________________
૪૪૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ પિતાના મતના સમર્થનમાં કરેલી દલીલમાં એમની અભ્યાસશીલતાની તથા તીણુ બુદ્ધિશક્તિની છાપ ઊપસે છે. પંડિતયુગીન વિવેચન અને એનાં સાહિત્યવલણ અંગેના લેખોમાં આની પ્રતીતિ થાય છે. તત્વચર્ચાને એમના થોડાક લેખ પ્રમાણભૂત વિચારણું, મુદ્દાસરની ચર્ચા અને માર્મિક નિરીક્ષણેનું મૂલ્ય ધરાવે છે. “વામયવિચાર”, “સાહિત્ય જેવા લેખોમાંની તર્કબદ્ધ અને પૃથક્કરણત્મિક ચર્ચા અને “કલાવિવેચનની ગૂંચમાં કલા અને નીતિના પ્રશ્નની અરૂઢ પદ્ધતિએ કરેલી, અનવેષણમૂલક વિચારણા ખૂબ સત્વશાળી છે.
વિજયરાયની ગ્રંથસમીક્ષાઓ એમની વિવેચનશક્તિઓને એક મહત્વને, લાક્ષણિક અંશ છે. સંક્ષિપ્ત ગ્રંથાવલેકમાં તે કૃતિને રસલક્ષી અને મર્મદશી પરિચય આપે છે તે એમની દીઈ સમીક્ષાઓ અભ્યાસ પૂર્ણ અને સમગ્રદશી હેાય છે. પાશ્ચાત્ય અને ગુજરાતી સાહિત્યપરંપરાની ઉત્તમ કૃતિઓના સંદર્ભ વિવેચ્ય કૃતિના સ્વરૂપ(genre)ની લાક્ષણિકતાઓ ચચી એનું મૂલ્યાંકન તે કરી આપતા હોય છે. કતિના વિશેષ દર્શાવી આપવામાં કે એના દેષોને બરાબર ધારદાર રીતે ચીંધી આપવામાં એ ખૂબ કુશાગ્રદષ્ટિ જણાય છે. “ઊગતી જુવાની', “સાહિત્યમંથન', “કાકાની શશી' ધૂમકેતુની વાર્તાઓ આદિની સંગીન દીધું સમીક્ષાઓ આના ઉત્તમ ઉદાહરણ રૂપ છે.
વિવેચન પરત્વેને સર્જનાત્મક દૃષ્ટિકોણ વિજયરાયનાં વિવેચનની એક મહત્ત્વની વિશેષતા છે. આ દૃષ્ટિકોણનાં મૂળ તે, અભ્યાસકાળમાં આર્થર કીલરકૂચની વિવેચનરીતિ તરફ જાગેલા એમના આકર્ષણમાં પડેલાં છે. “સાહિત્યનું વિવેચન સાહિત્ય જેવું સર્જનલક્ષી હોય તે જ દિmત્તમ જાતિનું ગણાય એવો ખ્યાલ ત્યારે જ બંધાયેલે – જે પછી એમના વિવેચનવિચારમાં ઉત્તરોત્તર સ્પષ્ટ થતો અને એમની સમીક્ષાઓમાં ચરિતાર્થ થતો ગયો.
સહૃદયતાથી કૃતિના પ્રભાવને ઝીલી, રસળતી અને કલ્પનામંડિત શૈલીમાં એને અંકિત કરી આપવાનું એ સ્વીકારે છે. એથી એમના વિવેચનેમાં વયક્તિક ઉષ્માના અને આત્મલક્ષી રાગીયતાના અંશે ઘણું જોવા મળે છે. વાચકને આથી કૃતિનું મર્મદર્શન તો મળે જ છે પણ એ ઉપરાંત વિવેચકની રસલક્ષી વિવેચનરીતિ પણ એનું ધ્યાન ખેંચે છે– વિજયરાયનાં વિવેચને આવો એક વિલક્ષણ અનુભવ કરાવે છે. સાહિત્યના પ્રવાહદર્શનમાં કે સૈદ્ધાત્ત્વિક ચર્ચાઓમાં પણ એમની શૈલીનું રૂપ લગભગ આવું જ રહે છે.
પરંતુ એથી એમના વિવેચને વાયવ્ય બની જાય છે એમ નથી, કારણ કે એમાં બૌદ્ધિકતાને પરિવાર કે અભ્યાસશીલતાને અભાવ નથી. ન્હાનાલાલની