________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[ પ૧૫ એમાંથી કવચિત પ્રગટે છે. આ દષ્ટિએ “રજપૂતાણું' વાર્તાનું શ્રવણ કરવા જેવું છે. પ્રાચીન તથા મધ્યકાળની વાર્તાઓની ચાલી આવતી કળાની ઢબની કૃતિઓ, ટૂંકી વાર્તાને કલેવરમાં ઢાળી, ગુજરાતને ધૂમકેતુએ પહેલી વાર આપી છે. આપણું પરાપૂર્વથી ચાલી આવતી વાર્તાકલાનું અનુસંધાન ધૂમકેતુની નવલિકાઓમાં દેખાશે. સાથોસાથ, સુરેખ વસ્તુસંકલનવાળી અર્વાચીન સ્વરૂપની સુઘડ ટૂંકી વાર્તાઓ પણ ધૂમકેતુએ વિપુલ પ્રમાણમાં રચી છે.
ધૂમકેતુની સારી વાર્તાઓ સિસૃક્ષાના નૈસર્ગિક આવેગપૂર્વક લખાયેલી છે એવો અનુભવ વાચકને સ્પષ્ટ રીતે થઈ શકે છે. રોમેન્ટિક પ્રકૃતિના કલાકાર ધૂમકેતુની વાર્તાઓ મોટે ભાગે લાગણતત્ત્વના પ્રાધાન્યવાળી. એમની વાર્તાઓમાં ધૂની કલાકારે, મસ્ત પ્રેમીઓ અને ખ્યાલમસ્ત આદમીઓનાં પાત્રચિત્રણે ઘણાં મળશે. નવા પરિવર્તિત જમાના સાથે મેળ ન બેસાડી શકનારાં પાત્રો, બુદ્ધિથી વિચારનારાં નહિ, પણ લાગણીથી વિચરનારાં પાત્રો અને ખુવાર થઈ જાય ત્યાં સુધી પિતાની ધૂનને વળગી રહેવામાં સુખ માનનારાં, દુન્યવી રીતરસમેથી પર એવાં પાત્રોની એમની વાર્તાસૃષ્ટિમાં કમીના નથી. “વ્યવહારને મિષ્ટ કરતી, જીવનની પકડમાં વિશિષ્ટ સામર્થ્ય બતાવતી”, આપણું જીવનમાં ઝડપી ગતિએ વિદાય લઈ રહેલી ગુજરાતના જીવનની તલપદીય સંસ્કારિતાને તથા આધુનિક સભ્યતાના રંગરોગાન ચડડ્યા વિનાની આપણું જીવનની અસલિયતને કવિતામાં જે ન્હાનાલાલ મૂર્ત કરે છે, તે નવલિકાસૃષ્ટિમાં ધૂમકેતુ-મેઘાણું. આપણું એકવિધ બનતા જતા જીવનમાંથી વિલીન થતી જતી તળપદી રેનક ધૂમકેતુને એક પ્રિય વાર્તાવિષય બની રહે છે. ધૂમકેતુની એક સબળ ટૂંકી વાર્તા “સ્ત્રીહદય' તથા ગોપાલ', “એની સમજણ”, “સત્યનું દર્શન ઈત્યાદિ ઉદાહરણરૂપે અહીં યાદ આવશે.
ધરતી સાથે જેમની નાળ હજુ કપાઈ નથી એવાં પાત્રો તરફ ધૂમકેતુ બિરાદરીની સહજ એવી લાગણી અનુભવે છે. નાદાર અવસ્થામાં જૂના ખર્ચાળ સંગીતશોખને વળગી રહેવામાં હાંસલ શું ? જમીનદારની મૃત્યુતિથિએ આર્થિક બદલાની આશા સિવાય ગાયન-વાદન કરવામાં અંધ ગયાને પ્રાપ્તિ શું ? (“એની સમજણ” વાર્તા). શા માટે ધના ભગતે ખુવારીની જાણ છતાં જરીપુરાણ બનેલી ઘડાગાડીને વળગી રહેવું જોઈએ? (“સત્યનું દર્શન વાર્તા). શા કારણે હા રબારી એનાં ઢોરઢાંખરને જીવને ભેગે વળગી રહે છે? (“ગપાલ'). કેવળ બુદ્ધિની દૃષ્ટિએ વિચારીએ તે એમાં મૂર્ખાઈ નહિ તો ઘેલું અવ્યવહારુપણું લાગે. પરંતુ જીવનની ચીલાચાલુ વ્યાવહારિકતા કે ધૂળ નફાટાની ગણતરીએ ચાલનારાં આ પાત્રો નથી. પહેલી વફાદારી પિતાની લાગણતંત્ર પ્રત્યે, જીવનમાં સ્વીકારેલા