________________
[ ૮૭ ] પણું જે સુલતાન પધારે તે કાલકરારને ઠરાવ નક્કી કરવામાં આવે. જે ઓરડામાં એતેમાદખાન સંતાએલો હતો તેના બારણું આગળ સુલતાનના બેસવા સારૂ એક પાટ મુહતો. સુલતાન આવીને પાટઉપર બેઠો અને વજહુલ મુલ્ક વાત ફરીથી ચલાવી કોલકારો માગવા લાગ્યો.સુલતાને જે રીતે મધ્યસ્તથી કહેવરાવી મોકલ્યું હતું તેજ પ્રમાણે રૂબરૂમાં કહી દીધું; તે એવી રીતે કે, એતેમાદખાએ પણ સઘળું સાંભળ્યું. તેથી તરતજ ઓરડીમાંથી બહાર આવી કહેવા લાગ્યો કે, મેં તારાવિષે શું ખોટું કર્યું છે કે મને તું મારી નાખવાવાસ્ત કોલકરાર ઠરાવે છે? એતેમાદખાનને જોતાંવારજ સુલતાનને ધાસ્તી લાગી. એમદે પોતાના ગુલામોને હુકમ કર્યો જેથી તેમણે તલવારનો ઘા કરી સુલતાનને મારી નાખી સાબરમતીની ૯૬૮ હિજરી. " રેતી કે જે ભદ્રના મેહેલો નિચે વહે છે તેમાં નાખી દીધો. આ બનાવ સોમવારની રાત્રે શબરાત માસની પાંચમી તારીખે ૯૬૮ હિજરીમાં બન્યો. એનું વર્ષ “બેગુનાહ કુસ્તા શુદ=વગરઅપરાધે ભરાયો, એના અક્ષરોમાંથી પણ નિકળે છે. બીજે દિવસે એવી વાત ફેલાઈ ગઈ કે સુલતાન નાસી ગયો. પરંતુ જ્યારે તેની લાશ મળી આવી ત્યારે વધુ તજવીજ કરી તે માલુમ પડયું કે કાઈ પાસેના માણસે તેને મારી નાખ્યો છે. ત્યાંથી ઉંચકી લાવી તેને અમદાવાદ વસાવનાર સુલતાન એહમદના રોજામાં દાટવામાં આવ્યો.
દેહો, રાજ્ય ઠાઠના તાજમાં, જીવ જોખમ છે સાર,
મન હરનારું મુકુટ પણ, શીરસાટે શણગાર;
એજ વર્ષે સુલતાનનું ખુન થયા પહેલાં પાટણમાં–બીરમખાનનું ખુન થયું. તેની ટુંક હકીકત એવી છે જે, અકબરનામામાં લખાએલું છે કે અકબર બીરમખાનનું મૃત્યુ. બાદશાહે તેને મકકે જ હજ કરવાની પરવાનગી આપેલી હતી. જ્યારે તે પાટણ શહેર માં પહોંચ્યો ત્યારે કેટલાક દિવસ તેણે તે ભણ્ય મનરંજન ભૂમિમાં વિશ્રામ લેવા મુકામ કર્યો. તે વખતે મુસાખાન પોલાદી ત્યાં કાયમ હુકુમત ઉપર હતો અને કેટલાક અફગાની લોકોનાં ટોળાં ત્યાં ભેગાં થઈ તેને માથે ઘુંઘાટ કરી રહ્યાં હતાં, અને એ દેશને હેરાન કરતાં હતાં. તેઓ પૈકી મુબારકબાન લુહાની હતો. જેના બાપને બેરામખાનના ઉપરીપણું તળે માછીવાડાની લડાઈમાં મારી નાખવામાં આવેલ
વાતી