________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[૫૩૫ વાર્તાઓ વાંચી હતી. એમાંથી ધૂમકેતુને સાહિત્યરસ જાગ્યો. ચૌદ-પંદર વર્ષની વય સુધીમાં “ગુજરાતી સાહિત્યમાં કોઈ પુસ્તક તે વખત સુધીનું છપાયેલું એવું રહ્યું નહિ કે જે મેં વાંચ્યું ન હોય. ખાસ કરીને અતિહાસિક નવલકથાઓનું, એમ કલાપીની ઢબે ધૂમકેતુ પિતાની વાચનકેફિયત નોંધે છે (પૃ. ૧૬૮). બીલખાના શ્રીમન્નથુરામ શર્માના આનંદાશ્રમના પુસ્તકાલયમાં થયેલું વાચન પણ ધૂમકેતુની લેખક તરીકેની કારકિર્દીમાં પ્રેરક નીવડયું છે. પહેલવહેલું લખવાનું ત્યાં શરૂ થયું.
ધૂમકેતુની ગદ્યશૈલીના ઘડતર પાછળ સુદીર્ઘ પરિશ્રમ રહેલો છે. વાર્તાકાર તરીકેની કારકિર્દીના આરંભમના દિવસોમાં ગોંડલમાં રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને ધૂમકેતુ લખવા માટે બેસી જાય, ઘાસલેટિયા ફાનસના અજવાળે. એ રીતે સેંકડો પાનાંઓ લખાયાં. આરંભના એ દિવસેનું લગભગ દોઢ હજાર પૃથ્યનું વણુછાણું લખાણ થયું હશે. વાર્તાકાર તરીકે ધૂમકેતુની સિદ્ધિઓને વિચાર કરતી વખતે આ આકરી તાલીમને વીસરવાની નથી. વ્યક્તિ અને લેખક ધૂમકેતુના ઘડતરની ઘણી રસિક અને લેખકને સમજવામાં માર્ગદર્શક નીવડે એવી હકીકત આત્મસ્થાના બંને ભાગોમાં સેંધાયેલી છે. તત્કાલીન જમાનાને રંગ, નિખાલસ સત્યકથન અને રસાળ શૈલીને કારણે ધૂમકેતુની આત્મકથા ધ્યાનપાત્ર બની છે.
જે રીતે ધૂમકેતુના લલિત સાહિત્ય વિભાગમાં એમની ટૂંકી વાર્તાઓને અગ્રસ્થાને મૂકી શકાય, તે રીતે લલિતેતર સાહિત્યસર્જનમાં જીવનપંથ અને જીવનરંગને મોખરાનું સ્થાન આપી શકાય.
૧. “પૃથ્વી અને સ્વર્ગમાં વાર્તાને લેખક ચલણના સિક્કાઓ અને છાપેલી નેટના વિધી જણાય છે: “નવી નોટેએ માણસને જેવા માણસાઈ વિનાના બનાવ્યા છે એવા બીજી કોઈ વસ્તુઓ બનાવ્યા નહિ હોય! આનો ઉપાય છે ? સિક્કાને નાશ કરો. વસ્તુવિનિમયની પ્રથા ચલાળાને બદલે જુવાર લ્યો ને કપાસને બદલે વસ્ત્ર . ધીને બદલે દૂધ આપો ને દૂધ માટે છાશ લ્યો” (પૃ. ૩૭૭). આધુનિક કાળના સંકુલ જીવનમાં (માણસને પોતાની વિશેષ નિપુણતા પ્રમાણે જ્યારે કામગીરી બજાવવાનું બનતું જાય છે ત્યારે) ધૂમકેતુની યોજના કેટલે અંશે સ્વીકાર્ય અને વ્યવહાય ગણી શકાય?
૨. શહેર તથા ગામડાના જીવનનાં સારાં તને સમન્વય કરવાનું લેખકને અભિમત છે. પરંતુ આ અવતરણને તર્કસંગત અર્થ જડતા અને ધમાલ વચ્ચે સંવાદ સાધવાને થાય છે. ગામડાના સુસ્ત જીવનમાં ઈષ્ટ પ્રવૃત્તિસંચાર થાય અને ધમાલથી ભરેલા શહેરી જીવનમાં શાંતિનો અનુભવ થાય એવું લેખકઅભિપ્રેત મંતવ્ય એમનાં વાક્યોમાંથી ફલિત થતું નથી.
૩. નિબંધની નીચે પ્રકાશનસાલ આપી નથી. એની સાલ નોંધી હોત તો લેખકજીવનને કયા તબક્કે આ કૃતિઓ લખાઈ છે તેને અભ્યાસીઓને અંદાજ મળી શક્ત.