________________
પ્ર. ૧૧]
ડોલરરાય માંકડ
[ ૪૭૭*
છે. મૌલિક વિચારણાને મતાગ્રહ એમનામાં કયારેક દેખાય પણ અસહિષ્ણુતા કે આભિનિવેશ કચાંય જણાશે નહિ. સ્વસ્થ અને તત્ત્વદશી" પરીક્ષકવૃત્તિનું પ્રવર્તીન એમનાં વિવેચનેાની તેમ એમનાં આ સંશાધનેાની પણ પ્રધાન લાક્ષણિકતા છે.
અન્ય
‘ભગવાનની લીલા’ (૧૯૪૮) : ડાલરરાયની પ્રશિષ્ટ રુચિના એક લાક્ષણિક વર્ભાવ અનુષ્ટુપની પાણા તરસા જેટલી પ`ક્તિઓમાં વિસ્તરેલા એમના કથાકાવ્ય ભગવાનની લીલા'માં પણ થાય છે. એક સાધુની કૃપાથી, સ્નાન માટે નદીમાં ડૂબકી મારીને નીકળતાં સુધીની ક્ષણેામાં એક બ્રાહ્મણ યુવકને ભગવાનની અકળ લીલાના અનુભવ થાય છે એવી, બાળપણમાં સાંભળેલી એક અદ્ભુત-રસિક કથાને કવિએ અનુષ્ટુપના પ્રશિષ્ટ-ગંભીર લયમાં સત્યજ્ઞાન કે બ્રહ્મજ્ઞાનના નિરૂપણુ માટે ઉતારી છે– એ આ કાવ્યની વિલક્ષણતા છે.
જળમાં ડૂબકી મારીને નીકળતાં સુધીમાં સુદામા જન્માંતરને અનુભવ કરે છે એ જાણીતી ઈશ્વરલીલાકથાના જેવા આ કાવ્યના કથાવસ્તુમાં ચમત્કારનું તત્ત્વ કંઈક વધુ પ્રમાણમાં પ્રવ`તું રહ્યું છે એથી પાત્રઘટનાનુ` કાઈ પરિમાણુ ઊપસતુ નથી. ઉપરાંત, વાર્તાનું સાદું કૌતુક અને સાધુની ચમત્કાર-સિદ્ધિ જેટલુ ધ્યાન ખેંચે છે એટલુ', કવિને અભિપ્રેત ભગવાનની લીલા પણ ખેંચતી નથી એવું ઉપેન્દ્ર પંડયાનું નિરીક્ષણ પણ સાચુ છે.૩૫ કાવ્યબાનીમાં કચાંક દેખાતા રામાયણ, રઘુવંશ, મૃચ્છકટિક, કાદ...ખરી આદિના અભિવ્યક્તિગત સસ્કારી કવિને અભીષ્ટ પણ રહ્યા છે પરંતુ એથી સામાન્યતઃ સરળ, પ્રાસાદિક અને પ્રવાહી રહેતુ. વક્તવ્ય અવરુદ્ધ થયુ છે ને છ દાખધ પણ શિથિલ બન્યા છે. આ કાવ્ય ડાલરરાયના વિ તરીકેનેા કાઈ નેાંધપાત્ર ઉન્મેષ બનતું નથી – માત્ર કેટલાંક રમણીય વનચિત્રા અને ભાવે।ચિત ઉપમાઓથી એ કઈક આસ્વાદ્ય રહે છે.
શિક્ષણ, ધર્મો, તત્ત્વજ્ઞાન – મૌલિક-અનૂદિત ગ્રંથા : આ ઉપરાંત, ‘એકસૂત્રિત શિક્ષણુયાજના' (૧૯૫૦), ‘ઋગ્વેદમાં વશિષ્ઠનું દર્શન' (૧૯૬૪), ‘ગીતાના મુદ્ધિયોગ’ (૧૯૬૯) આદિ શિક્ષણુ-ધર્મ-તત્ત્વજ્ઞાનની એમની મૌલિક કૃતિ છે. આ વિષયેામાં એમણે કેટલાંક પુસ્તકા અંગ્રેજીમાં પણ લખ્યાં છે. એમણે કરેલા કેટલાક નોંધપાત્ર અનુવાદેામાં સંસ્કૃત પ્રહસન ‘ભગવદ્દકીયમ્’ (નૈવેદ્ય’માં), ધર્મ અને તત્ત્વજ્ઞાનના ગ્રંથા ‘રુદ્રાધ્યાય' (૧૯૨૯) અને ‘શક્રાધ્યાય સ્તાત્ર' (૧૯૨૯) તથા આશ્તેકરના ‘એજ્યુકેશન ઇન એન્થિયન્ટ ઇન્ડિયા' પરથી ‘પ્રાચીન ભારતમાં શિક્ષણ' (૧૯૬૫) આદિને સમાવેશ થાય છે. આ સમાં, જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રામાં એમના સતત ચાલતા રહેલા નિદિધ્યાસનનેા પ્રભાવક પરિચય મળે છે.