________________
પ્ર. ૯] અન્ય ગદ્યલેખકે-૨
[૩૯૨ ગાંધીવિચારનું ગ્રામજીવન, લોકશિક્ષણ, ગ્રામસેવા વગેરે વિષયોને આવરી લે છે. વિનોબાજીના વિચારોને પણ સરળ ભાષામાં વિશાળ લેકસમુદાય સારુ સુલભ કરી આપ્યા છે. બીજી રીતે કહીએ તે ગાંધીવિચાર તથા વિનેબાવિચારના બાલાવબોધ' જેવાં એમનાં પુસ્તક છે. એમનું ગદ્ય નિતાઃ સરળ અને સાદું છે, અભિવ્યક્તિ ક્યાંય સંકુલ બનતી નથી; ને ઘણી વાર તે જીવનના સામાન્ય વ્યવહારમાંથી ઉદાહરણે લઈને તે અભિવ્યક્તિને અમોઘ બનાવે છે. (મ.)
| (ચરિત્ર, અનુવાદ, સંપાદન, ભાષણ આદિ)
ધર્માનન્દ કેસંબી (૧૮૭૬–૧૯૪૭): ધર્માનન્દ કોસંબી ગેવાના વતની હતા. એમની માતૃભાષા ગુજરાતી નહિ, છતાં ગુજરાતી ભાષાની એમણે નેંધપાત્ર સેવા કરી છે. ગાંધીવિચારમાંનાં સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ આદિ તો એમને આકર્ષે છે. એવાં જ તો પર આધારિત પાર્શ્વનાથ ચાતુર્યામ ધર્મને પ્રભાવ પણ એમના પર છે. રંગૂન જઈને એમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. પાલિના ઉત્તમ અધ્યાપક તરીકે તથા બૌદ્ધ ધર્મશાસ્ત્રના મર્મજ્ઞ તરીકે કે સંબી પ્રકીતિત છે. અમેરિકાથી ૧૯૨૨માં દેશમાં પાછા આવી ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં તેઓ જોડાયા. અહીં એમણે અધ્યાપન કાર્ય કરીને નામના મેળવી. તદનુષંગે લેખનકાર્ય કરીને લેખક તરીકે પણ યશ પ્રાપ્ત કર્યો. ફરી પાછા તેઓ અમેરિકા ગયા હતા ત્યાંથી પાછા આવીને વિદ્યાપીઠમાં જોડાયા, અને એ પછી રશિયા જઈને ત્યાંથી ૧૯૩૦માં પાછા આવીને દાંડીકૂચમાં જોડાયા હતા. ૧૯૪૭માં સેવાગ્રામ આશ્રમમાં એમનું અવસાન થયું હતું.
બુદ્ધ, ધર્મ અને સંધ' (૧૯૧૧), બુલીલા' બુદ્ધલીલાસારસંગ્રહ” (સં. ૧૯૭૯), રા. પાઠક સાથે ધમ્મપદ' (૧૯૨૪), બૌદ્ધસંધને પરિચય' (૧૯૨૫), “સમાધિમાર્ગ' (૧૯૨૫), “જાતકકથાસંગ્રહ' (સં. ૧૯૮૫), “પચાસ ધર્મ સંવાદ (૧૯૩૧), “સુત્તનિપાત' (૧૯૩૧), હિંદી સંસ્કૃતિ' (૧૯૩૭), “બુદ્ધચરિત (૧૯૩૭),
અભિધર્મ' (૧૯૪૪), “શ્રી શાંતિદેવાચાર્ય કૃત બાધિચર્યાવતાર' (૧૯૫૫), બોધિસત્વ (૧૫૬), ધર્મચક્રપરિવર્તન' (૧૯૫૮) વગેરે એમના મૌલિક, અનૂદિત ગદ્યપદ્યના ગ્રંથ છે. ધાર્મિક પરિભાષા, સમાસપ્રચુરતા છતાં એમના ગદ્યમાં પ્રસન્નતા વરતાય છે. ગુજરાતી ભાષામાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંત, નીલશાસ્ત્ર, સાહિત્ય આદિ રજૂ કરવામાં કોસંબીનું પ્રદાન નેધપાત્ર છે. એમની આત્મકથા “આપવીતી” (૧૯૨૫, ૧૯૪૯, ૧૯૫૭) ગુજરાતમાં ઘણાને સારી પ્રેરણારૂપ થઈ પડી છે. (મો.)
રાવજીભાઈ મણિભાઈ પટેલ (૧૮૮૬-૧૯૬૨) સોજિત્રા (જિ. ખેડા)ના