________________
૪૨૨ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર ૪
તેમણે ઉત્કૃષ્ટ કાટિનાં વિનેાદરસિક કાવ્યો આપીને જીવનના સ્નેહ-ઉલ્લાસનુ મધુર દર્શન કરાવ્યું છે. તેમનાં ‘નવવરવધૂ', ‘સિખ! તારા—', ‘સેન્ટ્રલ સ્ટેશને’ જેવાં કાવ્યાની કેટલીક ઉક્તિએમાં તા ‘ખીજરેખા’, એક સંધ્યા’, ‘મંગલ ત્રિક’, ‘નટવરલાલજીને `ગરખા', ‘ઉમા-મહેશ્વર' જેવાં દામ્પત્યસંધનાં કાવ્યામાં હાસ્યના વિવિધ પ્રકારા દ્વારા જીવનની પ્રસન્નતાનું, સ્નેહની આનંદદાયકતાનુ આકર્ષક નિરૂપણ થયું છે. તેમના હાસ્ય પાછળ જીવનની ઊંડી સમજણુ, દુનિયાદારીનું ખારીક અવલાકન તથા કરુણાસભર શુભનિષ્ઠા રહેલાં જણાય છે. તેમનામાં ગાંભીય` સાથે જ રમતિયાળપણાનું અનેાખુ મિશ્રણ જોવા મળે છે અને તેથી તેમના હાસ્યમાં વિલક્ષણ પરિપ્રેક્ષ્યનુ ંયે નિર્માણ થાય છે. તેમના હાસ્યમાં, નગીનદાસ કહે છે તેમ, ‘પક્કાઈરસ' જોવા મળે છે. તેએ હાસ્યના કેવા કેવા તરીકાઓ ને તરકી જાણે છે તે 'પાઠકની છીંકે', ‘થાકવા આવ ું ખૈરીથી ?', કાઈ કહેશે। ?', એક રાજપૂત ટેકના મધ્યકાલીન દુહા', ‘માંદગીને' જેવાં કાવ્યેામાં જોઈ શકાય છે. પડનેય હાસ્યમાં સંડાવવાની કળા ‘ચિત્રકાર ત્રિપુટીને’માં જોવા મળે છે. દલપતરામ, નવલરામ જેવા કવિએ પછી હાસ્યવિનાદનાં ઉત્કૃષ્ટ કાટિનાં કાવ્યા આપવામાં, તા ખબરદાર પછી ઉત્કૃષ્ટ કાટિનાં પ્રતિકાવ્યા આપવામાં ‘શેષ’નુ... નામ ઉલ્લેખનીય છે. રોષની હાસ્ય અને કરુણુ કાવ્યોની સિદ્ધિ જોઈને જ મેધાણીએ જણાવ્યું હતું કે “કરુણુ અને હાસ્ય જગજ્જનનીનાં એ એ સ્તનનું પયપાન કરીને ‘શેષ’ માનવપ્રેમી કવિ બન્યા છે,’૭૭
રામનારાયણે ગુજરાતી પ્રકૃતિકવિતાનેય સમૃદ્ધ કરી છે. તેમનાં ‘ઉદધિને', ‘સિંધુનું આમંત્રણ' જેવાં કાવ્યો શુદ્ધ પ્રકૃતિકાવ્યો ન કહેવાય. 'ડુંગરની કારે' જેવું કાવ્ય તા ગુજરાતી પ્રકૃતિકાવ્યામાં વિશિષ્ટ છે. તે પ્રકૃતિના પરિવેશથી માનવભાવને, તા માનવભાવના પરિવેશથી પ્રકૃતિના આંતરરૂપને ઉપસાવવામાં નિપુણ છે. પાઢેલા પિયુના—' તેમની આ નિપુણતાએ એક ઉત્કૃષ્ટ મુક્તક બન્યું છે. રામનારાયણે ઉધિ, ડુઇંગર, ચંદ્ર-કૌમુદીનાં ઉપમાના પ્રમાણમાં વધુ પ્રયેાજ્યાં તે પણ અત્રે નોંધવુ· ઘટે. તેઓ પ્રકૃતિનાં સુરમ્ય તત્ત્વાને કેવી કુશળતાથી, સૂક્ષ્મતાથી શબ્દાંકિત કરી શકે છે તે પણ જોવા જેવું છે. તેમની વનકળા દ્ ચિત્રણથી કલ્પનાનાં ક્ષેત્રને લીલયા આવરી લે છે.
તેમનાં ‘રાણકદેવી’, ‘બુદ્ધનુ નિર્વાણ', ‘તુકારામનું સ્વર્ગારાહણ' જેવાં કાખ્યા ગુજરાતી ખંડકાવ્યના વિકાસના સંદર્ભમાં ધ્યાના છે. ‘તુકારામનું સ્વર્ગારાહણ’ કાન્તની ખંડકાવ્યની કળાને એક ડગલું આગળ લઈ જાય છે.
તેમની કવિતામાં ઊરિસિકતા સાથે ઊર્મિસયમ, ચિંતનની ગહરાઈ સાથે