________________
પ્રકરણ ૧૪ ઝવેરચંદ મેઘાણી (ઈ. ૧૮૯૬–૧૯૪૭)
જીવન
“હું પહાડનું બાળક છું”—પિતાને પહાડના બાળક તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવનાર ઝવેરચંદ મેઘાણીને જન્મ ૨૮-૮-૧૮૯૬ ના દિવસે સૌરાષ્ટ્રના પાંચાલ પ્રદેશના ચોટીલા ગામે વણિક કુટુંબમાં થયે હતો. તેમના વડવાઓનું વતન ગરકાંઠાનું ગામડું લેખાતું ભાયાણીનું બગસરા. તેમના પિતા કાળિદાસ કાઠિયાવાડ એજન્સી પોલીસના એક નાના દરજ્જાના અમલદાર હતા. પિતાની વારંવાર બદલી થતી હોવાથી તેમને શિક્ષણકાળ સગાંવહાલાંને ત્યાં રાજકોટ, બગસરા, અમરેલી વગેરે સ્થળોએ વીત્યા હતા. માત્ર વૅકેશનને સમય કુટુંબ સાથે ગાળવાનો લહાવો મળતો. આ ગાળામાં તેમના પહાડના સંસ્કાર થોડા થોડાયા પિલાતા રહ્યા કારણ કે પિતાના નિવાસનાં ચોક, દાઠા, ચમારડી, લાખાપાદર વગેરે થાણાં ગીરમાં, પહાડમાં કે નદીનેરાંવાળી વાંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર
સ્થપાયેલાં હતાં. સાહિત્યકાર મેઘાણને પોષક નીવડનાર સોરઠની વનપ્રકૃતિ અને જનપ્રકૃતિના સંસ્કાર આ રીતે ઝિલાયા. શાળાજીવન દરમિયાન કલાપીનાં કાવ્ય દર્દ સભર કંઠે ગાઈને મિત્રમાં “વિલાપી' તરીકે પંકાયા. ૧૯૧૨માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત સાથે બી.એ. થયા. ભાવનગરની સનાતનધર્મ હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે નોકરી સ્વીકારીને એમ.એ.ને અભ્યાસ કરવાનું વિચાર્યું. પરંતુ મોટાભાઈની માંદગીને કારણે એ અભ્યાસ રઝળતો મૂકીને તેમને કલકત્તા જવું પડયું અને ત્યાં જ જીવણલાલન ઍલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. બંગાળી ભાષા-સાહિત્યને પરિચય કેળવવાની તક આપોઆપ મળી આવી. વ્યવસાય અંગે ત્રણેક માસ વિલાયત પણ જઈ આવ્યા. પાછા આવ્યા પછી બે વરસ કારખાનામાં રહ્યા પણ જીવને જંપ વળે નહિ. સાહિત્યજીવનનો – ઉમાશંકર જોશી ઉમેરે છે તેમ સૌરા
નો પણ – દુનિવાર સાદ તેમને વતનમાં પાછા બોલાવતા હતા. એક મુરબ્બી મિત્રને પત્રમાં લખ્યું, “અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીને ગંભીર અવાજ કાને પડે છે. મંદિરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું જીવનની આ ગધૂલિને સમયે – અંધકાર ને પ્રકાશની