________________
૫૦૮ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ગ્ન'. ૪
અપેક્ષા રહે, પરંતુ ઘટનાનાં સ્થળ મુખ્યત્વે આફ્રિકાનાં જંગલા બને છે. અલબત્ત એ જંગલાનાં વન–ચિત્રાલેખનમાં તેમની શક્તિ સારી એવી ખીલી ઊઠી છે. નિવેદિતા'માં પણ નિવેદિતા ત્યક્તાની સ્થિતિમાં દક્ષિણ ભારતના જંગલમાં શિક્ષણસંસ્કારની પ્રવૃત્તિ કરવા જાય છે — ત્યાંના પ્રદેશના વાર્તાકાર સરસ ચિતાર આપી શકયા છે. પણ ‘દરિયાલાલ' કે ‘જળસમાધિ'માં એ દરિયાઈ જીવનના હૃદ્ય સ્પર્શી કરાવી શકયા નથી. દરિયાલાલ'માં કથાનાયક રામજી ચાંચિયા સાથે દરિયાઈ યુદ્ધ ખેડે છે તે વર્ણન કૃત્રિમ લાગે છે. દરિયાલાલ’ પછીની ‘જળસમાધિ' નવલકથામાં પશુ વિષય આકર્ષીક હેાવા છતાં તેની રજૂઆત નિર્મૂળ લાગે છે. કથાનાયક કાનજી માલમ નામના દરિયાખેડુ વાસ્દા ડી ગામાને હિંદ આવવાના માર્ગો બતાવે છે એ મુખ્ય વસ્તુની આસપાસ તેની ચાંચિયાગીરીની દંતકથાઓ તેમ જ ખીજી કેટલીક કલ્પિત ઘટના વાર્તાકારે નિરૂપી છે. પણ દરિયાઈ સાહસા—દરિયાઈ જીવન એ સં અસરકારક લાગતાં નથી. આયાને દરિયાઈ જીવનને પ્રત્યક્ષ અનુભવ કદાચ નહિ હેાવાથી આ કૃત્રિમતા અથવા અવાસ્તવિકતા તેમનાં વર્ષોંનામાં પ્રવેશી ગઈ છે. આચાર્યંમાં દરિયાઈ જીવનની દિલચસ્પી ભલે હાય, પણ ‘સુકાની' જેવા નવલકથાકારે દેવા ધાંધલ' નવલકથામાં દરિયાઈ જીવનને જે સાક્ષાત્કાર કરાવ્યા છે તેવા આચાર્ય એમની આ પ્રકારની નવલકથાઓમાં કરાવી શકયા નથી. સામાજિક નવલકથાઓમાં પણ આચાર્યની નબળી વસ્તુસંકલના, અપ્રતીતિકર પાત્રચિત્રણું, નાટકી ઢબના સંવાદો, પ્રચારાત્મકતા વગેરે લક્ષણા ધ્યાન ખેંચી રહે છે. 'નિવેદિતા'માં એમણે ત્યક્તા નારીના બચાવનુ, એની સુરક્ષાનું પ્રયાજન તાકયું છે, પરંતુ એ નીતિએધમાં અને પ્રચારકતામાં અટવાઈ પડયા છે.
‘હાજી કાસમ તારી વીજળી', ‘દેશદીવાન', ‘કરાલ કાળ જાગે', ‘સામ સિંહ ખીàાલા', ‘ભલે ઉગા ભાણ', ‘રત્નાકર મહારાજ' વગેરે અનેક નવલકથાએ આયાયે આપી છે. એમની ‘સક્કરબાર', ‘હરારી', ‘સરફરાશ', ‘સરગાસ' જેવી દરિયાઈ સાહસકથા જાણીતી પણ થઈ હતી. આચાયે ગુજરાતના સેલ ક યુગની ભૂમિકા લઈને તેમ જ વિજયનગરના સુવર્ણયુગની ભૂમિકા લઈને પણ સંખ્યાબધ નવલકથાઓ રચી છે. એમની ઐતિહાસિક નવલકથાએમાં ઇતિહાસ સાથે તે ઘણી છૂટછાટ લઈને પણ કથાને આસ્વાદ્ય કલાકૃતિ બનાવી શકયા નથી તેના રંજ રહે છે.
આચાયે ‘અખાવન' (૧૯૫૭), ‘મા’રરાજ’, ‘અલ્લાબેલી' (૧૯૪૬) જેવાં નાટકા પણ લખ્યાં છે. તેમાં તેમના કેાઈ વિશેષ વરતાતા નથી.