________________
પ્રકરણ ૯
અન્ય ગદ્યલેખકે – ૨ પંડિત સુખલાલ સંઘજી સંઘવી (૧૮૮૦-૧૯૭૮)
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી કેવળ ગુજરાતના નહિ, પણ સમસ્ત ભારતના એક મહાન સારસ્વત હતા. શીતળાના રોગને કારણે કિશોર વયમાં જ અંધ બનેલા, અર્થપૂજક ગણાતી વણિક જ્ઞાતિને એક ગ્રામજને મજબૂત મનોબળ, અદમ્ય જિજ્ઞાસા અને અસામાન્ય વ્યવહારશુદ્ધિ દ્વારા વિદ્યા અને જીવનદર્શનના ક્ષેત્રે કેવી અપૂર્વ સિદ્ધિઓ મેળવી એની રોમાંચક કથા તેઓના જીવન અને કાર્ય દ્વારા સાકાર થઈ છે.
વઢવાણ પાસે લીમલી નામે હજારેકની વસ્તીના એક નાનકડા ગામમાં સુખલાલને જન્મ તા. ૮-૨-૧૮૮૦ના રોજ થયો હતો. સત્તર વર્ષની ઉંમરે અંધત્વ આવ્યું ત્યાર પહેલાં નિશાળમાં કેટલુંક ભણતર થયેલું. એ પછી તે ગામમાં આવતા જૈન સાધુઓ પાસે સંસ્કૃત આદિને અને જૈન શાસ્ત્રોને કેટલેક અભ્યાસ કર્યો અને કાશીમાં આચાર્ય વિજયધર્મસૂરિએ સ્થાપેલી યશોવિજય પાઠશાળામાં આગળ અભ્યાસ માટે ગયા. ત્યાં નિષ્ણાત પંડિતો પાસે સાહિત્ય, વ્યાકરણ અને ન્યાય વગેરેને ઉચ્ચતર અભ્યાસ તેમણે કર્યો. કાશીમાં વિજયેન્દ્રસૂરિ, મુનિ ન્યાયવિજયજી, મુનિ જયંતવિજયજી, હરગોવિંદદાસ શેઠ (પ્રાકૃત-હિન્દી શબ્દકેશ પારૂ-ટૂ-માળવાના કર્તા), બેચરદાસ દેશી વગેરે ભવિષ્યના વિશિષ્ટ વિદ્વાને તેમના સહાધ્યાયીઓ હતા. કાશીના અભ્યાસ પછી નવ્ય ન્યાયના અધ્યયન માટે મૈથિલ પંડિતે પાસે દરભંગા ગયા. એ પછી ગુજરાતમાં અને અન્યત્ર જૈન સાધુઓને ભણાવવા માંડ્યા અને ત્યારે વડેદરા ખાતે મુનિ જિનવિજયજી એક તેિજસ્વી શિષ્ય તરીકે એમના સંપર્કમાં આવ્યા અને પછી તેમના નિકટતમ સુહૃદ થયા. મહાત્મા ગાંધીજીએ સ્થાપેલા ગૂજરાત વિદ્યાપીઠ-અંતર્ગત ગુજરાત પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે જિનવિજયજી નિયુક્ત થયા ત્યારે તેમની સાથે સુખલાલજી અને બેચરદાસ દેશી પણ પુરાતત્વ મંદિરમાં અધ્યાપકે તરીકે આવ્યા. ત્યાં સુખલાલજીએ અંગ્રેજીને પણ અભ્યાસ કર્યો અને ચાલુ રાખે. મુનિ જિનવિજયજી જર્મનીથી પાછા આવી રવીન્દ્રનાથ ઠાકુરના શાન્તિનિક્તનમાં સિંધી જૈન શાસ્ત્રપીઠમાં જોડાયા ત્યારે, ૧૯૩૧માં સુખલાલજી તેમની સાથે કેટલોક સમય ત્યાં રહ્યા અને ૧૯૩૩માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે જોડાઈ