________________
૪૭૪ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ શ્ર° ૪
વિવેચનમાં શાસ્ત્રીય પરિભાષાની ચેાકસાઈના એમના દૃઢ આગ્રહને સંદર્ભે એમણે મુનશીના સાહિત્યમાં સચેાટતા' લેખમાં અને ખબરદારના ‘ગુજરાતી કવિતાની રચનાકળા' પુસ્તકમાં કઢંગી પરિભાષાને કારણે આવી ગયેલાં અચેાસતા, અશાસ્ત્રીયતા અને તત્ત્વની ગેરસમજને સ્પષ્ટપણે નાંધી આપ્યાં છે અને એ લખાણાની કાઈ અભિનિવેશ વિના પણ કડક આલેચના કરી છે. પરિભાષાની જ ચર્ચા નિમિત્તે વિષ્ણુપ્રસાદના ‘અનુભાવનાશક્તિ' અંગેના પ્રતિપાદનને! – અને સિદ્ધાન્તચર્ચાના એક લેખમાં સાધારણીકરણની એમની વિચારણાને – પણ ડાલરરાયે પ્રતિવાદ કર્યા છે. મુદ્દેમુદ્દાને બરાબર પકડીને એમણે એનું તર્કશુદ્ધ વિશ્લેષણ કર્યું છે. ડેાલરરાય સર્જકના વિશેષીભૂત નહિ પણ સાધારણીકૃત અનુભવને આવશ્યક લેખે છે. ભાવનની ક્રિયામાં ભાવકની સક્રિયતા કે કલ્પનાપ્રવૃત્તિ એમને શકય જણાતી નથી કારણ કે એમની દૃષ્ટિએ, કલાનુભવની ક્ષણે તે ભાવક મેારલીના સંગીતથી નાચતા સાપની જેમ સકની સંમેાહનશક્તિથી વશ થઈ મૂર્છાવસ્થામાં હેાય છે. આ ક્ષણ વીતી ગયા પછી વિવેચક એ આખાય કલાનુભવ ફરીથી પ્રત્યક્ષ કરી શકતા હેાય છે. આ પુનરનુભવની શક્તિને ભાવયિત્રી પ્રતિભા કે અનુભાવનાશક્તિ ગણી શકાય એવું એમનું મંતવ્ય રહ્યુ છે.૩૧ પરંતુ, કલાકૃતિના પ્રથમ મુકાબલાની ક્ષણે ભાવક કલ્પનાપ્રવૃત્તિ નહિં ને કેવળ નિષ્ક્રિય – ઉદાસીન હાય તે। એના પુનરનુભવનું શું અને કેટલું મૂલ્ય એવા પ્રશ્ન રહી જાય છે. ડાલરરાયની આ તપૂત વિચારણામાં, આ દૃષ્ટિએ, કેટલાંક ચિંત્ય સ્થાનેા પણ રહી ગયાં છે.
—
કાવ્યવિવેચન'માં આ ઉપરાંત ઊર્મિજન્ય ભાવાભાસ, આય્નીનું તત્ત્વ, મેટાફ અને રૂપક જેવા તત્કાલીન સાહિત્યવિવેચનના પ્રશ્નોની સંક્ષિપ્ત ચર્ચા છે. એમાં પણ એમની તત્ત્વગામી, સુરૈખ અને વિશદ વિચારણાના પરિચય મળે છે.
એમની ચિંતનલક્ષી અને શાસ્ત્રીય દૃષ્ટિના નોંધપાત્ર દૃષ્ટાન્ત રૂપ ‘વિચારબળા’ અને હ. ધ્રુવની સમગ્ર વાડ્મયસેવાની સૂચિ' એ એ લખાણા (‘નૈવેદ્ય’) ખૂબ વિશિષ્ટ છે. પહેલા દી લેખમાં ૨૦મી સદીના પૂર્વાર્ધમાં આપણા સાહિત્યમાં પ્રધાનપણે વિનિયેાગ પામેલાં વિચારબળાની સમર્થ વિચારણા છે. સાંસ્કૃતિક સંદર્ભમાં કરાવેલા આ પ્રવાહદર્શનને અંતે એમણે, લબ્ધપ્રતિષ્ઠ લેખકેાની વિચારણામાં પશ્ચિમની નવી અસરાની ઉત્કટતા ગળાઈ જઈ પ્રાચીન આર્ય ભાવના જ પ્રાધાન્ય ભાગવે છે એવું પ્રતિપાદન કર્યું છે. ડાલરરાયને સાંસ્કૃતિક સંદર્ભો ધરાવતી વસ્તુગત વિચારણાની ફાવટ સૌથી વધુ છે એ પણ આવા લેખા સિદ્ધ