________________
ગ્રંથ ૪ (પ્ર. વર્ષ ૧૯૮૧) ચોથા ગ્રંથમાં કવિ ન્હાનાલાલથી આરંભી ઝવેરચંદ મેઘાણી સુધીને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ આલેખવામાં આવ્યું છે. આરંભમાં આ સમયાવધિનાં પરિબળે નિરૂપતી ભૂમિકા આપીને એમાં ન્હાનાલાલ, ખબરદાર-બેટાદકર લલિત આદિ કવિઓ, કનૈયાલાલ મુનશી, વાર્તા-નવલકથાનિબંધ-ચરિત્ર વિવેચન-સંશોધન-જૂની રંગભૂમિ વ. ક્ષેત્રે અર્પણ કરનાર ગદ્યલેખકે, ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, મશરૂવાળા, પં. સુખલાલજી-૨વામી આનંદ-મુનિ જિનવિજયજી-મહાદેવભાઈ દેસાઈ આદિ નિબંધ-ચરિત્ર-સંશાધનસંપાદન કેળવણી બાલસાહિત્ય, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં પ્રદાન કરનાર ગદ્યલેખકે, રામનારાયણ પાઠક, રામપ્રસાદ-વિજયરાય-રસિકલાલ-વિશ્વનાથ-વિષ્ણુપ્રસાદન્ડોલરરાય એ છ સાક્ષર, રમણલાલ દેસાઈન્ચ. વ. શાહ-ગુણવંતરાય એ ત્રણ નવલકથાલેખકે, ધૂમકેતુ અને ઝવેરચંદ મેઘાણીના અર્પણને આવરી લેવામાં આવ્યું છે. પૃષ્ઠ સંખ્યા : ૬૪૮]
કિં. રૂ૩૨-૫૦
પ્રત્યેક ગ્રંથમાં પ્રકરણવાર સંદર્ભની સૂચિ અને સવિસ્તર શક સૂચિ ગુજરાતી સાહિત્ય પરિષદ : અમદાવાદ-૯