________________
પ્ર. ૧૪] ઝવેરચંદ મેઘાણી
[પ૩૯ તેમનું ચિરંજીવ અર્પણ તો લોકસાહિત્યને ક્ષેત્રે જ ગણાશે. ઉમાશંકર જોશી પરના પત્રોમાં તે લખે છે કે, “મારે પણ બીજી કોઈ પ્રતિષ્ઠા જોઈતી નથી. લોકસાહિત્યની એક જ કલગી બસ છે ને એને vindicate કરવા માટે મારી પાસે ઘણું છે.” “મારું ઇતર લેખન જરૂર જરૂર ભલે ભૂંસાઈ જાઓ. (ને ભૂંસાઈજ જશે તે !) હું ફક્ત એકલી લોકસાહિત્યનું નામ લઈને ઊભો રહીશ. એમાં રહેલી નાનમ પણ મને મારી પોતાની લાગશે.”૩ મેઘાણીનાં આ વિધાનની યથાર્થતા સ્વયંસિદ્ધ છે.
લોકસાહિત્યના ક્ષેત્રે મેઘાણીની પ્રતિષ્ઠાનું કારણ એ નથી કે અત્યાર સુધી વણખેડાયેલા આ ક્ષેત્રને તેઓ પહેલી વખત ખેડે છે. લેકસાહિત્યનું સમાલોચનીના ત્રીજા વ્યાખ્યાનમાં તેમણે પોતે જ પોતાના પુરોગામીઓ તરીકે દલપતફાર્બસ, નર્મદ, મહીપતરામ, પારસી સંપાદક ફ, બ, કીનકેઈડ વગેરેની નેંધ લીધી જ છે. અર્વાચીન યુગના આરંભકાળથી જ લોકસાહિત્યનાં પડ ઊકલતાં આવતાં હતાં. છતાંય સાચા પ્રારંભકાર તે મેઘાણી જ ગણાવાને પાત્ર છે કારણ કે તેમના પુરોગામીઓનું મૂળભૂત કાર્યક્ષેત્ર લોકસાહિત્ય ન હતું, કેટલાક તે શિષ્ટસાહિત્ય તરફથી યથાવકાશ લેકસાહિત્ય તરફ વળ્યા હતા, જ્યારે મેઘાણીનું મૂળભૂત કાર્યક્ષેત્ર જ લોકસાહિત્ય છે. સાહિત્ય જ તેમને આંગળી ઝાલીને શિષ્ટ-સાહિત્ય તરફ દોરી જાય છે. તેમના પુરોગામીઓની જેમ તે લોકસાહિત્યની એકાદ શાખા પર અછડતી નજર ફેરવવાને બદલે તેની શાખા-પ્રશાખાઓને ફેફસી વળે છે. મેઘાણીએ અપૂર્વ લગન અને ધગશથી લેકસાહિત્યના સંશોધનને પોતાની સર્વ શક્તિ અર્પણ કરી દીધી. એટલે જ તો આજેય આપણને મેઘાણી અને લેકસાહિત્ય જાણે કે અભિને લાગે છે.
“સૌરાષ્ટ્રની રસધાર-૧ની પ્રસ્તાવના દર્શાવે છે તેમ પ્રાંતપ્રેમે, કહે કે પ્રાંતીય અભિમાને, મેઘાણીને સાહિત્યના સંપાદન તરફ વાળ્યા. પરંતુ જે આ કાર્ય માત્ર અભિમાનના આવેશના ક્ષણિક ઊભરા હેઠળ જ શરૂ થયું હોત તો ઊભરાની જેમ જ શમી જાત. હકીકત તો એ છે કે લોકસાહિત્યનું સેવન કરતાં કરતાં તેમણે સૌરાષ્ટ્રના આત્માને પિછાન્ય હતો. સૌરાષ્ટ્રની વિલુપ્ત થતી જતી તળપદી સંસ્કારિતા જોકસાહિત્યમાં ઝિલાઈ હતી. સૌરાષ્ટ્રની સમગ્ર સંરકારિતાને તે નહિ પણ લોકસાહિત્યમાં નીતરેલા તેના અર્કને જાળવી શકાય તેમ હતા. આ અર્કને જાળવવાની આવશ્યકતા પણ હતી કારણ કે વર્તમાન યુગને તેમાંથી જ પ્રેરણા મળી શકે તેમ હતી. લોકસાહિત્યના પરિચયે તેમને એ પ્રતીતિ પણ કરાવી હતી કે નરસિંહરાવ અને મુનશી જેવા ઉન્નતભ્ર સાહિત્યકારો માને છે તેવું અસંસ્કારી