________________
૫૩૮] ગુજરાતી સાહિત્યને ઈતિહાસ
[ચં. ૪ મિત્રોએ મળીને સાહિત્ય અને ઈતિહાસનું સાપ્તાહિક “ફૂલછાબ' શરૂ કર્યું. પરંતુ થોડા સમય બાદ “ફૂલછાબ'ને રાજકીય રંગે રંગવાનું નક્કી થતાં તેમાંથી તે ખસી ગયા. ૧૯૩૩માં તેમનાં પત્નીએ અગ્નિસ્નાન કર્યું. સૌરાષ્ટ્ર છોડીને મુંબઈ ગયા. ત્યાં અમૃતલાલના જન્મભૂમિના સાહિત્યિક કલમ “કલમ અને કિતાબ'નું સંપાદન સંભાળ્યું. ૧૯૩૪માં નેપાળનાં વિધવા સન્નારી ચિત્રાદેવી સાથે લગ્ન કર્યા. ૧૯૩૬માં “ફૂલછાબ બંધ પડે તેવી સ્થિતિ સર્જાતાં સૌરાષ્ટ્ર જઈને તેને દોર હાથમાં લીધું અને ૧૯૪૫ સુધી તેનું સંચાલન સંભાળ્યું. ૧૯૪૩માં “ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે શ્રોતાઓથી છલકાતા સભાગૃહમાં
સાહિત્યનું સમાલોચન” એ વિષય પર પાંચ વ્યાખ્યાન આપ્યાં. ૧૯૪૬માં “માણસાઈના દીવા' માટે “મહીડા પારિતોષિક મેળવ્યું. એ જ વર્ષે રાજકોટ સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખનું સ્થાન શોભાવ્યું. ૧૯૪૭માં બેટાદમાં ૯મી માર્ચની રાતે પચાસ વર્ષની વયે હૃદય બંધ પડવાથી અવસાન થયું.
આયુષ્યની અર્ધશતાબ્દીની પ્રથમ પચીસી સાહિત્યસર્જનક્ષેત્રે લગભગ નિષ્ક્રિય જ રહી છે. બીજી પચીસીમાં તેમણે લોકસાહિત્યનું સંપાદન, કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, વિવેચન વગેરે વિવિધ વિષયોને આવરી લેતા ૮૮ ગ્રંથ રચ્યા. તેમના સાહિત્યને ઘડનારાં મુખ્ય પરિબળો પાંચ છેઃ લેકસાહિત્ય, સોરઠી સમાજજીવન, ગાંધીપ્રેરિત યુગચેતના, પત્રકારત્વ અને પરભાષાના સાહિત્યને પરિચય. મેઘાણીની કિંચિત સર્જકતા આ પરિબળો સાથેના સુમેળથી આ કાલખંડના સાહિત્યમાં મેઘાણી સાહિત્યની એક નોખી ભાત ઉપસાવે છે. આપણે તેમના આ સાહિત્યપ્રદાનનું વિષયવાર વિહંગાવલોકન કરીએઃ
સાહિત્ય લોકસાહિત્યનું સંપાદન | મેઘાણીને જે અવાજ બોલાવતા હતા તે જે કેવળ સાહિત્યને જ અવાજ હેત તો તેમને સૌરાષ્ટ્રને ખેળ પાછા ફરવાની જરૂર જ ન પડત. કલકત્તામાં બેઠાં બેઠાં જ તે સાહિત્યસર્જન કરી શક્યા હોત. પરંતુ તેમને જે સાહિત્ય બેલાવતું હતું તે એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય – સોરઠી સાહિત્ય—હતું. તેમની ભીતરની ભયમાં તેમને પોતાને પણ અકળ રીતે જૂના રસનાં ઝરણાં વહ્યા કરતાં હતાં. દરબાર વાજસૂરવાળાએ પાણકળાની જેમ એ ઝરણ તરફ ધ્યાન દેવું અને મેઘાણીને સ્વધર્મ સમજાઈ ગયો. લોકસાહિત્યનું સેવન, સંશોધન, સંપાદન, સમાલોચન એ તેમનું જીવનકાર્ય બન્યું. તેમની કલમ કવિતા, નવલિકા, નવલકથા, વિવેચન વગેરે અનેક સાહિત્યપ્રકારોમાં વિહરી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં