________________
પ્ર. ૨] હાનાલાલ
[૫૯ ગુફાઓ, સાગર, ટાપુ, ખડકે, વન, નદીને સાગરસંગમ, ભવેશ્વરીની ગુફાઓ – આ સૌને પિતાનાં નાટકની સૃષ્ટિમાં માનભર્યું સ્થાન મળ્યું છે. “જગપ્રેરણમાં કવિ સિંહને અને અપ્સરાઓને ને “અજિત અને અજિતા'માં વાઘણને, તથા કાળકાની સહિયરનેય નાટકની રંગભૂમિ પર લાવે છે“જગપ્રેરણમાં કવિ ગોરખનાથ, રાણકદેવડી અને નરસિંહ મહેતા-માણેક મહેતાને, અને “અજિત અને અજિતા'માં અંતર્નાટકને મિષે ભીમદેવ સોલંકી અને માઘ કવિનેય પારૂપે અર્વાચીન પાત્રો ભેગાં રંગભૂમિ પર લાવે છે અને એમ કરીને એ નાટકને ત્રિકાળનાં નાટક બનાવવાની હેશ દાખવે છે!
કાળમાં, બધાં ઐતિહાસિક નાટકમાં એમાંનાં પાત્રો અને પ્રસંગને લીધે ઇતિહાસપ્રસિદ્ધ સમય કવિને બતાવવો અને જાળવવો પડ્યો છે. પણ બાકીનાં કલ્પિત નાટકમાં ‘જયા-જયન્ત’ સિવાય ચોકસ સમય નિર્દેશને અભાવે વાંચનારે તેમાંની આંતરિક સામગ્રી પરથી તેના કાળ વિશે પિતાપૂરતો નિર્ણય બાંધી લેવો પડે એવી સ્થિતિ હોય છે. “જયા-જયન્તીને સમય દૂર દૂર, દ્વાપર અને કલિની સંધ્યાને નિર્દિષ્ટ કરાયો છે, જેથી તે આકાશવાણી ને અપ્સરાઓ ને સ્વર્ગ તથા પૃથ્વીલોકને સંબંધ ને કેટલાક ચમત્કારોને તેમાં લાવવાની કવિને તક કે સગવડ મળી છે.
આ નાટકમાં પાત્રોને સંવાદ નાટકનું મહત્વનું અંગ બની જાય છે. કવિને રસ જેના પર કેન્દ્રિત થયો હોય છે એ નાટકના ધ્યેય જેવી કવિની પ્રિય કે ઈષ્ટ ભાવનાને સમજાવવા – રજૂ કરવાનું મુખ્ય સાધન, પ્રસંગે ઓછા હોય છે એટલે, એ જ બાકી રહે છે. આવા સંવાદની ëમાં કવિ પિતે નાટક લખી રહ્યા છે એ જાણે થોડી વાર ભૂલી જાય છે. સંવાદ ઝાઝે હોવાથી નાટકમાં કાર્ય મંદગતિ રહે છે કે કાર્ય ત્વરિતગતિ ન હોવાને કારણે સંવાદને વધુ મોકળાશ મળે છે એ પ્રશ્ન છે, પણ આટલું તો ખરું કે કવિનાં નાટકમાં બને છે એના કરતાં બોલાય છે વધુ. કવિ પોતે જ પાત્રોને સંવાદમાં એકના અનેક થઈ પિતાને કવિસંદેશ ઉદ્દગારતા-ઉષતા સંભળાય છે. કવિ બોલે છે માટે જ એ સંવાદની ભાષા પણ સામાન્ય વ્યવહારુ ગદ્યની ભાષા કરતાં ઊંચી ભૂમિકાની, કવિતાની સીમમાં જઈ પહોંચવા મથતી એક વિશિષ્ટ વાક્છટાવાળી અને ક્યારે ક્યારેક કાવ્યમય કે આલંકારિક બનતી હોય છે, જેમાં એ ખાતર જ એમણે શોધેલી-સરજેલી ડોલનશૈલીએ એમને સારું કામ આપ્યું છે. પાત્રોનાં અભિલાષ, ઉલ્લાસ, વ્યથા, મંથન, વિરોધ, પશ્ચાત્તાપ આદિને કેવી સચોટ અને છટાદાર વાણી એ શૈલીમાં મળી શકી છે. “ઈન્દુકુમારના પહેલા અંકના પહેલા પ્રવેશના ઇન્દુકુમારના કાન્તિકુમારીના દર્શન વેળાના તેમ ત્યાર પછી સ્વગત ઉદ્ગારો, ત્રીજા