________________
૩૯૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[. ૪ વતની રાવજીભાઈનું ઘડતર ગુજરાતના રત્ન સમા મોતીભાઈ અમીન અને આદર્શ શિક્ષક કરુણાશંકર ભટ્ટ જેવા લોકસેવકના સંસર્ગ થયું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને પરિચય થયો અને એમના વ્યક્તિત્વથી અને લોકસેવાનાં કાર્યોથી એ એમના પ્રત્યે આકર્ષાયા. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની લડતમાં સક્રિયપણે જોડાયા.
સ્વાતંત્ર્યયુદ્ધના સૈનિક તરીકે અનેક ઘટનાઓના જાગ્રત સાક્ષી હેવાને કારણે ગાંધીજી જેવા પુણ્યશ્લેકના જીવનને એમણે જોયું હતું, તથા ગાંધીવિચારના પસરતા જતા પ્રભાવમાં તત્સમ થઈ ગયેલા રાવજીભાઈને ગદ્યમાં એમની સંસ્કારાયેલી છતાં અકૃત્રિમ પ્રકૃતિને પરિચય થાય છે. “મહાત્મા ગાંધીજીના જીવનના કેટલાક પ્રસંગે” (પ્રાગજીભાઈ સાથે, ૧૯૨૨), ‘કુલીન વિધવા' (૧૯૩૧), બાળકોને પોકાર' (૧૯૩૫), “ગાંધીજીની સાધના' (૧૯૩૯), “સમાજશુદ્ધિ યા વ્યવહારશુદ્ધિ' (૧૯૫૮), “જીવનનાં ઝરણ–૧, ૨ (૧૯૪૧, ૧૯૬૦) અને “હિંદના સરદાર' (૧૯૬૩) જેવાં પુસ્તકો એમના જીવનકાર્યના ફળસ્વરૂપે ગુજરાતને મળ્યાં છે. કથયિતવ્યને સીધું જ ઉપયોગી થાય તેવું રાવજીભાઈનું ગદ્ય અભિવ્યક્તિની એકસાઈ દર્શાવે છે, એમાં કેવળ સાહિત્યિક્તાને શોધવા જાઓ તે તેનું વિરલત્વ વરતાય. એમના જીવનના ઉત્તરકાળમાં એમને માનવમૂત્રના ગુણધર્મોમાં રસ જાગે અને એને અભ્યાસ તથા પ્રયોગો પણ કર્યા. એટલું જ નહિ એનું આ દેલન પણ જગવ્યું અને એ વિશે ઉપગી પુસ્તક પણ પ્રગટ કર્યું. (મ.)
ચંદુભાઈ ભગુભાઈ દલાલ (૧૮૮૯-૧૯૮૦) ગાંધીજીની દિનવારી” (૨૧૦-૧૮૬૯ થી ૯-૧-૧૯૧પ તથા ૧૦–૧–૧૯૧૫ થી ૩૦–૧–૧૯૪૮ (અંગ્રેજી તથા ગુજરાતી), “દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું ગમન અને પુનર્ગમન' (૧૯૫૬), ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની લડત’ (ભા. ૧ થી ૫ ૧૯૫૭-૫૮)ના લેખક અને મહાદેવભાઈની ડાયરી'ના ભાગ ૭થી ૧૯(છેલ્લા બે અમુદ્રિત)ના સંપાદક ચંદુલાલ દલાલે “માશી ભાણેજ’ નામે ઈ. ૧૯૪રમાં એક નવલકથા પણ લખેલી હતી, જે પાછળથી પ્રકાશિત થઈ હતી. “ભદ્ર' તખલ્લુસથી એમણે સામયિકમાં ટૂંકી વાર્તાઓ પણ પ્રગટ કરી હતી. ૨૦૦-૨૫૦ જેટલી એમની વાર્તાઓમાંથી કેટલીક ગ્રંથસ્થ થવામાં છે. એમણે લખેલી “હરિલાલ ગાંધી' નામની કૃતિને ગુજરાત સાહિત્ય પરિષદે ઈ. ૧૯૭૯માં કાલેલકર પારિતોષિક આપ્યું હતું. તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક હતા ત્યારે “આંકડાશાસ્ત્રનાં મૂળતો',
વ્યાપારી ભૂગોળ” એ પુસ્તક લખ્યાં હતાં. “રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીને ફાળે' એ પુસ્તક એમણે ગણેશ વાસુદેવ માવળંકર સાથે