________________
પ્ર. ૧૧] વિજયરાય વૈદ્ય
[૪૪૫ વિવેચનપદ્ધતિની ટીકા કરતાં એમણે વિવેચકમાં કલ્પને ઉપરાંત સૂકમ પૃથક્કરણ કરનારી બુદ્ધિશક્તિની આવશ્યકતા પ્રમાણ જ છે.
એમના વિવેચનમાં પ્રયોગલક્ષી વલણ પણ દેખાય છે. કેટલાક પ્રયોગો પત્રકારત્વરિત પણ હશે પણ એમાંથી નીવડી આવેલામાં વિજયરાયની વિવેચના-- ને લાંબા ફલકનો તથા એમની વિવેચનપ્રવૃત્તિનાં વિવિધ પરિમાણોને સરસ પરિચય મળી રહે છે. રસલક્ષી નિબંધિકાઓ જેવાં મિતાક્ષરી અવલોકને, આક્રમક પણ તત્ત્વાગ્રહી ઊહાપોહ, માહિતીને સઘન રીતે સમાવતાં છતાં આસ્વાદદશ રહેતાં કૃતિ-કર્તા કે સાહિત્યપ્રવાહ અંગેનાં લખાણ, તલસ્પર્શી સાહિત્યતત્ત્વચર્ચાઓ, વ્યવસ્થિત અને અંકાડાબદ્ધ ચાલતી કેટલીક અધ્યયનમૂલક વિચારણાઓ - એ બધામાં એમની સજજતાને અને એમની રસિક વિદ્વત્તાને વિવિધરૂપે. આવિષ્કાર થયેલું છે.
સાહિત્યને ઇતિહાસ : મુનશીએ વિજયરાયની “a brilliant stylist and a powerful critic૮ તરીકે આપેલી ઓળખ તેમના “ગુજરાતી સાહિત્યની રૂપરેખા'(૧૯૪૩)ની બાબતમાં સૌથી વધુ સાચી છે. સાહિત્યના સળંગ ઈતિહાસો આપવાના કેટલાક ગાંધીયુગીન વિવેચકેના મહત્વના પ્રયાસોમાં વિજયરાયને આ ગ્રંથ ઈતિહાસલેખનની અરૂઢ પદ્ધતિ અને એમની વિલક્ષણ ગદ્યશૈલીથી જ તરી આવે છે. હેમચંદ્રથી આરંભી આ સદીના લગભગ ત્રીજા દાયકા સુધીના સાહિત્યપ્રવાહને, મુખ્ય કર્તાઓ અને એમની મહત્ત્વની કૃતિઓને કેન્દ્રમાં રાખીને એમણે સરસ આલેખ આપ્યો છે. પત્રકારી આકર્ષકતાવાળાં પણ સામાન્ય રીતે મર્મદશ નીવડતાં પ્રકરણશીર્ષક, કવિના જમાનાના સાંસ્કૃતિક પરિવેશનું મિતાક્ષરી અને ચિત્રાત્મક વર્ણન, કર્તાના વ્યક્તિત્વની અને એની સર્જકપ્રતિભાની લાક્ષણિકતાઓને ક૯૫નામંડિત પરિચય, કૃતિનું લાઘવપૂર્ણ, સચોટ રસદર્શન – એની આગવી ખાસિયત છે. માણેલા સાહિત્યાનંદને વર્ણવવાનો એમને આશય રહ્યો છે અને એથી એમની ગતિ શુષ્ક ઈતિહાસલેખનને બદલે રસાવહ પદ્ધતિએ સાહિત્યપરંપરાનું મૂલ્યાંકન કરવાની દિશામાં રહી છે.
આવી પદ્ધતિ છતાં એમાં માહિતીની ઊણપ પણ ખાસ વરતાતી નથી. મૂળ સળંગ લખાણમાં સમાવિષ્ટ ન થયેલી માહિતી એમણે પરિશિષ્ટ દ્વારા મૂકી છે. સાહિત્યસ્વરૂપની વિશેષતાઓ નોંધતાં, કર્તા અને કૃતિની કેટલીક વિગત ને એકસાથે તારવી આપતાં, મહત્ત્વની સાલવારી નિર્દેશતાં આવાં પરિશિષ્ટોમાં માહિતી એક સ્થાને સંકલિત થઈને પણ મળે છે.
પિતાના વક્તવ્યમાં, સકે અને કૃતિઓ વિશેનાં અભ્યાસી વિદ્વાનોનાં