________________
પ્ર. ૯]. અન્ય ગદ્યલેખકે-૨
[૩૬૧ ૧૯૪૪માં ત્યાંથી નિવૃત્ત થયા; એ પછી ગુજરાત વિદ્યાસભાના ભો. જે. વિદ્યાભવનને કેટલાંક વર્ષ માનહ સેવા આપી. ત્યાર બાદ પણ તેમની વિદ્યાસેવા આજીવન ચાલુ રહી.
સુખલાલજીના વિદ્યાતપનું અમર સુફળ એટલે સિદ્ધસેન દિવાકરકૃત સન્મતિત ઉપરની “વાદમહાર્ણવ' એ અભયદેવસૂરિકૃત ટીકાનું, બેચરદાસના સહકારમાં, કરેલું સંપાદન. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠમાં એ કાર્ય આરંભ થયો. એ ગ્રન્થ પાંચ ભાગમાં અનેક પરિશિષ્ટો સાથે છપાયો છે અને છઠ્ઠા ભાગમાં .. વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના, મૂળને અનુવાદ અને ભાવાર્થ છે. આ છઠ્ઠો ભાગ ૧૯૩૨માં પ્રગટ થયો અને તેના હિન્દી અને અંગ્રેજી અનુવાદ પણ થયા છે.
સુખલાલજીની પરિનિષ્ઠિત વિદ્વત્તા માટે એમને વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક ભાવનગરની યશવિજય જૈન ગ્રન્થમાળા તરફથી એનાયત થયે (૧૯૪૭); અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત અને જૈન ધર્મવિભાગના (૧૯૫૧) તથા તત્ત્વજ્ઞાન વિભાગને પ્રમુખ (૧૯૬૧) તરીકે તેમની વરણી થઈ; વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ તરફથી હિંદી ભાષાની, પિતાનાં લખાણો દ્વારા, વિશિષ્ટ સેવા કરવા માટે તેમને પુરસ્કાર અપાયે (૧૯૫૬); ગુજરાત યુનિવર્સિટી (૧૯૫૭), સરદાર પટેલ યુનિવર્સિટી (૧૯૬૭) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (૧૯૭૩)એ તેમને ડી. લિ.ની માનાર્હ પદવી આપી, ભારત સરકારે વિશિષ્ટ સંસ્કૃત પંડિત તરીકે તેમને પુરસ્કૃત કરી (૧૯૬૧) માનાઈ વેતન બાંધી આપ્યું. તથા “પદ્મભૂષણ પદ આપી સત્કાર કર્યો. પંડિતજીને પંચોતેર વર્ષ પૂરું થતાં એમના મિત્રો અને પ્રશંસકેએ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પ્રમુખપદે અખિલ ભારતીય ધરણે રચાયેલી સમિતિ દ્વારા એમનું મુંબઈમાં સન્માન કરી, એમને સિત્તેર હજારની થેલી અર્પણ કરી (૧૯૫૭). તે રકમનું તેમણે જ્ઞાનોદય ટ્રસ્ટ કર્યું, જેને ઉદેશ ભારતીય તત્વજ્ઞાનના પ્રસારને છે. એ સન્માનપ્રસંગે પંડિતજીના પૂર્વ પ્રકાશિત લેખેના ત્રણ ગ્રન્થ (બે ગુજરાતી અને એક હિન્દી) “દર્શન અને ચિન્તને નામથી પ્રગટ થયા હતા. એ પૈકી, ગુજરાતી ગ્રન્થને દિલ્હીની સાહિત્ય અકાદમીને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયા હતા (૧૯૫૯). નવનાલંદા વિહાર એ બિહારની સંશોધન સંસ્થાએ એમને વિદ્યાવારિધિ'ની ઉપાધિ આપી હતી (૧૯૭૫).
સુખલાલજીએ વડોદરા યુનિવર્સિટીની સયાજીરાવ નરેરિયમ લેફ્ટર સિરીઝમાં ભારતીય તત્વજ્ઞાનના ત્રણ પ્રમેય – જીવ, જગત અને ઈશ્વરને આવરી લેતાં ભારતીય તત્વવિદ્યા” વિશેનાં ગુજરાતી વ્યાખ્યાને આપ્યાં હતાં (૧૯૫૭); એને હિન્દી અનુવાદ થયે છે (૧૯૬૦) અને Indian Philosophy એ શીર્ષક