________________
પ્ર. ૧૦]
રામનારાયણ પાટેક
[ ૪૨૩
કલ્પનાની પ્રફુલ્લિતતાનું રુચિકર રસાયણુ જોવા મળે છે. મહાકવિમાં હોય તેવી પ્રૌઢિયુક્ત કવિતાશૈલી તેમની પાસે છે. શેષનાં ઉપમાચિત્રા' વિશે લખતાં ડાલરરાય માંકડે જણાવ્યું કે ‘આપણા કાવ્યસાહિત્યમાં વૃત્તાદિને ભાવવૈવિષ્યના વાહન તરીકે વિકસાવવાના પ્રયત્ના ધણા કવિઓએ કર્યા છે. પણ કલ્પનામૂલ અલંકાર અને તેને યેાગ્ય પ્રૌઢ ભાષાવ્યક્તિને વિકસાવીને આપણી હાલની કવિતાને મહાકાવ્યનું કલેવર ઘડવાને એ યેાગ્ય અને એમ કરવાના પ્રયત્ને તા ગેાવનરામ અને બલવંતરાય પછી શેષે જ કર્યા છે.'૭૮ ડાલરરાયે શેષ'ની ઘનીભૂત ચિત્રણશૈલી ઉપમાત્મક અને ઘણી અંતર્ગત શક્તિમત્તાવાળી હાવાનુ ંચે જણાવ્યું છે.
રામનારાયણે દુહા, સેારઠા, ગરબા, ભજને, ગીતા, મુક્તક, સોનેટા, સમસ્યાપૂર્તિએ ને એ રીતના અનેક કાવ્યપ્રકારો અને અનેક ઢાળલયે। અને કાવ્યશૈલીએ અજમાવીને પેાતાની સિસક્ષાના બળના રમણીય અંદાજ આપ્યા છે. તેમણે લાકગીતાના ઢાળેાથી માંડીને ઉસ્તાદી ચીજોના ઢાળ સુધીના ગેય ઢાળા; પૃથ્વી, મિશ્રોપજાતિ, શિખરિણી, અનુષ્ટુપ, શાર્દૂલવિક્રીડિત, મોંદાક્રાન્તા જેવા જાણીતા તેમ જ વિયેાગિની, સ્વાગતા જેવા અલ્પપ્રયુક્ત અક્ષરમેળ છંદો; દુહા, સેારઠા, હરિગીત, ઝૂલણા જેવા માત્રામેળ છંદો યેજી અને વિવિધ છંદમિશ્રણ્ણાના પ્રયાગા કરી લયતત્ત્વ પ્રત્યેની તેમની સાગતા ખરાખર બતાવી છે. તેમના અનુષ્ટુપ, મિશ્રોપજાતિ અને પૃથ્વીની વિલક્ષણતાએ અભ્યાસપાત્ર છે.
વિવેચનના ગદ્યની જેમ જ તેમનું પદ્ય પણ કાચ જેવું સ્વચ્છ વ્રુતિમ ત છે. તેમની નિરૂપણરીતિમાં રસસ'પન્નતા સાથે નિળ સાદગી જોવા મળે છે. તેમની કાવ્યશૈલીમાં લાધવયુક્ત એકાગ્રતા સાથે પારદર્શકતા-નમનીયતા પણ છે. તે જીવંત ભાષાને પ્રયેાજવાનું ટાળતા નથી, મલકે એવી તાને કાવ્યમાં પૂરા લાભ લેવા પ્રયત્ન કરે છે.
‘શેષ'ની કવિતામાં આયાસ – કૃત્રિમતાનાં, તર્ક પરાયણતાનાં, ભાવકલ્પનાનાં ઉડ્ડયનેમાં સીમિતતાનાં કેટલાંક દૂષણો અત્રતત્ર જણાતાં હેાવા છતાં, ફાંક લયશૈથિલ્સ ને સ્વરૂપશૈથિલ લાગવા છતાં તેમની કવિતા સકતાની જે વિવિધ તરેહે દર્શાવે છે તેના કારણે અગત્યની છે. તેમની કવિતાએ ગુજરાતી કવિતાનું પ્રયાગક્ષેત્ર કેવું મેાકળાશવાળું છે તે રચનાત્મક રીતે દર્શાવ્યું છે. ગુજરાતી હાસ્ય અને કરુણ રસની માર્મિક કવિતામાં એમનાં ‘સખિ ! જો—', ‘ઉદધિ', ડુંગરની કાર', ‘પેાઢેલા પિયુના—', ખીજરેખા', ‘એક સંધ્યા’, ‘મંગલ ત્રિકાણુ’, ‘અભેદ',
છેલ્લુ દર્શન', 'વિવેચક મિત્રને', 'આતમરામને', ‘પરથમ પરણામ મારા', ‘સિંધુનું આમ ત્રણ', ‘ઉસ્તાદને' તેમ જ બુદ્ધનું નિર્વાણુ’, ‘તુકારામનું સ્વર્ગાપહ',