્ર અબદુર રહીમ કે જે માત્ર ચાર વર્ષનો હતો તેની માતુશ્રીને ત્યાં કેટલાક ચાકરોને આ બનાવ સ્થળથી મહા મહેનતે એક કેરે કરી તેઓ એહમદાબાદ રવાને થયા અને એહમદાબાદમાં ચાર મહિના રહીને મૃત્યુ પામ્યા. સુલતાન મુઝફફર. (મુઝફફર નહg) (બીજા સુલતાન મહમુદને દીકરે અને ગુજરાતને છેલ્લે સુલતાન) સ્વરાજ્યની સમાપ્તિ. સુલતાન અહમદના કપાયા પછી શુબરાત માસની ૬ ઠી તારીખ સન ૮૬૮ માં એતેમાદખાએ સુલતાન મુઝફફરને તખ્તનશીન કર્યો. પરંતુ કેટલાક ઇતિહાસીઓનો સન ૯૬૮ હિજરી. એવો મત છે કે, જ્યારે ગુજરાતી સુલતાનના વંશમાં કોઈપણ માણસ રાજ્ય કરવાની યોગ્યતા ધરાવનાર નહોતો રહ્યો ત્યારે એતેમાદખાન કે જેની ઉપર રાજ્યનું ધોરણ હતું તેણે નહનુ નામના છોકરાને રાજ્ય સભામાં લાવી સમયાદ દેવડાવ્યા કે આ પુત્ર બીજા સુલતાન મહેમુદને છે, તેની માતા એક ગર્ભવતી છોકરી હતી ત્યારે તેનો ગર્ભપાત કરવાને ૧ આ વાત બનાવટી છે કેમકે સુલતાન અહમદની વખતે કોઈ પણ ગર્ભવતી નથી એવું એમાદે કહ્યું હતું. સ્ત્રી
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy