________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૭૩ એ પ્રેમતત્વનું જ કાર્ય કવિ જણાવે છે. અંદર મુકાયેલાં તેર ગીતથી નાટક, બેલપટ ને ચિત્રપટમાં પોતે સંગીત ભેળવ્યું માનતા કવિનાં ચારપાંચ ગીતો એમની એ માટેની શક્તિનાં નિદર્શક છે. સમગ્ર રચના લલિત કે સંદરના સફળ ગાયક ન્હાનાલાલને “ભવ્ય” ને “અગમ્ય'નાય એટલી સફળ ગાયક કવિના સ્વરૂપમાં રજૂ કરે છે, એટલા નાટકકાર તરીકે નહિ. નાટસર્જનમાંય પિતાની રીતે ચાલનાર ને મહત્ત્વાકાંક્ષી પ્રયોગ કરનાર તરીકે તેઓ અવશ્ય નોંધપાત્ર પાછા ગણાવાના ખરા.
[3] ગદ્યથાઓ ન્હાનાલાલની વિપુલ સર્જક્તાએ ગદ્યના કથાત્મક સાહિત્યપ્રકારોના ક્ષેત્રને અક્ષણ પથ માન્ય નથી. નવલકથાના ઘાટવાળી બે કૃતિઓ અને લઘુકથા કે વાર્તાઓના સંગ્રહ જેવું એક પુસ્તક તેમની પાસેથી આ કારણે મળી શક્યાં છે. સર્જકતાની દૃષ્ટિએ એમાં સૌથી વધુ સફળ અને આકર્ષક કૃતિ છે ૧૯૧૪માં કાશ્મીરના પ્રવાસમાં ત્યાં વીસ દિવસમાં કવિએ લખેલી અને ૧૯૧૮માં પ્રગટ કરેલી નવલકથા “ઉષા”. કવિનાં પુસ્તકોમાં “ઈન્દુકુમાર” અને “જયા-જયન્ત’ની માફક ઘણું પુનર્મુદ્રણે પામેલ (૧૯૩૦ સુધીમાં તેનાં પાંચ પુનર્મુદ્રણ થયાં હતાં) એ કૃતિ વસંતોત્સવના જેવી કૌમારમાંથી નેહવતિયાં બનતાં તરુણ નાયકનાયિકાનાં સ્નેહ અને સંવનનની કથા છે. નાયકને અનામી રાખી તેના પિતાના બયાનરૂપે તેના શબ્દોમાં પિતાને માટે હેના પ્રયોગથી લખાયેથી આ કથા દૃષ્ટિ મિલન, સ્નેહાદય, અસ્ક્ય, મિલન, સંવનન વગેરેથી થતા સ્નેહનાં વૃદ્ધિ-વિકાસ અને તેમાં નાયકનાં સંવેદનોને વર્ણવતી તથા તેની સ્નેહમૂર્તિ ઉષાની ગુણ સંપન્નતાને તેમ તેના વ્યક્તિત્વને અનેક પ્રસંગો દ્વારા પ્રગટ કરતી સામાજિક વાસ્તવને ખ્યાલ આપવા શેડો વખત વિધન અને વિયોગને અનુભવ બેઉ પાત્રને કરાવી અને લગ્નને સુખાન્તમાં પરિણમે છે, એ કવિનાં ઘણાં નાટકમાંની પ્રણયકથાઓ કરતાં એની વિશિષ્ટતા ગણાય. આપણું વતે, પ, ઉત્સવો વગેરે સાથેનું આપણું સમાજજીવન કથામાં એના વાસ્તવિક અંશેામાં પણ અલબત્ત કવિની ભાવનારસિત લખાવટમાં એમાં પૃષ્ઠભૂમાં સારું રજૂ થયું છે. નાયકની બહેન ચંદ્રિકા ભાઈને અને ભાઈ બહેનને તેના સ્નેહ-સંવનનમાં સહાયક બનતાં આલેખી નાયકની હકથા ભેગી એક સમાન્તર સ્નેહકથા. પણ કવિએ મૂકી છે, પણ તે નાયકની હકથા જેટલી બુલંદ બનાવાઈ નથી. “જન્માષ્ટમીને “શરદપૂર્ણિમાનાં પ્રકરણોમાં ખાસ તો પાછલાના રાસવર્ણનમાં કવિ સોળે કળાએ મન મૂકીને ખીલ્યા લાગે. ઉષાનાં શ્રીમંત કુટુંબના નબીરા સાથે યોજાયેલાં માબાપ