________________
૬૪]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ જેવાં વત્સલ સાધુજનના મુખેથી પણ સ્નેહ અને લગ્નવિષયક ભાવનાભર્યા ઉદ્ગાર કવિએ એમાં કઢાવ્યા છે. વરને નહિ પણ ઘરને ધ્યાનમાં રાખીને વડીલે દ્વારા
જાતાં રૂઢિલગ્નની સામેના પુણ્યપ્રકેપનાં તેમ વેદનાભર્યા કાન્તિકુમારીનાં વચને દ્વારા પણ કવિએ એ જ ઉદ્દેશ સાધ્યો છે. રિસકલામાં ધર્મ કલા” ગૂંથવાને નેપાળી જોગણને સંકલ્પ તેના સર્જક ન્હાનાલાલને જ હાઈ લગ્નબાહ્ય પ્રેમને દેહવાસના કે કામ કહી તેને નિકૃષ્ટ ગણવાનું કવિ પ્રમદા, વિલાસ વગેરે જેવાં પાત્રોના આલેખન દ્વારા જેમ “ઈન્દુકુમાર'માં કરે છે, તેમ ‘જયા-જયન્ત’નાં નૃત્યદાસી, વાભાચાર્ય, પારધી, તીર્થગર જેવાં પાત્રોનાં વાણીવર્તન દ્વારા કરે છે. એ જ આશયથી સ્નેહની વિશુદ્ધતમ ભૂમિકા કવિ કામ વિનાના પ્રેમની, હૃદય-પ્રેમની, આત્મલગ્નની કલ્પે છે અને તેને જયા અને જયન્તનાં પાત્રો દ્વારા મૂર્ત કરે છે. એ ભૂમિકા વિરલ અધિકારીઓથી જ સિદ્ધ થઈ શકે તેવી હેવાનું સ્વીકારી કવિ એ જયા અને જયન્તને પોતે ન ગાયાં તે સંસારનાં બ્રહ્મસંગીત' આવતી કાલનાં સીતાઓ અને રામચંદ્રોને શીખવવા આશ્રમો સ્થાપતાં બતાવી મહિમા તે નેહલગ્ન અને લગ્નસ્નેહને જ કરે છે. એવું બીજાં નાટકોમાં પણ તેઓ કરે છે. “પ્રેમકુંજ'માં રતન-વીરેન્દ્રનું, અને સોહાગ અને રાજકુમારનું, એમ સ્નેહલગ્નનાં બે યુગલે, તેમ “ગોપિકા'માં રાજયુવરાજ અને ગોપિકાનું અને આશાપર્વતરાજનું એમ બે એવાં જ યુગલે તેઓ રચી આપે છે. “જગપ્રેરણામાં પરાક્રમ-જ્યોતિકાનું જોડું અને “અમરવેલમાં પુષ્પહાર-વિભૂતિ તથા વડલાશભલીનાં સ્નેહયુગલની છાયામાં રચાતાં ચૈતન્ય-અમરવેલ તથા યુગન્ધર-લાવણ્યનાં નવા જેડાં પણ કવિની પ્રિય સ્નેહલગ્ન-ભાવનાની જ બુલંદ જાહેરાત કરી રહે છે.
આ એમનાં કરિપત વસ્તુનાં નાટકમાં. અતિહાસિક નાટકમાં “રાજર્ષિ ભરત'માં ભરતદેવ અને વસુંધરાનું સ્નેહલગ્ન પોતે યોજે છે તેમાં કલ્પના ચલાવી ભલે હોય, “જહાંગીર-નૂરજહાન'માં તે તેમને પોતાની પ્રિય ભાવનાની રજૂઆત માટે એના નાયક-નાયિકાનાં સાચાં પાત્રોની સ્નેહકથા બેઠી મળી ગઈ છે. જહાંગીરની મહેરુન્નિસા માટેની ઝંખના, એણે કરેલે એને અનુનય, પછી થયેલ એમનું લગ્ન અને ત્યાર બાદ એમને લગ્નનેહ કવિએ ઉમંગથી એ નાટકમાં પિતાની રીતે નિરૂપ્યાં છે. “શાહનશાહ અકબરશાહ'માં પણ અકબરના પ્રૌઢાવસ્થાના મધુર દાંપત્યની ઝલક શહેનશાહબાનુ સલમા બેગમના પાત્રને રંગભૂમિ પર લાવી એક પ્રવેશમાં બતાવ્યા વિના કવિ રહ્યા નથી. “વિશ્વગીતા' જેવા પૌરાણિક વસ્તુને વિષય કરતા નાટકમાં પણ દાંપત્યવિચછેદથી કવિ કેટલા કકળી ઉઠે છે તે પંચવટીને પુણ્યતીથે, “તપસ્વીને શાપ” અને દાંપત્યપ્રતિષ્ઠા' જેવા પ્રવેશે દેખાડી આપે છે.