________________
૪૧૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ મૂળભૂત પ્રેરક-નિયામક બળ તરીકે નિર્દેશતાં, તેના વ્યાપારમાં જ કલાસંયમનેય અનુસૂત હોવાનું તેઓ જણાવે છે. કાવ્યમાં આસ્વાદ્ય લાગણી હોય છે, લાગણીને સંયમ નહિ; અને લાગણીનું સજન એને સમજ-આકલન-મૂલ્યાંકન વિના, એના સંયમપૂત ખ્યાલ વિના શક્ય જ નથી. રામનારાયણ જેવા ચિંતક વિવેચક સર્જનમાં તેમ જ ભાવન–વિવેચનમાં તાદામ્યપૂર્ણ તાટસ્થને, લાગણી સાથે બુદ્ધિને સહયોગ અનિવાર્ય માને છે.૩૨
તેમણે લલિત કળાઓને “કલ્પનાની વૈર ગતિઓ', “રમતો', “કલ્પનાની લીલા-રૂપે વર્ણવી છે. કલ્પનાને યૌગિક ને વિશાળ અર્થ લઈ જ્ઞાનમાત્રના ગ્રહણમાં તેની અનિવાર્યતા ચીંધી છે.૩૩ કપનાને વાસ્તવિક્તા સાથે સંબંધ પણ તેમણે સમર્થ રીતે બતાવે છે. વળી મહાન અને સાધારણ કવિને ભેદ ક૫નાની વિશાળતાના સંબંધ હોવાનું તેઓ જણાવે છે.૩૪ તેઓ આ જ સંબંધે કલ્પના (ઇમેજિનેશન) અને તરંગ (ફેન્સી)ને ભેદ કરે છે. ૩૫ તેઓ જ્ઞાન અને ક૯પના વચ્ચે વિરોધ નહિ બલકે બંનેની પરસ્પરોપકારતા પ્રતીત કરે છે. તેઓ સમસ્ત જ્ઞાનવ્યાપારને ઉત્તરોત્તર ચઢતી જતી કટિને સર્જનવ્યાપાર લેખે છે૩૬ અને “સાચી કલા ખરા જ્ઞાન વિનાની હોતી નથી' એમ દર્શાવે છે.
રામનારાયણે ભવ્યતાને “અનેક રસોને ભાવોને અનુપ્રાણિત કરનાર સળંગ રહેલા જીવંત રસ૩૭.રૂપે ઓળખાવી છે. એ ભવ્યતાને સૂકમ રીતને અનુપ્રવેશ સર્વ રસમાં હોઈ શકે; અને એ રીતે તેઓ સર્વ રસમાં અભુત રસ હેવાને ખ્યાલ ધરાવતા જગન્નાથ સાથે બેસી શકે. તેમના મતે ભાવનાવાદ કે આદર્શવાદ અને વાસ્તવવાદ વચ્ચે તાત્વિક ભેદ નથી.૩૮ ભાવનાને તેઓ “જીવનાદર્શ ભૂત ઊર્મિ” તરીકે ઉલ્લેખે છે. તેમની દષ્ટિએ તો કાવ્યમાત્રને વાસ્તવ જગત સાથે સંબંધ પુષ્પવૃક્ષતુલ્ય છે, અને તેથી “સાચી કવિતા કદી અવાસ્તવિક હોઈ શકે નહિ૩૯ એવા અભિપ્રાય પર તેઓ આવે છે. કલાસિકલ અને રોમેન્ટિક વલણોને પશ્ચિમની દેણગી લેખી તેને પૂરી એતિહાસિક ભૂમિકા વિના આપણે ત્યાં ઉપયોગ કરવામાં તેઓ જોખમ જુએ છે.
૧૯૩૩માં અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પર તેમણે ત્રણ વ્યાખ્યાનો આપ્યાં તેમાં, તેમ જ પછીથી “પ્રાચીન ગુજરાતી છંદો'નું સર્વેક્ષણ કરી હેમચંદ્રાચાર્ય અને દલપતરામ વચ્ચેની પિંગલદષ્ટિએ ખૂટતી કડીની જે પૂર્તિ કરી તેમાં કાવ્યના અનુષંગે છે દેલય, ગેયતા, પ્રાસ વગેરે વિશે વિચારવાનું બન્યું. તેમણે તે સંસ્કૃત વૃત્ત વાપરવાની પરંપરા, પ્રાણત્યાગ, સળંગ અગેય પ્રવાહી પદ્યરચનાના પ્રયોગો અને ઈદે મિશ્રણો – આ સર્વનું ગુજરાતી કાવ્યસાહિત્યની અર્વાચીનતાના