________________
૫૧૬]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ આદર્શ પ્રત્યે. જીવનમાં પોતાના અનોખે ચીલે “કંટકના યારમાં” ચાલવામાં અને એમ કરતાં ઉઝરડાવામાં એમને આનંદ છે. જે સમાજમાં અને જે જીવનકાળમાં એમનાં મૂળ નંખાયાં છે તે સમાજ તથા કાળ નષ્ટપ્રાય થઈ રહ્યો હોય ત્યારે પણ એને વળગી રહેવામાં એ પાત્ર જીવન સાર્થક્યને અનુભવ કરે છે. જીવનમાં સફળતા અને સુખ વિશે અનૂ માપદંડ ધરાવનારાં આવાં પાત્રોનાં આલેખને સારાં થયાં છે.
ટૂંકી વાર્તા ક્ષણાર્ધની લીલા છે. એવી એક નાની પળની રમત સમી. વાર્તાઓ છે “સવાર અને સાંજ', “તિલકા', “ત્રિકેણ, વગેરે. ટૂંકી વાર્તા જીવનના મર્મસ્થાનને એક ઘડીમાં જ પ્રત્યક્ષ કરાવી શકે છે, એવા ધૂમકેતુના કથનને સાર્થ કરતી, માનવસ્વભાવમાં વાતવાતમાં આવતાં પરિવર્તનો આલેખ આપતી (‘બિંદુ, “નારીને પરાજય, “એક નાની પળ” વગેરે) અને નરી સરળતાની સુંદરતા ધરાવતી આ કૃતિઓ છે. સાંપ્રત કથાસાહિત્યમાં જે વારંવાર વાર્તા-વિષ્ય બને છે તે રસહીન જડ એકવિધતામાં સરતી જતી આધુનિક યંત્રસભ્યતા અને મશીની જીવનના ભણકારા ધૂમકેતુ ઘણું વહેલેરા સાંભળી શક્યા હતા, એની પ્રતીતિ “ભૈયાદાદા' તથા “કવિતાને પુનર્જન્મ' જેવી વાર્તાઓ કરાવે છે.
ટૂંકી વાર્તામાં આરંભને કાપે કઈ રીતે મૂકવો એની ધૂમકેતુને સહજ સૂઝ છે. કૃતિની શરૂઆતમાં જ જે ખોટું વેતરાઈ જાય તે વાર્તાને છેવટ સુધી નેઠે પડે નહિ તે દેખીતું છે. પ્રસંગોના મધ્યપ્રવાહમાં વાચકને સીધેસીધા જ મૂકી દેતી શરૂઆત કઈ રીતે કરવી, વાર્તાને મધ્યભાગમાં કઈ રીતે બહેલાવવી અને અંતિમ ચેટ શી રીતે મારવી એના એક સરસ ઉદાહરણ જેવી વાર્તા છે પ્રેમાવતી. પાત્રોનાં વિરોધી વ્યક્તિનાં તુલ્યબળ પરિમાણો ધૂમકેતુ એમાં ઊભાં કરી શક્યા છે. આમ તો કરુણ એ ધૂમકેતુને પ્રિય રસ લાગે છે, પણ યથાપ્રસંગ બીભત્સરસનિરૂપણમાંય એમને સિદ્ધિ મળ્યા વિના રહેતી નથી તેની (તેજસ્વી પ્રેમાવતીના) મડદાલ પતિના વર્ણન દ્વારા આપણને પ્રતીતિ થાય છે. પ્રેમાવતી'માં સતત ગાળાગાળી કરતા, જડબાતોડ બોલકણું, રોફીલા, બરછટ વ્યવહારવાળા ફોજદારનું વૈશિષ્ટય (individuality) જાળવતું વર્ગ સૂચક (typical) પાત્ર આપણું ધ્યાન ખેંચે છે. આ ફોજદાર પ્રેમાવતી વિશે જે કાંઈ બોલે છે તે અગ્ય છે અને અગ્ય છે માટે જ પાત્રસંગત જણાય છે.
આવા શક્તિશાળી વાર્તાલેખકના સર્જનની કેટલીક ગંભીર કોટિની મર્યાદાઓ દેખાયા વિના રહેતી નથી. હકીકતમાં એમના સર્જનમાં ઉચ્ચારતાને ક્રમ સતત જણાયા કરે છે. એમની વાર્તાઓનું વાચન જેમ પ્રશંસાના તેમ નિરાશાના