________________
૭૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[
. ૪
ગોઠવ્યાં લગ્ન દ્વારા રૂઢિલગ્નને વાસ્તવમાંશ કવિ કથામાં લાવ્યા છે, પણ ઉષા પિતાની જગ્યાએ એ લક્ષ્મીપુત્રને પરણવા ચાહતી પિતાની બહેનપણીને માહ્યરામાં બેસાડી દઈને તે પછી માતાપિતાને જ સંમત કરાવી લઈ નાયક જોડે પરણે છે એમ ગોઠવી કવિ કથામાં વસ્તુ ને કાર્યની દષ્ટિએ સંદેહ, અને અણધાર્યા સુખદ અન્તનું સહેજ નાટકી લાગે એવું તત્વ પણ લાવ્યા છે. નાયક-નાયિકાની સ્નેહકથાને લગતા જુદા જુદા પ્રસંગો કે પરિસ્થિતિઓ અને તેમાં તેમનાં હૃદયસંવેદનેને ભાવભરી અને કાવ્યમય અભિવ્યક્તિ આપવામાં કવિએ “ઉષા'માં ગદ્યને જે રસાત્મક કે સર્જનાત્મક રીતે ઉલાસથી તાજગીભરી અને મનહર સાલંકાર ભાષા દ્વારા પ્રયોજ્યું છે તે આ કૃતિનું એક આગવું આકર્ષણ બની રહે છે. અંદરનું પ્રકરણ ૯ કવિનું સ્નેહશાસ્ત્ર બની ગયું છે. કથામાં એ અનિવાર્ય ન હતું, પણ અજુગતું લાગતું નથી. સ્વરૂપની દષ્ટિએ ખુશીથી જેને ગુજરાતની પહેલી ગણનાપાત્ર લઘુનવલ કહી શકાય એવું કથાસર્જન નવલકથાના ક્ષેત્રમાં મુનશીના આગમન પહેલાં ગુજરાતની આ પ્રતિભાશાળી કવિને હાથે થયું એને એક સ્મરણીય સાહિત્યિક ઘટના ગણવી ઘટે. ગુજરાતી વાતાવરણ અને જીવનની સાદી સ્નેહકથાને પિતાની સર્જકતાના તેમ પ્રિય સ્નેહભાવનાના જાદુઈ સ્પર્શથી ન્હાનાલાલ એક કાવ્યાત્મક રસાવહ સાહિત્યકૃતિ તેમાં બનાવી શક્યા છે. “ઉષાને એ સૃજનજૂની વાર્તા અને “સહુ ગૃહસ્થાશ્રમીઓ કાજેની ફૂલવાડી' કહીને પોતે એને સર્વકાલીનતા અને સાર્વજનીનતાના અંશેવાળી બનાવ્યાનું સૂચવ્યું છે. એથી કથામાં થોડે અંશે રૂપકનું તત્વ આવ્યું છે. એથી જ, કથામાં વારે વારે નાયકને વાચકને સંબોધી તેની પ્રણયકથાને તાળો આની સાથે મેળવી જવા કહેતે તેમણે આલેખે છે.
એને મુકાબલે અદોદળી લાગે એવી એનાથી બમણ વિસ્તારની કથા સારથિ(૧૯૩૮)ને કવિએ નવલકથાને ઘાટ આપે છે એટલું જ, એમને આશય નવલકથાનું કલાસ્વરૂપ સિદ્ધ કરવાને નહિ પણ પોતાનું રાજકીય દર્શન તે વાટે રજૂ કરવાને છે. એમ કરવા તેઓ પ્રેરાયા તેમના ઈતિહાસના અભ્યાસ અને રસને લીધે, પ્રથમ વિશ્વયુદ્ધ પછીના જગતના પ્રવર્તમાન સમકાલીન રાજકારણ ઉપર એ રસને કારણે પતે રાખતા રહ્યા હતા એ નજરને પરિણામે, તથા જગતમાં સંઘર્ષ અને યુદ્ધની હંમેશને માટે નાબૂદી તથા વિશ્વશાંતિને માટે પૂર્વ-પશ્ચિમના ભેદ સિવાય જગતનાં સર્વ રાષ્ટ્રોને મૈત્રી, એખલાસ, સમન્વય અને સહગને પુણ્ય સંદેશ સુણાવવાની એમની (ગોવર્ધનરામની સાક્ષરજીવનની ભાવનાને અનુરૂ૫) કવિધર્મની ભાવનાએ પ્રેરેલી સદિચ્છાના બળે, “આ ગ્રંથ પણ માત્ર વાર્તા નથી, કે માત્ર મીમાંસા નથી. એક ઇતિહાસ જોતિષીએ યથાશક્તિમતિ વાંચેલી આ તે