________________
[ ૭૩ ]. હાળે. ત્યાં આગળ તારીખ ૨૭ રમજાન સન ૯૫૨ માં માદુલ મુલ્કની આયુષના સ્થાને તેડી નાખ્યા. આ બનાવ પછી સુલતાને સઈદ મુબારકને, દરીઆખાન તથા આલમખાન ઉપર નિમી દીધે; તેમને મારીને સઇદ જય પામ્યો અને દરીઆખાન તથા આલમખાનને ગુજરાતની સરહદમાંથી કાઢી મુક્યા. ત્યાંથી તેઓ શેરશાહની પાસે ગયા અને સુલતાની સત્તા ફરીથી સુલતાન પાસે પાછી આવી.
અબદુલકરીમ નામના માણસને એતેમાદખાન અને બીજી એક ટાળીને ભાગ્યશાળીની પદવીઓ અપાઈ. તેમાદખાન ઘણી આવ જવ કરવાથી સુલતાની ભેદને માહીતગાર થઈ ગયો. મેહેલસરામાં સુલતાની આજ્ઞા પ્રમાણે મેહેલની સ્ત્રીઓના કારોબારી બંદોબસ્તમાં હમેશાં તૈયાર રહે. એ વિષે પુરેપુરું વર્ણન મિરાતેસિકંદરીમાં લખેલું છે. દિવસે દિવસે નવીન રિતીથી રાજ્યકારોબાર નવું ઉત્તમપણું પકવા લાગ્યા. અમીરો અને સિપાઈઓને એવા કાયદા કાનુનમાં જકડી લીધા કે આજ્ઞા ઉલ્લંઘન કરવાની કોઈનામાં સત્તા રહી નહીં.
આ વખતે સુલતાનના મનમાં માલવા સર કરવાની ઇર્ષા પેદા થઇ. જેથી તે વિષે આસેફખાન પ્રધાનની સલાહ લીધી. તેણે ઉત્તર દીધું કે હું આપને એવા મુલકવિષે દર્શાઉછું કે જે માલવા દેશ કરતાં જરાપણ ઓછો ન હોય, એટલે ગુજરાત દેશને એક ચતુર્થાઉંશ કે જે દેશી રૂઢીમાં વટે કહેવાય છે તેનો ઉપયોગ રજપુત, ગરાસીઆ અને કેળીઓ કરે છે. જે તે ચતુર્થાઉંશ સરકારી જમીમાં આવે છે તેમાં પચીશ હજાર રવારોની જાગીરના મહાલો થઈ શકે છે.' સુલતાને તેમને જપ્ત કરવાનો હુકમ કર્યો જેથી ઈડર, સહી, ડુંગરપુર, બાંસબલા, લુણાવાડા, રાજપીપળા, મહીકાંઠા, અને દાહોદ વિગેરેના ગરાસીઆઓના રાજ્યકારોબારમાં ભંગ ઉતપન્ન કર્યો.
સીરેહી વિગેરે થાણાઓમાં મકાને ઠરાવ્યા કે જેમાં રાજપુત અને કોળીએનું નામનિશાન તમારા તાબાના દેશમાં નહીં રહેવું જોઈએ. પરંતુ જે જમીન ખેડે અને સરકારી મેહેસુલ આપે તે રહે, અને તેઓને પણ જમણું હાથઉપર મોહરસા દીધેલા હોય. હવે વગરદીધેલાને તે પૈકી કોઈ નજરે આવતો તેને મારી નાખવામાં આવતો.
૧ ભરૂસાદાર. ૨ જનાની મેહેલ.