________________
પ્ર. ૨] ન્હાનાલાલ
1 ૬૩ દાખલ પણ ઠીક સંખ્યામાં કર્યા હોત. પશ્ચિમમાં રૂપકાત્મક ને કાવ્યાત્મક નાટક તો ખરાં, પણ હાડીએ પોતે જેને મને રંગ પરની ભજવણી (mental performance)ને જ લાયક કહ્યું હતું તે Dynasts પણ, ભજવણીનાં સાહસ નેતરી શક્યાં છે. બંગાળમાં રવીન્દ્રનાથનાં કેટલાંય નાટક (‘ચિત્રાંગદા', “પૂજારિણું',
અચલાયતને, “ડાકઘર', “રક્ત કરબી' જેવાં) શાંતિનિકેતનમાં તેમ અન્યત્ર રંગભૂમિપ્રવેગ પામ્યાં છે. નેહાનાલાલનાં નાટકોને નિર્ણય બાંધવા જેવી રંગભૂમિપ્રયાગની ચકાસણી ઝાઝી મળી નથી. અભિનેતા કે તખ્તાલાયકીને નાટકનું તેને અન્ય કથાત્મક સાહિત્યપ્રકારોથી જુદું પાડતું વ્યાવર્તક લક્ષણ માનવામાં આવે છે એ ખરું છે, પણ રંગભૂમિને સ્થૂળ સ્પર્શ જેને પિગળાવી નાખે યા વિકત કરી બેસે એવી નાજુક નાટયકૃતિઓ તેમ જ રંગભૂમિનું ચોકઠું જેને સાંકડું પડે એવી વિશાળફલકા નાટયકૃતિઓ પણ સંભવી શકે છે, જેને વાગ્યુ કે શ્રાવ્ય નાટક એ નામને વર્ગ પાડી શકાય. બૅરેટ એચ. કલાર્કે કહ્યું છે ૧૮ તેમ દુનિયાની મોટી નાટયકૃતિઓમાંની ઘણી ખરી “માનસી રંગભૂમિ-પ્રયોગને જ પાત્ર હોય છે. એના વાચન વેળા સહૃદય પિતાના મનની રંગભૂમિ પર ભજવાતી એને કલ્પનાથી જેતે જ હોય છે. નેહાનાલાલનાં નાટકે વાંચતાં કે આસ્વાદતાં સહૃદયે આમ જ વિશેષ કરવું પડે એવી સ્થિતિ છે.
કવિસંદેશ પણ ભાવક સહૃદય મનની કે કલ્પનાની આંખે જોવાનું બનશે તેના કરતાં પાત્રોને મુખે તેમના સર્જકને સાંભળવાનું વિશેષ બનવાનું. નાટકને કવિસંદેશને પ્રસારણનાં વાહન કવિએ બનાવ્યાં છે તે આને માટે જવાબદાર છે. એ કવિસંદેશ પ્રધાનપણે સ્નેહ, સેવા, સમન્વય, સંયમ અને શ્રદ્ધાને છે. રસના, સૌંદર્યના, આનંદના, તેથી વસંતના અને જીવનની વસંતના રસરૂપ સ્નેહનું ગાણું ગાતાં કદી ને થાકતા જણાતા ન્હાનાલાલે પોતાનાં ઊર્મિકાવ્યમાં અને ‘વસંતોત્સવમાં કર્યું છે તેવું સ્નેહગાન એકથી વધુ નાટકે (દા. ત. “ઈન્દુકુમાર', “જયાજયન્ત', પ્રેમકુંજ', “ગાપિકા', “જગપેરણું, “અજિત અને અજિતા')માં કર્યું છે. “વસંતત્સવ'માં તેમણે સ્નેહલગ્નની ભાવના પુરસ્કારી છે તેને “ઈન્દુકુમાર'માં એક પગથિયું ઊંચે ચઢાવી સ્નેહના જ પાયા પર રચાતા લગ્નનો અને લગ્નસ્નેહને મહિમા કવિએ કર્યો છે વિધાયક રીતે યશ અને ભટરાજના સ્નેહાળ દાંપત્યના નાટયલેખનથી, કાન્તિકુમારીના મુખેથી પહેલા અંકના પહેલા અને સાતમા પ્રવેશમાં ઉચ્ચારાતા પતિ અને પત્નીના આદર્શથી, અને એવા સ્નેહલગ્ન અને લગ્નનેહની અભિલાષિણે કાન્તિકુમારીને એ સુખથી વંચિત રાખીને વાચકને તેની અને ઇન્દુકુમાર પ્રત્યે ઉત્કટ સહાનુભૂતિ જગાવીને. જયદેવ અને જેગણ