________________
મેહેનત ન પડે. તે આપતા હતા.
દરીઆખાને પાંચ વર્ષ સુધી ઘણા એશઆરામથી દિવસ ગુજાર્યા. જેકે સુલતાનના કાન ઉપર દરીઆખાનના ઘણું લંપટપણાની અને મોજમજાની ખબર પહોંચતી પરંતુ તેથી અજાણ્યો બની જઈ અખાત કરી દેતો, અને દરીઆખાન હમેશાં સુલતાનની શી ઈચ્છા છે તે શોધત હતું. જોકે સુલતાનની યોગ્યતા ખોળવામાં તેણે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કઈ વાટ મળી નહીં, તેથી વારંવાર કહેતો હતો કે “હું આ જુવાન માણસના કામમાં આશ્ચર્ય પામું છું. એટલે સુલતાનની યોગ્યતામાં ખરે એ નિપુણ, બુદ્ધિવાન અથવા તો ઉત્તમ પ્રકારનો મુખ છે.
ભોગ જોગે કેટલાક દિવસે આલમખાં લોદીએ દરીઆખાનથી પિતાની જાગીરમાં જવાની રજા લીધી અને તે તરફ ગયે. તેનું કારણ મિરાતે સિકંદરીમાં નોંધાએલું છે. દરીઆખાનનું એના તરફ મન નારાજ થયું હતું.
આ વખતે એવી ખબર આવી કે ઈમાદુલમુક માલવામાં કાદર બાદશાહ પાસે આવી ગયો છે અને તેની ઘણી મહેરબાની સંપાદન કરી છે. દરીઆખાને આ બનાવથી નારાજ થઈ કાદરશાહ ઉપર બીજા સુલતાન મહેમુદ તરફથી હુકમ મોકલાવ્યો કે “ઈમાદુલ મુલ્કને પકડીને મોકલી દેવો અથવા પિતાના રાજ્યમાંથી કાઢી મુકવો’ કાદરશાહે જોઈએ તે ઉત્તર ન આપો તેથી દરીઆખાને ગુસ્સે થઈ જઈ, કાદરશાહ ઉપર ચઢાઈને અર્થે તંબુ ડેરા બહાર ઠોક્યા. ખામંદરેલના મહેલો કે જે, કાંકરીઆ તલાવ નજીક છે તેમાં આવી ઉતર્યો અને સઘળું લશ્કર ભેગું કરવાનું રાજ્યના ચોમેર આસપાસ હુકમો લખ્યા. તે પોતે દરરોજ દિવસનો પહોર દહાડો ચઢે સુલ તાનની સેવામાં એક બે ઘડી બેસી, પાછો શહેરમાં પિતાને ઘેર આવી મેજમજા માલતે. જ્યાંસુધી સુલતાન કાચી ઉમ્મરને હતો ત્યાં સુધી દરેક રીતે અખાડા કરીને ચલાવી લઈ સહન કરી લે. પિતાને સત્તા નહીં તેથી નિત્યે દુ:ખી રહેતો.
તે અહીં સુધી કે એક દિવસ સુલતાનને સૈયદ મુબારક બુખારી સાથે નાચ, સભા અને રાગ સાંભળવાને આમંત્રણ કરી પોતાને ઘેર પધરાવ્યો. બેઉએ આખી રાત તમાશો જોયો. રાતના પાછલા ભાગમાં દરીઆખાન
૧ મેહેમુદાબાદ નજીક ભમરીઆ કુવાવાળા સૈયદ મુબારક.