SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૭ ] ખહાદુરી. અને ભારહાર સિપાહીએ કે જેઓ સુલતાનના નોકર હતા. “મણે કિલ્લાની દીવાલને ખાતર દઇ એક તીરના ફળ જેટલી રાંખી ઉડાડી દીધી. આ જોઇ સલહદીએ સુલતાનની સેવામાં કહેવડાવ્યું કે હું. મુસલમાન થા અને કિલ્લે ખાલી કરી સ્વાધિન કરૂં. આ સાંભળી લખમીસીને સલહદીને કહ્યું કે શામાટે કિલ્લાને હાથથી ગુમાવે છે ? મારા દીકરા ભુપત, રણાની પાસે ગયા છે, રાણાના ચાળીસહજાર સ્વારે। અને અગણીત પેદલા પેાતાની સાથે મદદમાટે લાવે છે માટે કુમક આવતાં સુધી આપણે ટાળમ ટાળી કરીએ. જેથી સલહદીએ આવીને સુલતાનને અરજ કરી કે આજે લખમીસીનને રજા આપશે। અને કાલે કિલ્લા હવાલે કરશે, સુલતાને રજા આપી. ખીજે દિવસે ગઈકાલના કરારમાંનું કંઈ જણાયું નહિ અને કુમક કરવામાટે રાણાના આવવાની ખબર સુલતાનને થઈ જેથી તેણે મુહુમ્મદશાહ આસિવાળાને તથા ઇમાદુલમુકને રાણાની સામા ગાઢવી દીધા. ઈમાદુલમુશ્કે, ભારે લશ્કરથી રાણાના આવવાની ખબર સુલતાનને કરી દીધી તેથી સુલતાન ઈમ્તીઆરખાનને ધેરાનું કામ સોંપી પેાતે જલદ કુચથી ત્યાં ગયા. ( એવુ કહેછે કે તે અહર્નિશમાં સિત્તેર ગાઉ કાપતા હતે.) તે ત્રીશ સ્વારે।સાથે લશ્કરને જઇ મળ્યા. રાણાના જાસુસાએ સુલતાનના આવી પહોંચવાની ખબર રાણાને કરી; તે સાંભળતાંજ યુદ્ધની અશક્યતા દેખાડી પાતે એક મીજલ પછી રહ્યો અને પેાતાના ભરેાસેદાર માણસને સુલતાનની સેવામાં મેાકલી અનહદ કાલાવાલા કહેવરાવ્યા. આમ કરવાનું કારણ માત્ર એ હતું કે આવાં ખાનાં કરી તજવીજ કરવી કે સુલતાન પેતે આ લશ્કરમાં આવેલ છે કે નહિ ? આ વેળાએ વળી એક એવી ખબર ફેલાઈ કે ગુજરાતથી અલગખાન છત્રીશહજાર વારા, તેાપખાનું અને ધણા હાથીઓ લઇને આવી પાડાંચ્યા છે. રાણાએ તરતજ અવળે ડ કે નાસવા માંડયું, સુલતાન પણ તેની કેડે દોડ કરીને ધણીજ ઉતાવળે ચિતાડ પાડાંચ્યા, પરંતુ રાણા સુલતાનના આવી પાહોંચ્યા આગમચ કિલ્લામાં પેસી ગયેા હતેા. રાણાની સ્થિતિ. રણા નાઠે. ૧ સિક ંદરને ઠાર કર્યાથી ઈમાદુલમુલ્કને શુળી મળ્યા પછી દરખારથી એ પડવી ખા અમીરને મળી.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy