________________
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪.
વસંતેત્સવ કવિએ પિતાના પ્રિય કવિ ટેનિસનના “ઇનોક આર્ડનીને નજર સમક્ષ રાખી લખવા ધારેલું પણ પછી તેની પોતાની જ ચાલે ચાલેલું ખંડકાવ્ય. છે. એ નેંધપાત્ર બન્યું છે ડોલનશૈલીના એમાં ગુજરાત સમક્ષ મુકાયેલા પ્રથમ પ્રાગથી, વસંતેત્સવ ઊજવવાના પ્રજા સમક્ષ સદષ્ટાંત સૂચન રૂપે રજૂ થતા એના નવ-કવિના કવિસંદેશથી, એ નિમિત્તે એમાં ગુજરાતનાં વાડી-ખેતર, આંબાવાડિયાં, તળાવ, કેલકૂજન, નિર્મળ આકાશ ને લીલમલીલી ધરા, એનાં સવાર બપોર સાંજ ને ચાંદનીનાં દશ્યો સાથે જે કવિતારટું ચિત્રણ તેમાં પામ્યાં છે તેનાથી, તેમાં આલેખાયેલા તરુણ-તરુણીને અને તે દ્વારા રજૂ થતી
નેહલગ્નની ભાવનાથી, તેમ જ કાવ્યની અંતિમ પંક્તિઓમાં કવિને જ પાછળથી બતાવ્યા પ્રમાણે સૂચવાયેલા જગતના અને ભારતના નવયુગને વધાવવાના વિનિથી. ન્હાનાલાલીય કલ્પના, રસિકતા, કવિતા અને શબ્દભવને પહેલે સ્વાદ આ કૃતિએ ગુજરાતને ચખાડ્યો હતો. રમણ-સુભગા, વિધવા વિલસુ અને સૌભાગ્યચંદ્ર, અને નાનાં કુસુબી અને નયનના સ્નેહસંવનનની એમાં વણાયેલી કથા આછીપાતળી જ છે. રોમેન્ટિક કવિની મનસ્વિતાથી કવિ બધું કહેતા નથી, કથાવસ્તુમાંનું કેટલુંક વાચકોની કલ્પના પર પૂરવા માટે છોડી દેતા હોય છે. કાવ્યમાં વિલસુ વડે ગવાતું વસંતગીત તેની ત્રીજી કડીમાં કવિની ભૂમા-દૃષ્ટિ અને કલ્પનાબળને પ્રતાપે કેટલું ઊંચું ઊંચકાય છે તે જોવાનું સહૃદયથી ચુકાયા નહિ એવું છે. “પ્રાણપ્રાણની રસકથા તે સ્નેહ', “પ્રાણની પરમ ચેતના તે પ્રેમ છે, “સ્વર્ગ ને સ્નેહ શું જૂજવાં છે?” અને “પ્રેમલગ્નની વિધવાને પુનર્લગ્ન સમું પાપ નથી; દેહલગ્નની વિધવાને પ્રેમલગ્ન સમી મુક્તિ નથી” જેવી એ કાવ્યની પંક્તિઓ ગુજરાતને મઢે ચડી ગયેલી.
“આજ અને અગર ઉપરના કાવ્ય પછી છ વર્ષે રચાયેલું પણ પાછળથી સુધારાઈ ૧૯૩૩માં પ્રગટ થયું હતું. એમાંની શશપર ગામનાં ઓજ અને અગરની તથા શિવ મહારાજ (મૂળ નામ મેઘ) અને શરદની, એમ બે
હકથા સ્નેહના પ્રથમ ઉઘાડથી આરંભાઈ આખરે કરુણાત બને છે. આજની બાબતમાં કરુણાન્ત એ રીતે કે અગર સંસારલગ્નને ભોગ બની કસૂવાવડમાં મૃત્યુ પામે છે, અને શિવ મહારાજની બાબતમાં એ રીતે કે શરદે એની માફક જોગ ઓઢો છે. પોતે ન પામ્યાં તે સંસારનાં બ્રહ્મસંગીત જયા અને જયન્તની માફક ગવરાવવાના એ ત્રણે પાત્રાને અને કવિએ પેલા મિશનમાં લગ્નમાં ન પરિણમી શકતા શુદ્ધ હૃદય સ્નેહને ઊર્વીકરણને સમાધાનકારક આદર્શ કવિએ ચી મનાય. આ ખંડકાવ્યમાં ગ્રામપ્રકૃતિનું અને તેના પર શહેરી સંસ્કૃતિ(!)ના