________________
પ્ર. ૧૦] રામનારાયણ પાઠક
[૪૧૧. છે. કાવ્યજીવન હીન વૃત્તિ વહે તે આત્માને હણે ૨૦ એવો તેમને અભિપ્રાય હાઈ પ્લેટને થયા એવા પ્રશ્નો કાવ્ય બાબત તેમને થતા નથી. તેઓ તે “સાહિત્યને તેના સર્જક કરતાંયે વધારે સાચાબોલું ૨૧ માને છે. તેમની દૃષ્ટિએ કાવ્ય અને નીતિ બંને આત્માના એક જ રહસ્યબિન્દુમાંથી પ્રગટ થાય છે.૨૨ તેથી જ તેઓ કાવ્યમાંનું યથાર્થ દર્શન તે નીતિ તેમ જ કલા ઉભયની દૃષ્ટિએ માન્ય એવું દર્શન હોવાનું જણાવે છે. ૨૩
કાવ્યમાં સામાન્ય સાથે વિશેષની જે રીતે સહપસ્થિતિ હોય છે તેની સુંદર ચર્ચા કરતાં તેઓ દર્શાવે છે કે કાવ્યમાં સર્વગ્રાહ્યતા એમાંના અનુભૂતિગત. સામાન્ય તત્વને લઈને હેાય છે, એથી જ સાધારણકરણ પણ શક્ય બને છે. અને તેમાં જે પ્રત્યક્ષતા – આસ્વાદ્યતા હોય છે તે અનુભૂતિગત વિશેષ તત્વને લઈને, તેના કવિદષ્ટિએ વિલક્ષણ રીતે કરેલા નિરૂપણને લઈને હેાય છે.૨૪ કાવ્યમાં વિશિષ્ટનું મહત્ત્વ છે પણ તેના આસ્વાદ માટે સામાન્ય સાથે તેને. સંબંધ અનિવાર્ય છે.
રામનારાયણ ક્ષેમેન્દ્રને અનુસરીને કાવ્યમાં ઔચિત્યને ખૂબ મહત્ત્વ આપે છે. આ ઔચિત્યને – યોગ્યતાને એક દષ્ટિ, એક બુદ્ધિ ("ઇનર સેન્સ') તરીકે ઓળખાવી તેની સમગ્ર કાવ્યવ્યાપારમાં સક્રિયતા હોય તે તેઓ અનિવાર્ય માને છે. ૨૫
કાવ્યમાં દર્શન-વર્ણનની સાયુજ્યતા હોય એ અનિવાર્ય છે. તેઓ જેમ કાવ્યકારના વિશિષ્ટ દર્શન પર તેમ તેની ઉપાદાનપ્રભુતા પર પણ ભાર મૂકે છે. કલાની વ્યાખ્યા પણ ઉપાદાનને ખ્યાલમાં રાખીને તેઓ કરે છે: “કલા એટલે. કલાવિધાયકના હંગત ભાવને અમુક બાયેન્દ્રિયગ્રાહ્ય ઉપાદાનમાં વ્યક્ત કરે તે..* તેઓ પ્રત્યક્ષને જ રસનિષ્પાદક લેખી,૨૭ કાવ્યમાં ઘનીકરણ, પ્રત્યક્ષીકરણ કે મૂતીકરણની પ્રક્રિયાને આવકારે છે. તેઓ સંગીતાદિ કલાથી કાવ્યનું વૈશિષ્ટય બતાવવા યોગ્ય રીતે જ ઉપાદાનને મુદ્દો આગળ ધરે છે. તેઓ કહે છેઃ ઉપાદાનગત “મર્યાદા અને સ્વતંત્રતા બંને કેન્દ્રગામી અને કેન્દ્રાપગામી બળે પેઠે રહી, કલાસૃષ્ટિનું ધારણ કરે છે, તેને જીવંત રાખે છે.૨૮ આ ઉપાદાન અને આત્માને સંબંધ શક્તિને આવિષ્કાર કરતે દેહદેહીને સંબંધ છે.૨૯ રામનારાયણ કાવ્યને. ઉપાદાનમાં સ્થૂળ-સૂમભેદે તારતમ્ય કરતાં તેનું સૂક્ષમ ઉપાદાન “લાગણીમય વિચાર અથવા વિચારનિક લાગણી હોવાનું જણાવે છે.”
તેમણે કાવ્યમાં પ્રતિભા, કલ્પના, જ્ઞાન, ભવ્યતા, વાસ્તવવાદ ને ભાવનાવાદ. વગેરે બાબત પણ કેટલીક પાયાની વિચારણા કરી છે. પ્રતિભાને કાવ્યશક્તિના