________________
૩૭૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ છતાં એમની ઈચ્છા જાણીને પિતાજીએ એમને રજા આપી, અને મહાદેવભાઈ આશ્રમમાં જોડાયા. કમેક્રમે એ ગાંધીજીના અંગત અને અભિન્ન સાથી બની ગયા. ગાંધીજીની દિનચર્યા જાળવવી, પત્રોના જવાબ લખવા, પત્રોને કમ જાળવવો, પ્રવચને વાર્તાલાપની નેધો રાખવી..વગેરે તમામ કામ મહાદેવભાઈએ ઉપાડી લીધું. એમણે ગાંધીજી સાથે ભારતનું પર્યટન કર્યું. એથી પ્રદેશ-પ્રદેશે વિવિધ ફૂટ પ્રશ્નોનો પરિચય તેમને થવા માંડ્યો. ‘યંગ ઈન્ડિયા” તેમ જ ‘નવજીવન’ સારુ નિયમિત લેખે એમણે લખવા માંડ્યા. એ દ્વારા એમની પ્રતિભા પરિચય દેશને મળવા લાગ્યું. તંત્રી પદ માટે હવે એમને નિમંત્રણ આવવા લાગ્યાં, પણ મહાદેવભાઈ તેમને અસ્વીકાર કરતા. છેવટે, ગાંધીજીના જ આગ્રહથી પંડિત મોતીલાલજીના ઈન્ડિપેન્ડન્ટ' પત્રમાં જોડાયા. નિર્ભીક પત્રકાર તરીકે એમને પરિચય સરકારને પણ થયું. સરકારે એમને કઠણ કારાવાસની સજા કરી, નિની અને લખનૌની જેલમાં એમને જવાહરલાલ, દેવદાસ ગાંધી જેવા મિત્રો મળ્યા. આ ગાળા સુધીમાં તેમણે બંગાળી તેમ જ ઉર્દૂને અભ્યાસ કરી લીધો હતો.
મહાદેવભાઈએ હવે ફરીને યંગ ઇન્ડિયાનું કામ સંભાળી લીધું. દેશમાં પરિસ્થિતિ બદલાતી જતી હતી. સરકાર મક્કમ રીતે કડક થતી જતી હતી. મહાદેવભાઈએ લોકોમાં જાગૃતિ આણવા પાછું પર્યટન પણ કરવા માંડ્યું. એમને રવીન્દ્રનાથને પરિચય થયે, બીજ પણ કેટલાક અગ્રણીઓ સાથે સંબંધ બંધાય. ગાંધીજી સાથે ગોળમેજી પરિષદમાં તેઓ લંડન પણ ગયા હતા, જ્યાં એમની કાર્યદક્ષતાની કસોટી હતી. તેમાંય તે પાર ઊતર્યા. ગોળમેજી પરિણુમથી ગાંધીજી પણ કાંઈક નિરાશ થયા હતા. મહાદેવભાઈએ ત્યારે એમને સધિયારો આપ્યો. ગાંધીજીએ સેગાંવ વસવાનું નક્કી કર્યું, મહાદેવભાઈ પણ સાથે જ, ૧૯૪રની ‘હિંદ છોડો'ની લડત શરૂ થઈ. ૯મી ઑગસ્ટ, મહાસમિતિની ઐતિહાસિક બેઠક પછી, બધા નેતાઓની સાથે મહાદેવભાઈ પણ પકડાયા. આ જેલનિવાસ દરમ્યાન જ પૂનામાં આગાખાન મહેલમાં ૧૫મી ઓગસ્ટે ટૂંકી માંદગી બાદ એમણે દેહ છેડ્યો. ગાંધીજીએ, જાણે, પિતાનું જમણું અંગ ગુમાવ્યું, દેશે એક સંનિષ્ઠ, ત્યાગી, એકાગ્ર, કુશાગ્ર સેવક ગુમાવ્ય, સાહિત્યે સમર્થ ગદ્યકાર ગુમાવ્ય.
મહાદેવભાઈનાં સંખ્યાબંધ પુસ્તકે એમની લેખનશક્તિને તેમ જ એમની સર્જકશક્તિને પણ પરિચય આપે છે. એક છેડે તકધારિત અને તર્કપૂત શાસ્ત્રીય ગદ્ય, ને બીજે છેડે સર્જનલક્ષી ગદ્ય – બંનેમાં એકસરખી સિદ્ધિ. એમનાં પુસ્તકની યાદી આ રહી :
અનુવાદ: (૧) ઑલ ઈન્ડિયા કેંગ્રેસ કમિટીની પંજાબ સબકમિટીએ. નીમેલ પંચને પંજાબમાં થયેલાં રમખાણોની તપાસને હેવાલ (૧૯૨૧), (૨)