________________
૭૦] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ અને ફારસી શબ્દો, રાજદરબારી રીતરસમો તથા કેટલીક ઐતિહાસિક વિગતોના વિનિયેગથી મુગલ રાજદરબાર અને વાતાવરણને રજૂ કરવામાં વધુ સફળ રચનાઓ બન્યાં છે અને જગપ્રેરણ” તથા “અજિત અને અજિતા' અનુક્રમે ગિરનાર અને આબુ પરનાં ચંદ્રવદન મહેતા લખે એવાં રેડિયે-રૂપકે જેવાં બન્યાં છે. જયા-જયન્ત” એમાં એ રીતે સહેજ નેખું તરી આવે છે કે તેમાં એના સર્જકે એને રંગભૂમિગ્ય બનાવવા ઠીક કોશિશ કરેલી વરતાય છે. “સરસ્વતીચંદ્ર' નવલકથાના બનાવાયેલા નાટક અંગેની તકરારમાં પંચ નિમાયેલા સન્મિત્ર ત્રિભુવનદાસ ગજજરની “એક દશ્ય નાટક રચવાની સૂચના'એ કવિને એમ કરવા પ્રેર્યા હતા. પ્રથમ પ્રવેશમાં દેવર્ષિના ગીત અને ઉગારોથી સધાતું નાટકને મંગળાચરણ તથા વસ્તુનિદેશક પ્રસ્તાવનાનું કાર્ય, રંગભૂમિ પર તે જમાનામાં ગવાતા ગરબા જેવાં સખીઓનાં સમૂહગીતો, કાશીરાજ-શેવતીના સંવનનનું તે વખતનાં નાટકમાં નિરૂપાતી શંગારચેષ્ટાઓની અને શંગારગીતની વાનગી ચખાડતું દશ્ય, પહેલા બે અંકના અંતિમ પ્રવેશેમાં રંગભૂમિનાં નાટકોના તેવા પ્રવેશની ધડાકિયા બનાવે જેવા બનાવો અને કાર્ય, વામીઓના મંદિરના ઉત્સવનું દશ્ય, કેટલાક ચમત્કારિક લાગે એવા બનાવો ને અભુત દેખાવ રજૂ કરે એવાં ત્રિકાળદર્શન જેવાં દો, કાશીરાજના રાજદરબારને પ્રવેશ, આંતરબાહ્ય નાટયસંઘર્ષનું કવિનાં અન્ય નાટકમાં બહુ ન દેખાતું તત્વ, સંઘર્ષને પ્રગટ કરે તેવા આવેશયુક્ત સંવાદ, વેશ, વાણુ ને વર્તનમાં ઠીકઠીક વૈવિધ્ય રજૂ કરતી રાજાઓ, રાણી, રાજકુમારી, ઋષિ, વામીઓ, પારધી, તીર્થગોર, અસરાઓ, બ્રહ્મચારીઓ જેવી પાત્રમ્ – આ બધું કવિએ એ નાટકને દશ્ય નાટક બનાવવાની રાખેલી નેમ છતી કરી આપે છે. ન્હાનાલાલ એમ કરવા માટે પિતાના કવિ-બેસણથી નીચે ઉતર્યા કહેવા કરતાં એમને જેવા સર્જકના સ્પર્શથી એમની સમકાલીન રંગભૂમિને એની બધી પ્રેક્ષકરંજક સામગ્રી સાથે શિષ્ટ સાહિત્યિક નાટક ભજવવાનું સાહસ કરી જેવા મળ્યું એમ કહેવું વધુ ઉચિત ઠરે તેમ છે– જોકે એ સાહસ એણે કરી જોયું નથી. નિબંધ કામવૃત્તિ, માબાપ જાતાં રૂઢિલગ્ન, સ્નેહલગ્ન, કામ વિનાનું પ્રેમાત – માનવીના વિજાતીય આકર્ષણની ધૂલથી માંડી સૂક્ષ્મ અને ઉચ્ચ એવી ચારે ભૂમિકાને પાછી એ નાટકમાં મૂકી અને કવિએ પાછું પિતાનું ન્હાનાલાલપણુંય એમાં સાબૂત રાખ્યું છે, એ આ નાટકની વિશિષ્ટ સિદ્ધિ ગણાશે.
વિશ્વગીતા' (૧૯૨૭) એ કવિનો વિશેષ સાહસિક પ્રયોગ એ રીતે કહેવાય કે એમાં સમય અને સ્થળની એકતાઓને કવિ પાળતા નથી એ તે ઠીક (શેકસપિયર જેવા સમર્થ નાટકકારો ને ભારતીય સંસ્કૃત નાટકકારો પણ એને મહત્ત્વની ગણતા નથી), પણ નાટકને કે કઈ પણ સર્જનાત્મક કથાપ્રકારની સાહિત્ય