________________
પ્ર. ૧૧ ]
ડોલરરાય માંકડ
[ ૪૭૩
એમની આવી સમાલાચક દૃષ્ટિના સૌથી વધુ નોંધપાત્ર વિનિયેાગ થયા છે. ૧૯૫૭-૫૮માં આપેલાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનાના ગ્રંથ ગુજરાતી કાવ્યપ્રકાર’(૧૯૬૪)માં કાવ્યસ્વરૂપોને વર્ગીકૃત કરવામાં મુખ્યત્વે તે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિચારણાને જ એમણે ધ્યાનમાં રાખી છે પરંતુ અર્વાચીન કાવ્યપ્રકારાને તથા એ અંગેની ચર્ચાને પણ સમાવી લેતી વગી કરણની પુનઃવ્યવસ્થા એમણે કરી આપી છે. આ મુજબ, કાવ્યપ્રકારાના વી^કરણ અંગેના ભારતીય તેમ જ યુરાપીય સિદ્ધાન્તાની તથા અર્વાચીન ગુજરાતી વિવેચનની ભૂમિકા ચીને એમણે કાવ્યપ્રકારાને આ રીતે વી`કૃત કર્યા છે : (૧) માનવજીવન-નિરૂપણની દૃષ્ટિએ મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્ય, (૨) વસ્તુના ઉદ્દીપનની અંતસ્તત્ત્વની દૃષ્ટિએ રસધ્વનિ, વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા (૩) વસ્તુના આલંબનની દૃષ્ટિએ આત્મલક્ષી અને પરલક્ષી. પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય વિચારણામાંથી આધાર લઈને તથા સંસ્કૃત-ગુજરાતી કવિતામાંથી ઘણાં દૃષ્ટાન્તા લઈને એમણે પેાતાની ચર્ચાને શાસ્ત્રીય ચેાકસાઈવાળી અને સમૃદ્ધ બનાવી છે. આખ્યાનની પ્રત્યક્ષતાને અને કથાની પરેક્ષતાને શૈલીલક્ષણ્ણા તરીકે ધટાવીને એમણે આખ્યાન અને પદ્યવાર્તાને સ્વતંત્ર કાવ્યપ્રકાર। ગણ્યા નથી તા અર્વાચીન વિચારપ્રધાન, ઊર્મિપ્રધાન અને કલ્પનાપ્રધાન પ્રકારાને અનુક્રમે સંસ્કૃતના વસ્તુધ્વનિ, રસનિ અને અલંકારધ્વનિ રૂપે ધટાવ્યા છે. એમાં વીર્ગીકરણનુ" એક વ્યાપક દૃષ્ટિબિંદુ એમણે સ્વીકાયુ” જણાય છે પરંતુ આવા દૃષ્ટિબિંદુમાં અને મહાકાવ્ય, ખંડકાવ્ય અને લઘુકાવ્યનાં વ્યાવક લક્ષણા એમણે સંસ્કૃત કાવ્યવિચારને જ મહદ શે લક્ષમાં રાખીને દર્શાવ્યાં છે એમાં સંસ્કૃત વિવેચના તરફના એમના સ્પષ્ટ ઝુકાવ તા દેખાય જ છે. આ ઉપરાંત, કાવ્યના વસ્તુગત ભેદ-પ્રભેદાને દર્શાવતા વિશ્લેષણની પદ્ધતિ અખત્યાર કરી હાવાથી એમના આ પ્રયાસમાં વી કરણના સિદ્ધાન્તાનું વિદ્વત્તાપૂર્ણ અને શાસ્ત્રીય રૂપ ઊપસે છે એટલું કાઈ કાવ્યપ્રકારની રચનાગત વિશેષતાઓનુ` રૂપ ઊપસતુ` નથી.૩૦
આ ઉપરાંત ‘નૈવેદ્ય'(૧૯૬૨)ના ‘નવલકથા અને નવલિકા' અને એકાંકી નાટકા' એ લેખામાં તે તે સાહિત્યસ્વરૂપની લાક્ષણિકતા ચી` છે. કૃતિઓની સમીક્ષા કરતાં પણ એમણે એના સ્વરૂપ અ`ગેના વિચારો વ્યક્ત કરેલા છે.
સિદ્ધાન્તચર્ચા : સૈદ્ધાન્તિક વિવેચના ડાલરરાયે સામાન્યપણે તેા અન્ય વિવેચકાની વિચારણામાંથી ઊભા થતા કેટલાક પ્રશ્નોની ચર્ચા રૂપે – વિવેચનના વિવેચન રૂપે કરી છે. કાવ્યવિવેચન'માં એમની આવી વિવેચના મળે છે.