________________
૪૯૦]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
ચિં . ૪ કલાકૃતિ રૂપે પ્રગટ થઈ શક્યો હોય તે બસ છે. વાર્તાકારે પસંદ કરેલ વિષય સાચે જ નવીન અને આકર્ષક છે. અને એમનું શુભ પ્રયોજન એ છે કે “પતિતાઓ પ્રત્યે જગતની સહાનુભૂતિ ખુલ્લી રીતે પ્રદર્શિત થવા લાગી છે. અને તેમના ઉદ્ધાર માટે કઈ કઈ પ્રયત્ન પણ થઈ રહ્યા છે. એવી સહાનુભૂતિ અલ્પાંશે પણ વધે એ ઉદ્દેશથી “પૂર્ણિમાના વિષયની પસંદગી મેં કરી છે.” (પહેલી આવૃત્તિની પ્રસ્તાવના, ૧૯૩૨).
વાર્તાકારે કથાવિષય નવો – વણખેડાયેલો પસંદ કર્યો છે. પણ તેમની નિરૂપણરીતિ અગાઉની નવલકથાઓમાં છે તેવી જ રૂઢ છે. કથાનાયકને કંઈ ને કંઈ લગની અથવા ધૂન હોય છે. હૃદયનાથને વ્યાયામની લગની હતી, ગૌતમને યુદ્ધની લગની હતી. અરુણને દેશભક્તિને નાદ લાગ્યો હતો, અશ્વિનને ગ્રામલક્ષ્મીની સ્થાપના કરવી હતી. અવિનાશને પતિતોદ્ધારની ધૂન છે. અલબત્ત એની આ ધૂન પાછળ રાજેશ્વરીના સૌંદર્યનું આકર્ષણ કેટલું અને ગણિકાઓના ઉદ્ધાર માટેની ભાવના કેટલી તે માનસશાસ્ત્રીય તપાસનો વિષય બની શકે. રમણલાલની અનેક નવલકથાઓમાં સંકલના શિથિલ અને કેટલીક ઘટનાઓ અપ્રતીતિકર લાગે છે. એ સમયનાં સામયિકોમાં એ ધારાવાહી રૂપે પ્રગટ થતી હતી. અને તરત પુસ્તકરૂપે પ્રસિદ્ધ થતી હતી. એટલે એમને ફરી એ જોઈ જવાને સમય રહે નહોતો એવું કારણ તેમણે પોતે પણ “સ્નેહયજ્ઞ'ની પ્રસ્તાવનામાં નોંધ્યું છે. “પૂર્ણિમા પણ આ દેષથી મુક્ત નથી. એક તે અવિનાશ જેવો ઉચ્ચ કુટુંબને નબીર એના મિત્ર રજનીકાન્ત સાથે ગણિકાવાસમાં જાય અને ત્યાંના ચોકીદાર હબીબ સાથે મારામારી થાય, છરાબાજી થાય એવી ઘટના ઝટ ગળે ઊતરે તેવી નથી. પણ એથી વિશેષ મોટી વાત તો એ છે કે પદ્મનાભ જેવો કુશળ વકીલ રાજેશ્વરી પિતાની જ ભાણેજ છે તે ઘટનાથી છેક સુધી અંધારામાં રહે અને રાજેશ્વરીને રખાત તરીકે રાખવા તૈયાર થઈ જાય એ કેને સંભવિત લાગે ? આ નવલકથામાં વ્યક્તિસ્વાતંત્રય અને રૂઢિચુસ્ત સમાજ વચ્ચે તીવ્ર સંઘર્ષની શક્યતાઓ હતી. અવિનાશને રૂઢ સમાજ સામે પડકાર ફેંકતે અને તેની સામે ટક્કર ઝીલત બતાવી શકાય એવી સામગ્રી આ કથાવસ્તુમાં હતી. પણ લેખકને પિતાના કથાનાયકે ઝંઝાવાત સામે છે, વિષમ પરિસ્થિતિઓને સજન્ડ પ્રતિકાર કરે, કષ્ટ વેઠે, એવું કદાચ ઈષ્ટ નથી. એમના હદયનાથ, અશ્વિન, શિરીષ, અવિનાશ એ બધા એ રીતે સુંવાળા જણાય છે. અવિનાશનાં માતાપિતા શરૂમાં વિરોધ કરે છે પણ પછી પુછાને વશ વર્તે છે. અને સામાજિક ઘર્ષણ ડુંક થાય છે ખરું પણ અવિનાશ આસાનીથી એમાંથી મુક્ત થઈ જાય છે. રાજેશ્વરીને પાત્રચિત્રણમાં લેખકનું કૌશલ ધ્યાન ખેંચી રહે છે. ખાસ તે એને સંયમી વર્તાવ અને એની