________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ve
આક્રમણનું ચિત્ર થાવુક આવે છે પણ કવિનું લક્ષ સ્ત્રી-પુરુષને નિનિજના દૈતાદ્વૈતના ધર્મ પ્રત્યેાધવા ઉપર વિશેષ રહ્યું હાઈ એવાં ખાધક પ્રવચનેાનું તત્ત્વ કૃતિમાં આગળ થઈ ગયું છે. વસ્તુસંવિધાન પરત્વે કવિની બેપરવાઈ અહી પણ છતી થાય છે.
ઉપલી બે કૃતિએ જો ‘પ્રેમ-ભક્તિ'ના પ્રેમ-પાસાનું સર્જન છે તેા ‘હરિદર્શન’ અને વેવિહાર' એ બે પ્રસંગવર્ણનનાં આત્મલક્ષી ખંડકાવ્યા એમના ભક્તિ-પાસાનું સર્જન છે. એમાં આગલી કૃતિને વસ્તુવિષય કવિ-પત્ની માણેકબાને દ્વારકા અને ખેટની જાત્રામાં ખેટના મ ંદિરમાં મૂર્તિ આડે ટેરા (પડદા) પડી ગયા હતા તે નીચે ઢળી પડતાં ઠાકારજીની મૂર્તિનુ થયેલું દર્શન છે. એ કાવ્ય વિશે નોંધપાત્ર વાત એ મધ્યકાલીન આખ્યાનશૈલીમાં લખાયેલુ છે અને એમાં કડવાંને (તેને ‘મીઠાં' કહેનાર દયારામને અનુસરી) કવિએ ‘મધુરાં' કહ્યાં છે એ છે. એનુ... ૧૬મુ ‘નંદવરાય નયણે ઝીલ્યો રે લેાલ'ના આનંદ ગાતું મધુરુ" કાવ્યદષ્ટિએ કૃતિનું ઉત્તમાંગ છે. ‘હેરખડા હરની એ હસતી મુદ્રામાં દીઠી હતી મુદ્રા હમારી' એવી છેલ્લા મધુરાની પક્તિમાં, ભક્તિને ગાતા કવિ પેાતાની પ્રિય પ્રેમ-ભાવનાનેય ટહુકાવ્યા વિના રહ્યા નથી એ પણ ધ્યાન ખેંચશે. બુદ્ધિવાદી કે નાસ્તિકને જે અકસ્માત જ લાગે તેમાં પ્રભુકૃપાના ચમત્કાર માનતી પત્નીની ભાળી શ્રદ્ધાને આ કાવ્યમાં કવિએ અનુમેાદી અને બિરદાવી છે એમ કહેનારને ખીજી કૃતિ ‘વેવિહાર'થી તેા કવિ નિરુત્તર કરી આસ્તિક બનાવી દે એવું છે. એમાં કવિએ નિરૂપેલે પ્રસંગ એમની સ્વાનુભૂતિના છે. ૧૯૩૫ના ડિસેમ્બરમાં મરણેાન્મુખ જેવી દશાની એક બીમારીમાં લાગટ ત્રણ દિવસ સુધી - પીળું પીતાંબર, મારપીચ્છને મુગટ, વાદળવણૢ ઉપરણા, વીજળીની કાર, મેઘલસ્યામ દેહપ્રભા, (હાથમાં) કાળી ને કાયલ જેવડી વાંસળી', એવા બાલકૃષ્ણનુ પેાતાને થયેલુ. દર્શન કવિએ એમાં ‘ગીતગાવિંદ’કાર જયદેવના ‘શબ્દ-રણકારનું આધુ અનુરણન' ગુજારતી છંદેાબદ્ધ અને ગીતાની મળી કુલ ૫૯૦ ૫ક્તિમાં પૂ ભક્તિભાવથી કર્યું છે. એનાં બ’સીનાદ (મધુરાં ૩, ૧૦), બાલકૃષ્ણનાં નૃત્ય (મધુરુ ૧૩), રૂપ-શેાભા (મધુરું ૧૫) અને અદર્શન (મધુરું ૧૬)નાં વર્ણન માટે યેાાયેલાં ગીતા તથા અંતિમ મધુરામાંની ‘જય જગયેાત હિર !'ની આરતીમાં ન્હાનાલાલનુ કવિત્વ સાળે કળાએ વિલસતું અનુભવાય છે. ગીતાના લાલિત્યમાં
૩. ૪
હાં તા તેજલ વેલ કા ઝળહળી, વાળા વિરાટે ઢળી, લન્તા ઝબકાર એક ઝબકથો, વેણુ થઈ
વીજળી;
ખૂલ્યાં દ્વાર અનન્તનાં : હરિ ગયા – હૈયે શુ' ? વા યેામમાં ?
*