________________
૫૧૦]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
ચ'. ૪
વિભાગનાં પૃષ્ઠના વાચને એમને ઘણી પ્રેરણા આપી હતી, ઝવેરચંદ મેધાણીએ ‘નર્માંદના વીરાએ સિંચેલું શિશુહૃદય' એવા ઉચિત શીર્ષીક હેઠળ ન ગદ્યના ઇતિહાસવિભાગના વાચને ધૂમકેતુમાં પ્રેરેલા પ્રભાવને વવ્યા છે. બચપણુથી ઇતિહાસ અંગેનાં પુસ્તકા વાંચવાની ધૂમકેતુને વિશેષ રુચિ હતી. ભવિષ્યમાં ઐતિહાસિક નવલકથાઓના મેાટા ફલક ઉપર થનાર લેખનના સ`સ્કાર કદાચ આ રીતે શૈશવ અવસ્થા દરમિયાન નખાયા હરો. ધૂમકેતુએ કિશારાવસ્થાનું સ્મરણ આ રીતે નોંધ્યું છે: ગુજરાતી સાહિત્યમાં કાઈ પુસ્તક તે વખત સુધીનું છપાયેલું એવું રહ્યું નહિ કે જે મેં વાંચ્યું ન હેાય, ખાસ કરીને અતિહાસિક નવલકથાઓનું” (‘જીવનપથ', પૃ. ૧૬૮; ઈ. ૧૯૦૭ આસપાસની પરિસ્થિતિના અહીં નિર્દેશ છે). શ્રીમન્નથુરામ શર્માના ખીલખાના આશ્રમના સ`પન્ન દક્ષિણામૂર્તિ પુસ્તકાલયના ધૂમકેતુએ પૂરા કસ કાઢયો હતા.
જીવરાજ જોશી પાસે સાંભળેલી વાર્તાઓએ બાળક ધૂમકેતુની સુપ્ત સર્જનશક્તિને સ"કારી હતી. કુદરતી સૌંદર્ય નિહાળવાના સંસ્કાર ધૂમકેતુના સર્જક ચિત્તે ઝીલેલા છે. વીરપુરથી જેતપુર સુધીના આ ચાર ગાઉના રસ્તાએ મને જેટલે કલ્પનારસ પાયેા છે એટલા ભાગ્યે જ ખીજા કાઈ રસ્તાએ પાયા હશે' (એ જ, પૃ. ૧૩૩). લેખક તરીકે ખ્યાતિ મળી તે પહેલાં ધૂમકેતુએ ઘણા કલમવ્યાયામ કરી લીધા હતા. ખીલખાના શ્રીમન્નથુરામ આશ્રમમાં ‘હું તા રાત પડે ને મારા કામમાં ચાટું. કાઈને ખબર ન પડે એમ મેં તા લગભગ ત્રણથી ચાર હાર કાગળ — ફૂલ્સŠપના પા કાગળ —— એ વખતે લખી નાખ્યા ! આ વ્યાયામે મને લખાણ કરવાની — ઘણું લખી શકવાની ટેવ આપી' (એ જ, પૃ. ૧૭૬),
ધૂમકેતુના સુદી, સુસંવાદી અને લેખનપ્રવૃત્તિ માટે પાષક નીવડેલ દાંપત્યજીવનના પ્રારંભ ઈ. ૧૯૧૦માં કાશીબહેન જોડેના લગ્નથી થયા.
ઈ. ૧૯૧૪માં પારખંદર હાઈસ્કૂલમાંથી ધૂમકેતુ મૅટ્રિકમાં પાસ થઈને જૂનાગઢની બહાઉદ્દીન કૅાલેજમાં આગળ અભ્યાસ માટે દાખલ થયા. ઈ. ૧૯૧૬માં આન ંદશંકર ધ્રુવના ‘વસન્ત'માં ધૂમકેતુના લેખા છપાવા લાગ્યા હતા. ઈ. ૧૯૨૦માં વિદ્યાર્થીકાળનું સીધુ· ચઢાણુ પૂરુ કરી, અગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીના ખી.એ. થઈ, પહેલાં ગાંડલ રાજ્યની રેલવે ઑફિસમાં તથા ત્યાર બાદ ગાંડલની હાઈસ્કૂલમાં ઈ. ૧૯૨૩ સુધી ધૂમકેતુએ કામગીરી ખાવી. ઈ. ૧૯૨૩માં મળેલું' નામે એમની પાછળથી ખુબ જાણીતી બનેલી ટૂંકી વાર્તા ‘પોસ્ટ ઑફિસ’ ‘સાહિત્ય’ સામયિકમાં પ્રસિદ્ધ થયેલી. ૧૯૨૬માં “તણખા' મંડળ–૧ વાર્તાસંગ્રહ પ્રગટ થયા. ધૂમકેતુની પહેલી સામાજિક નવલકથા