________________
૩૭૬ ]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ગ્ર ૪
અંગ્રેજી પુસ્તકા : (1) Gandhiji in Indian Villages (1927), (2) With Gandhiji in Ceylon (1928), (3) The Story of Bardoli (1929), (4) Unworthy of Wardha (1943), (5) The Eclipse of Faith (1943), (6) A Rightous Struggle (1951), (7) Gospel of Selfless Action or The Gita according to Gandhi (1946). આ ઉપરાંત, મૌલાના અબુલ કલામ આઝાદ' (ચંદ્રશંકર શુકલ સાથે ઃ ૧૯૪૬). ગાંધીજીએ લખેલાં પુસ્તકા, આપેલાં વ્યાખ્યાના તથા પ્રકી ગુજરાતી લેખાના મહાદેવભાઈએ કરેલા અનુવાદની સખ્યા પણ માટી છે.
મહાદેવભાઈનાં પુસ્તકે કેવળ સાહિત્યના પરિપ્રેક્ષ્યમાં જોવાય તે કરતાં વધારે તા સમસામયિક વિચારપ્રવાહ અને પ્રજાકીય ઉત્થાનનાં આંદોલનના પરિપ્રેક્ષ્યમાં જોવાય તે વધારે સ્પૃહણીય છે. આમ કહેવામાં એમની સર્જક-કલ્પ પ્રતિભાનું દેષદેખણું નથી. એમના જમાનાએ ભાષાના વિનિયેગ વિશેને જે અભિગમ સ્વીકાર્યા હતા તે અભિગમ મહાદેવભાઈમાં બળવત્તર રીતે પ્રગટ થયા પ્રતીત થાય છે. કેવળ સાહિત્યિક અનિવાર્યતાના પ્રેરાયા એમણે કલમ ઉપાડી નથી. રવીન્દ્રનાથ કે શરદબાજીની કૃતિઓના સંનિષ્ઠ અનુવાદે એમણે આપ્યા તે પણ પ્રજા સમક્ષ ઉત્તમ સાહિત્યરચનાએ મુકાય એવી કાઈ યજ્ઞભાવનાથી પ્રેરાઈને જ આપ્યા જણાય છે. વિચારને જન્મ આપવે! અને એને શબ્દશરીર આપવું અને જો આપણે સર્જનકા ગણીએ તા મહાદેવભાઈ આપણા સાહિત્યના વિરલ સર્જ કામાં ગણાય એ નિર્વિવાદ છે. અભિવ્યક્તિનાં ભિન્નભિન્ન રૂપે એમણે સિદ્ધ કર્યાં છે. અહેવાલલેખન, ઇતિહાસલેખન, પત્રલેખન, વૃત્તાન્તલેખન, ડાયરીલેખન, વ્યાખ્યાન...... આદિ વિવિધ અભિવ્યક્તિપ્રકારામાં મહાદેવભાઈની અમેાધતા વાચકને પ્રતીત થાય છે.
ઇતિહાસલેખન : અમદાવાદના મિલમજૂરોની લડતના ઇતિહાસ લખતા હાય, ખારડાલી સત્યાગ્રહને ઇતિહાસ લખતા હાય, મહાદેવભાઈના અભિગમ નિર્મળ જણાય છે. ઇતિહાસલેખનમાં અનિવાર્ય એવી અને એટલી સવેદનાને સ્વીકાર કરીને અવિચલ નિષ્ઠા વડે તથ્યાનું નિરૂપણ કેવું થઈ શકે તે એક ધર્મયુદ્ધ' અને ‘ખારડાલી સત્યાગ્રહના ઇતિહાસ' વાંચનારને તરત સમજાય તેવું છે. ગાંધીજીની પ્રાગતિકતા અને ‘માણુસ'ને જોવાસમજવાનેા જ માત્ર નહિ, એને પ્રત્યક્ષ સહાયભૂત થઈ શકે તેવા તેમના નવીન પરિપ્રેક્ષ્યનું આભિન્નત્ય આ દેશમાં જે નવું જ પ્રભાત ઉદીયમાન થતું જતું હતું તેનાં એંધાણ આપે છે. મજૂર