________________
પ્ર. ૧૨ ]
રમણલાલ દેસાઈ
[ ૪૮૯
‘ગ્રામલક્ષ્મી’માં વાર્તાકાર અંતિમ ધ્યેય નિશ્ચિત કરી રાખીને જ ઘટનાઓને ગણતરીપૂર્વક આલેખે છે અને પાત્રા પણ તેમના સંદેશવાહક જેવાં બની રહે છે. અશ્વિનને વાર્તાકારે આદર્શી ગ્રામસેવક મનાવવાના મનેરથ સેવ્યા છે. એટલે ગ્રામેાદ્વારની સવ પ્રવૃત્તિમાં નેતાગીરી એના હાથમાં જ રહે તેવી ચેાજના તેમને કરવી પડી છે. આદર્શ ગ્રામસેવકની હેસિયતથી તે બ્રહ્મચર્યના સંકલ્પ પણ કરે છે! તેમ છતાં સમગ્ર કથામાં તેનુ ં મહાન સમાજસેવક તરીકેનું કાઠુ પ્રગટતું નથી. એનાં કાર્ય વાર્તાકારથી પ્રેરાતાં હૈાય તેમ લાગ્યા કરે છે. આશ્ચર્યની વાત તે એ છે કે આવા મહાન કાર્યક્રમમાં અશ્વિનના માર્ગમાં કાઈ ભારે સંઘ આવતા નથી. એને ઘણા બધાને સહકાર અનાયાસે જ મળી રહે છે. અને લેખકની યેાજના મુજબ ગ્રામેાહારનું સ્વપ્ન અશ્વિન દ્વારા આસાનીથી સિદ્ધ થઈ જાય છે. અશ્વિનના મુખ્ય પાત્ર કરતાં તા મહેરુનું પાત્ર વિશેષ આકર્ષીક અને પ્રતીતિકર લાગે છે. અશ્વિનને પેાતાના ગામમાં પ્રવેશ થયે। ત્યારથી જ મહેરુને તેને પરિચય થાય છે. અને એ પછી સાઘત તે અશ્વિનના કાર્યમાં સહભાગી બને છે. પણ એનાં કાર્યમાંથી એના વ્યક્તિત્વની ખાસિયતા બરાબર પકડી શકાય છે. અન્ય નવલકથાઓમાં વાર્તાકારે યાજ્ગ્યા છે તેવા પ્રેમત્રિકાણુ અહીં પણ યોજવા પ્રયત્ન કર્યાં છે. પણ આત્રિકામાંથી કાઈ સ ધર્યાં ઉદ્ભવતા નથી. તારા છેવટે સ્થૂલ પ્રેમમાંથી મુક્ત થઈ દેઢાપભાગ વિનાના સૂક્ષ્મ પ્રેમની આખેાહવામાં તરવા માંડે છે, ‘ગ્રામલક્ષ્મી’માં વાર્તાકારને સહુથી ભારે મુશ્કેલી તે। ભાષાની છે. ગ્રામપ્રદેશનું વાસ્તવિક વાતાવરણ પ્રત્યક્ષ કરાવવા માટે ગ્રામપ્રદેશની તળપદી ખેાલી આવશ્યક ગણાય. તે મૂડી ા લેખક પાસે છે નહિ. પાત્રાચિત એટલી વિના અને ગ્રામજીવનના તહેવારા-વહેવારાના ઋતુચક્રાના નિરૂપણુ વિના તેમ જ ગ્રામજીવનમાં પડેલી સંકુચિતતા, ઈર્ષ્યા, દ્વેષ અને અન્ય બદીઓના ચિત્રણ વિના આ નવલકથામાં યથાયિત વાતાવરણુ સરાતું દેખાતુ નથી. વાર્તાકારે ગાંધીજીના પ્રોાધેલા ગ્રામે હારના કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક આ દળદાર નવલકથામાં નિરૂપ્યા છે. પણ વાર્તાકલા સાથે લેખકની એ વિશેની ભાવનાના વિનિયાગ થઈ શકયો નથી એ સ્પષ્ટ છે.
‘પૂર્ણિમા’ નવલકથા વિષયની દૃષ્ટિએ તેમની અન્ય સામાજિક નવલકથાએ કરતાં જુદી તરી આવે છે. તેમણે એમાં ગણિકાઓના પ્રશ્નની છણાવટ કરી છે. લેખકે આ નવલકથા પ્રગટ કરતાં પ્રસ્તાવનામાં એમાંના વિષય-વસ્તુને કારણે ખૂબ સંકાય અનુભવ્યા છે. લેખકને એ સાચ અર્થહીન છે. સાહિત્ય માટે કાઈ પણ વિષય સભ્ય કે અસભ્ય છે જ નહિ, કલા નીતિનિરપેક્ષ છે. કાઈ પણ વિષય