________________
૩૫૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ “કવિનું ઘણું કહેવું સત્ય, અને સુંદર રીતે રજૂ થયેલું સત્ય છે, એમ મને ન લાગ્યું હોત તો કેવળ કાવ્યાનંદ માટે મને આ અનુવાદ કરવાનું મન ન થયું હેત.”૩૪ આમ, પક્ષ રીતે કલાત્મક સત્યને કિશોરલાલે સ્વીકાર કર્યો, તેથી સર્જક કલ્પના વિશેના એમના વિરોધીઓને પણ આનંદ થશે. . આવી જ રીતે ઈ. ૧૯૩૨-૩૩ની જેલ દરમ્યાન ટોસ્ટોયના “ધી લાઈટ શાઈન્સ ઇન ડાર્કનેસ' એ નાટકનું એમણે “તિમિરમાં પ્રભા' (૧૯૩૬) એ નામે ગુજરાતીમાં શાન્તર કર્યું છે. બર્નાર્ડ શોને આ નાટક ટોસ્ટયનું સર્વોત્તમ નાટક લાગ્યું હતું, પરંતુ કિશોરલાલે કળાદષ્ટિએ આ નાટકને પસંદ નહોતું કર્યું. કિશોરલાલે સ્પષ્ટ કરી કહ્યું છે કે, “આ નાટકની ધાર્મિક, સામાજિક અને રાજકીય દષ્ટિએ મને બહુ ભારે કિંમત લાગી, અને એ દષ્ટિ હિંદુસ્તાન પણ સમજે તે સારું એમ લાગવાથી મેં આ વેશાંતર કરવાનો પ્રયત્ન કર્યો છે.”૩૫ વળી કહે છે, “ટોસ્ટોયની આ નાટકમાં કળાની ઉપાસના નથી, પણ સત્યની ઉપાસના છે.” ટેલ્સ્ટોયે પાંચમા અંકનું માત્ર ખોખું જ તૈયાર કર્યું હતું. કિશોરલાલે એમાંથી સ્વપ્રજ્ઞા દ્વારા પાંચમે અંક તૈયાર કર્યો છે. કિશોરલાલની નિજી સાહિત્યિક શક્તિ અને શાન્તર કરવાની ખરી સૂઝને આ નાટકમાં પરિચય થાય છે.
કિશોરલાલને કોલેજમાં અભ્યાસવિષય વિજ્ઞાન હતા. ૧૯૩૦માં મેટરલિંકના લાઈફ ઑફ ધી વહાઈટ ઍન્ટ' પુસ્તકને ઊધઈનું જીવન (૧૯૪૦) નામે રસિક અને સરળ અનુવાદ કર્યો. તે વિશે તેમનું અર્થસૂચક વિધાન તેમની જીવનદષ્ટિ તેમ જ અનુવાદ કરવાનું કારણ વ્યક્ત કરે છે : “આ પુસ્તકમાં કેવળ શાસ્ત્રીય અને શુષ્ક માહિતીઓને જ ભંડાર હોત તે એને અનુવાદ કરવાનું મને ભાગ્યે જ મન થયું હોત... આ પુસ્તક જતુશાસ્ત્રને લગતા પાઠ્યપુસ્તક જેવું નથી, પણ જેમ કેઈ મહાપુરુષનું જીવનચરિત્ર સર્વને વાંચવા લાયક અને ઉપયોગી બને એવું છે.”
૧૯૪૨ની લડત વખતે જેલમાં કાકા કાલેલકર સાથે મળીને તેમણે અમેરિકન લેખક પેરી બજેસની ‘દૂ વક એલેન નવલકથાનું માનવી ખંડિયેરે (૧૯૪૬) એ નામે ભાષાન્તર કર્યું છે. એક રક્તપિત્તના દદીની આત્મકથાના રૂપમાં આ નવલકથા લખેલી છે. વિનાશમાંથી પણ ફરી નવો જીવનરસ ઉપજાવી નવી સૃષ્ટિ રચે છે એવા જીવનવીરના સાત્વિક અને અભુત જીવનકાર્યની આ નવલકથા છે. કિશોરલાલની ભાષાન્તકાર તરીકેની સબળ પ્રતિભા તેમનાં સર્વ ભાષાન્તરિત પુસ્તકોમાં તરી આવે છે.