________________
પ્ર. ૨] ન્હાનાલાલ
[ ૭૧ રચનાને જેના વિના ચાલે જ નહિ એવી કાર્યની એકતાને પણ એમણે તેમાં ને મૂકી દીધી છે. ત્રણ અંકે અને પંદર પ્રવેશના એના બાહ્ય આકારથી નાટકને વેશ એને પહેરાવ્યો છે પણ તે બધા પ્રવેશે સ્થળ, કાળ, પાત્રા, બધામાં એકમેકથી જુદા છે. આથી “ત્રિલોકની અણુષ્ટિના અનુકરણ સમું' એ પિતાનું નાટક છે એમ કહેવાની કવિએ તક લીધી છે. પિતા પૂરતા સ્વતંત્ર એ પ્રવેશે. સ્વરૂપમાં નાટોમિકાબે જેવા લાગે. એ બધાને નાટકમાં ગોઠવવામાં કવિએ અદશ્ય ભાવ એકાગ્રતાની રસસાંકળ”ને આશ્રય લીધો છે. પહેલા અંકને “કાળજૂના પ્રશ્નો, બીજાને “પરાપૂર્વનાં મંથન” અને ત્રીજાને “ત્રિકાલપર સનાતના” એવાં શીર્ષક આપી પિતાના ઈંગિતને ઈશારે કવિએ એમાં કર્યો દેખાય. આતિથ્યધર્મ બજાવતાં સીતાને પતિને વિગ વેઠવાનો આવે, પતિની સાથે મનને વેગ સાધતાં ચુકાતા આતિથ્યધર્મ માટે મુગ્ધા શકુંતલા દંડાય, કંસ જેવાના આપખુદ શાસનમાં એના ધનુષ્યને સૌએ પૂજવું પડે, કૌરવોની અધમી રાજસભામાં વડીલે ને પતિએના દેખતાં એક અબળા કુલવધૂની ભયંકર અવહેલના થાય, એ અન્યાય અને પાપ પ્રત્યે તેમ જ સ્વતંત્ર અને નિજાનંદી આત્માને, પરમાત્માના જ સ્ફલિંગને, હૈયાવાસી ચાંડાલણી બદ્ધ અને પામર જીવ બનાવી દે એવી માનવજીવની વિષમ કરૂણતા પ્રત્યે પહેલા અંકમાં લક્ષ દેરી, બીજા અંકમાં કવિ માનવીને મળતી સિદ્ધો અને પયગંબરોની પ્રસાદી તથા શંકરાચાર્યો અને શુકદેવોનાં આવા માનવજગતમાં થતાં પગલાંથી જગતનું આશ્વાસક પાસું રજૂ કરે છે. ત્રીજો અંક (પહેલા અંકમાં મૂકવા લાયક બીજા પ્રવેશ સિવાય) કામજેતા શુકદેવ અને એના જેવા અવધૂતો તથા આત્માથીઓ (રાજહંસના પ્રતીકથી દર્શાવાયેલ)ની તથા નરસિહ, મીરાં આદિ પ્રભુના બંદાઓની પરમાત્માની જગતલીલામાં સહાયક કામગીરીનું સૂચન કરી પુરુષ-પ્રકૃતિના નિત્ય રાસ જેવા આ જગત પરત્વે સમાધાનકારક વૃત્તિ વાચકેના હૃદયમાં રોપી જવા તાકે છે. આ તે પૂરી સહૃદયતાથી કવિ ચીધી “અદશ્ય ભાવ એકાગ્રતાને “વિશ્વગીતા'માંથી ખોળવાનું કરીએ તે. બાકી, એ માટે એમાં પહેલા ને છેલ્લા પ્રવેશમાં પતંજલિને લાવી તેનાં યોગસૂત્રમાંનું પહેલું તેની પાસે ઉચ્ચારાવવામાં તેમ શુકદેવને ઘણું પ્રવેશમાં લાવવામાં તો કૃત્રિમ અને સસ્તી યુક્તિ જ દેખાય છે. કવિએ આ નાટકના પ્રવેશોની “વાર્તાકળીઓ રામાયણ, મહાભારત, ભાગવત, શાકુન્તલ આદિની “રસવેલેથી વણેલી” કહી એને “પાણી છાંટી ખીલાવી પ્રફુલાવી...એમાં નવી રસસૌરભ” પોતે ભરી હોવાનું જણાવ્યું છે એ વાત સાચી છે, પણ તેમની નવી રસસૌરભ “ભરતગોત્રનાં લજજાચીર જેવા પ્રવેશ સિવાય અન્યત્ર મૂળ કૃતિઓની રસસૌરભથી ચડિયાતી નથી. મૂળ તે આ બધા પ્રવેશ મેજ આવી તેમ